સૌથી મોટા સમાચાર, કેન્દ્રીય મંત્રીની જાહેરાત દેશમાં ટોલ પ્લાઝા હટી જશે, હવે આવી રીતે વસુલાસે ટોલ ટેક્સ

આગામી સમયમાં પ્રવાસ દરમિયાન તમને ટોલ પ્લાઝા પરની સમસ્યાઓથી છૂટકારો મળી જશે. કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે, આગામી એક વર્ષમાં હાલની ટોલ કલેક્શન સિસ્ટમ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે, એટલે કે હાલના ટોલ પ્લાઝાને દૂર કરવામાં આવશે. તેની જગ્યાએ ટોલ કલેક્શન માટેની નવી સિસ્ટમ બનાવવામાં આવી રહી છે.

GPSથી થશે ટોલ ટેક્સ વસૂલ

image source

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હાલની ટોલ કલેક્શન સિસ્ટમને નાબૂદ કરીને ગ્લોબલ પોઝિશનીંગ સિસ્ટમ (જીપીએસ) દ્વારા ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. આ અંતર્ગત વાહન જેટલા કિલોમીટર સુધી હાઈવેનો ઉપયોગ કરશે તેટલા કિલોમીટરનો જ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જીપીએસ દ્વારા હાઇવે પર ચઢવા અને ઉતરવાની રેકોડિંગ જીપીએસ દ્વારા કરવામાં આવશે.

તેને આ ઉદાહરણથી સમજીએ

image source

જો કોઈ ડ્રાઇવર એક પોઈન્ટથી હાઇવે ઉપર ચઢીને 35 કિ.મી.ની મુસાફરી પછી હાઇવેને છોડી દેશે તો માત્ર 35 કિ.મી. માટે ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. વર્તમાન પ્રણાલીમાં, ટોલ પ્લાઝા દર 60 કિ.મી. પર સ્થિત છે અને ડ્રાઇવરોએ ઓછામાં ઓછા 60 કિ.મી. સુધી ટોલ ટેક્સ ભરવો પડે છે. નીતિન ગડકરીએ કહ્યું કે, રોડની એન્ટ્રી પર કેમેરા લગાવવામાં આવશે. તમે જ્યાંથી જશો અને જ્યાં સુધી જશો તેટલા જ પૈસા કાપવામાં આવશે. ગડકરીએ કહ્યું કે પાછલી સરકારો દ્વારા શહેરી વિસ્તારોમાં ઘણી જગ્યાએ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યાં હતા જે ખોટા અને અન્યાયી છે અને તેને હટાવવાની કામગીરી એક વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. અગાઉ શહેરોમાં બનાવેલા ટોલ એક વર્ષમાં દૂર કરવામાં આવશે. આવા ટોલ પ્લાઝામાં ઘણી ચોરીઓ થતી હતી. હવે ગાડીમાં જીપીએસ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જેની મદદથી ટોલ ચાર્જ ચૂકવી શકાશે અને તે પછી શહેરની અંદર આવા ટોલની જરૂર રહેશે નહીં.

જૂના વાહનોમાં જીપીએસ મફત લગાવવામાં આવશે

image source

અમરોહના સાંસદ ડેનિશ કુંવર અલીના પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કંપની દ્વારા નવા વાહનોમાં જીપીએસ લગાવવામાં આવી રહ્યા છે. જૂના વાહનોમાં જીપીએસની સમસ્યા હોય છે. ટોલ ટેક્સ વસૂલવાની નવી સિસ્ટમ માટે સરકાર દ્વારા જૂના વાહનોમાં મફત જીપીએસ લગાવવામાં આવશે.

ફાસ્ટેગથી ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે

image source

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે નવી સિસ્ટમમાં ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે હાલમાં ટોલ ટેક્સ વસૂલવાનું લગભગ 93% ફાસ્ટેગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રોકડામાં ટોલ ભરતા બાકીના 7% વાહનોને ફાસ્ટેગ સાથે જોડવાની કાર્યવાહી કરવામાં આવશે. એક અનુમાન મુજબ, સરકારને ટોલ ટેક્સથી વાર્ષિક 30 હજાર કરોડ રૂપિયા મળી રહ્યા છે, જે 2024ના અંત સુધીમાં એક લાખ કરોડ કરવા માંગે છે. ફાસ્ટેગથી ટોલ પ્લાઝા પર ઇલેક્ટ્રોનિક ચુકવણીની સુવિધા આપે છે. તેને 2016માં રજૂ કરવામાં આવી હતી. હવે 16 ફેબ્રુઆરીથી ફાસ્ટેગ વગરના વાહનોને દેશભરમાં ઇલેક્ટ્રોનિક ટોલ પ્લાઝા પર ડબલ ટોલ ચાર્જ ચૂકવવો પડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!