ટાટા મોટર્સની નવી એક સિદ્ધિ, જાણી લો તમને શું થશે મોટો લાભ, સાથે ખાસ જાણજો આ માહિતી પણ

દેશની જાણીતી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સએ માહિતી આપી છે કે તેને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એટલે કે IOCL તરફથી 15 હાઇડ્રોજન બેઝડ ફ્યુલ સેલ બસનું ટેન્ડર મળ્યું છે. IOCL એ ગયા વર્ષે ડિસેમ્બરમાં હાઇડ્રોજન ફ્યુલ સેલ બસની આપૂર્તિ કરવા માટે બોલી લગાવવા અર્થે આમંત્રણ આપ્યું હતું જેમાં ટાટા મોટર્સને પસંદ કરવામાં આવી હતી. આ બધી 15 બસોની ડીલીવરી કોન્ટ્રાક્ટ MoU પર હસ્તાક્ષરની તારીખથી 114 સપ્તાહ અંદર થશે.

image source

IOCL ના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરને બસોની આપૂર્તિ પુરી પાડવા સિવાય, ટાટા મોટર્સ શોધ તથા વિકાસની પરિયોજનાની શરૂઆત માટે તેની સાથે મળીને કામ કરશે અને કોમર્શિયલ વાહનો માટે ફ્યુલ સેલ ટેકનોલોજીની ક્ષમતાનું અધ્યયન કરશે.

image source

આ માટે બન્ને સંસ્થાઓ દિલ્લી અને એનસીઆરમાં રિયલ વર્લ્ડ કંડીશનમાં સાર્વજનિક પરિવહન માટે આ બસોનું પરીક્ષણ, સાર સંભાળ અને સંચાલન કરશે. આ બસોને IOCL દ્વારા બનાવવામાં આવેલ અને વિતરિત કરવામાં આવેલ હાઇડ્રોજન દ્વારા રિફ્યુલ કરવામાં આવશે.

image source

ઇન્ડિયન ઑયલના ચેરમેન એસ. એમ. વૈદ્યએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ઓઇલ પરિવહન સહિત વિભિન્ન એપ્લિકેશન માટે હાઇડ્રોજન ઇકોનોમીમાં આગળ વધવા માટે રાષ્ટ્રીય પ્રયાસોનું અગ્રણી રહ્યું છે. દેશમાં આ પ્રકારની આ પ્રથમ પરિયોજના દેશના સૌથી મોટા ઇંધણ આપૂર્તિકર્તા અને સૌથી મોટા વાણિજ્યિક વાહન ઉત્પાદકને હાઇડ્રોજન અને ફ્યુલ સેલ ટેકનોલોજીને આગળ સ્તર પર લઈ જવા મળી રહી છે. આ પહેલ ઇન્ડિયન ઓઇલના અન્ય વિભિન્ન પ્રમુખ કાર્યક્રમો માટે પણ .મહત્વપૂર્ણ હશે. જે દેશના વિભિન્ન પ્રસિદ્ધ માર્ગો અને મહત્વપૂર્ણ ક્ષેત્રો પર હાઇડ્રોજન આધારિત પરિવહન લાવવાનો પ્રસ્તાવ આપે છે. આ ભવિષ્યગામી પગલું હાઇડ્રોજનને અસલી નેટ ઝીરો ફ્યુલ બનાવવા માટે સાચી દિશામાં વધી રહ્યા છે.

image source

આ તકે ટાટા મોટર્સની કોમર્શિયલ વહિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ ગિરીશ વાઘએ જણાવ્યું હતું કે, અમે IOCL આ પ્રતિષ્ઠિત ટેન્ડર મેળવીને ખુશ છીએ. કારણ કે આ વધુ સ્વચ્છ અને હરિત સાર્વજનિક પરિવહન હેતુ ભવિષ્ય માટે તૈયાર ટેકનોલોજી રજૂ કરવાના ટાટા મોટર્સના સમૃદ્ધ વારસા સાથે જોડાયેલ છે. અમે FAME 1 અંતર્ગત 215 એવું બસોની સફળતાપૂર્વક આપૂર્તિ કરી છે અને FAME 2 અંતર્ગત 600 એવું બસોનો ઓર્ડર મેળવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી સમ્માનિત કંપની પાસેથી PEM ફ્યુલ સેલ બસોની આપૂર્તિનો આ ઓર્ડર મળવો ભારતમાં પરિવહનના ભવિષ્યને બદલવા માટે ભારત પર કેન્દ્રિત વૈકલ્પિક સ્થાયીત્વપૂર્ણ ઇંધણ વિકસિત કરવા માટે અમારા પ્રયાસોને પ્રોત્સાહિત કરે છે.

image source

ઇન્ડિયન ઓઇલના ડાયરેકટર (શોધ તથા વિકાસ) ડો. એસએસવી રામાકુમારે જણાવ્યું હતું કે અત્યાધુનિક શોધ તથા વિકાસ દ્વારા ઇન્ડિયન ઓઇલ ભારતમાં હાઇડ્રોજન એનર્જીનું ઉત્પાદન તથા આપૂર્તિ શૃંખલાને મજબૂતી આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે ફ્યુલ સેલ રીસર્ચ માટે ટાટા મોટર્સ સાથે મળીને કામ કરવા ઉપરાંત 4 શોધપરક રીતો પર આધારિત દૈનિક લગભગ 1 ટન હાઇડ્રોજનનું ઉત્પાદન કરતા પ્રાયોગિક સંયંત્રોની સ્થાપના કરીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!