સાવધાન: ગંગા નદીમાં કોરોના સંક્રમિતોના મૃતદેહ મળી આવે તે કેટલું જોખમી, જાણો આ વિશે શું કહે છે એક્સપર્ટ

ઉત્તર પ્રદેશ રાજ્ય અને બિહાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંગા નદી અને યમુના નદીમાં મોટી સંખ્યામાં મૃતદેહ જોવા મળ્યા છે. આ મૃતદેહ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની પણ હોઈ શકે છે. એવામાં પ્રશ્ન ઉઠવા લાગ્યા છે કે, શું પાણીથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે? આ વિષય પર ‘દૈનિક ભાસ્કરએ રાજીવ ગાંધી સુપરસ્પેશીયાલીટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ બી.એલ. શેરવાલ અને કન્નૌજ રાજકીય એન્જીનીયરીંગ કોલેજના ડાયરેક્ટર પ્રો. મનોજ શુક્લા સાથે ખાસ વાતચીત કરી. અમ આપના મનમાં થતા દરેક પ્રશ્નના મેળવ્યા છે.

ડૉ. બી. એલ. શેરવાલ સાથે પ્રશ્ન-ઉત્તર:

શું પાણી દ્વારા કોરોના વાયરસ ફેલાઈ શકે છે?

image source

-અત્યાર સુધી એવા કોઈ સબુત મળ્યા છે નહી જેનાથી એવું કહી શકાય કે, પાણી દ્વારા આ વાયરસ ફેલાઈ શકે છે. એટલા માટે ભયભીત થવાની જરૂરિયાત છે નહી. પાણી દ્વારા કોરોના વાયરસ નહી ફેલાય. હા ખરાબ થઈ ગયેલ પાણી પીવાથી લોકોમાં પે સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓ જરૂરથી થઈ શકે છે.

વાયરસ શરીરમાં કેવી રીતે પહોચે છે?

-તમામ સ્ટડી અને રીસર્ચ કરવાથી જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ નાક અને મોઢા દ્વારા જ શરીરમાં પહોચે છે. ૯૯% કેસમાં કોરોના વાયરસ નાક દ્વારા જ શરીરમાં પહોચે છે. જયારે ૧% કેસ એવા હોય છે જેમાં મોઢા દ્વારા કોરોના વાયર શરીરમાં પ્રવેશ કરી જાય છે. જો નાક દ્વારા કોરોના વાયરસ પ્રવેશ કરે છે તો તે સીધો જ ફેફસા સુધી પહોચી જાય છે, પરંતુ મોઢા દ્વારા શરીરમાં અંદર જાય છે તો વધારે ચાંસ રહે છે કે, આ વાયરસ આંતરડામાં પહોચી જાય છે.

કોરોના વાયરસના હુમલો થવાથી શરીરનો રિસ્પોન્સ શું હોય છે?

image source

-કોરોના વાયરસનો હુમલાને શરીર ઓળખી લે છે. એક ઈમ્યુન સેલ જેને એંટીજન પ્રેજન્ટિંગ સેલ (APC) કહેવાય છે, તે સૌથી પહેલા વાયરસને ઘેરી લે છે. આ વાયરલ પ્રોટીન બનાવે છે જેને એંટીજન કહેવામાં આવે છે. આ એંટીજન શરીરના ઈમ્યુન સિસ્ટમને સક્રિય કરે છે અને તેને જણાવે છે કે, કોઈ વાયરસએ હુમલો કર્યો છે અને એની સાથે લડવાની જરૂરિયાત છે.

ઈમ્યુન સિસ્ટમમાં સૌથી પહેલા કિલર T સેલ્સ સક્રિય થાય છે.

આ એંટીજનની ઓળખ કરીને B સેલ્સને સક્રિય કરે છે. આ T અને B સેલ્સ આપણા શરીરની અંદર વાયરસ જેવા હુમલાખોરોની સામે લડવા માટે ફ્રંટલાઈન વોરીયર્સ હોય છે. જેવું જ એમને ખબર પડે છે કે, વાયરસએ હુમલો કર્યો છે, આ પોતાની સંખ્યા વધારે છે. હુમલો અને અને ઈમ્યુન સિસ્ટમને સક્રિય થઈને વાયરસ પર ભારે થવાના અવસરને પીરીયડ બીમારીના હોય છે. આ દરમિયાન તાવ, ખાંસી, ગળું જકડાવું, શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.

જો દર્દીને ડાયાબીટીસ, દિલની બીમારી કે પછી અન્ય કોઈ ક્રોનિક બીમારી છે તો ઈમ્યુન રિસ્પોન્સ સક્રિય થતા પહેલા જ વાયરસ પોતાની સંખ્યા વધારી દીધી હોય છે. જો યોગ્ય સારવાર ના મળે તો દર્દીની મૃત્યુ પણ થઈ શકે છે.

-સંક્રમિતને શ્વાસ લેવામાં સમસ્યા કેમ થવા લાગે છે?

image source

આ કોરોના વાયરસનો એક નવો લક્ષણ છે. મહામારી એક વર્ષ કરતા વધારે જૂની થઈ ગઈ છે. તો પણ નવા નવા લક્ષણો સામે આવી રહ્યા છે. શરદી, તાવ, ખાંસીથી શરુ થઈને આ ઇન્ફેકશન નિમોનિયા અને શ્વાસ લેવાની સમસ્યા સુધી પહોચે છે. રીસર્ચર્સએ કેટલાક સમયમાં ડાયરિયા, ગંધ- સ્વાદનો અનુભવ ના થવો, લોહીના ગઠ્ઠા જામી જવા જેવા કેટલાક નવા લક્ષણો જોવા મળ્યા છે. એમાં સૌથી મોટું લક્ષણ હેપ્પી હાઈપોક્સિયા છે. ભારતમાં બીજી લહેરમાં યુવાનોને એનો જ સામનો કરવો પડ્યો છે.

image source

હાઈપોક્સિયા એટલે કે, લોહીમાં ઓક્સિજનનું સ્તર ખુબ જ ઓછુ થઈ જવું. સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ઓક્સિજન સેચુરેશન ૯૫% કે પછી તેના કરતા વધારે હોય છે. પણ કોરોના વાયરસના દર્દીઓમાં ઓક્સિજન સેચુરેશન ઘટીને ૫૦% સુધી પહોચી જાય છે. હાઈપોક્સિયાના કારણે કીડની, દિમાગ, દિલ અને અન્ય મુખ્ય અંગો કામ કરવાનું બંધ કરી શકે છે. કોરોના વાયરસના દર્દીઓમાં શરુઆતના સ્તરે કોઈ લક્ષણ જોવા મળતા નથી. તે સ્વસ્થ અને હેપ્પી જ જોવા મળે છે. પ્રો. મનોજ શુક્લા સાથે સવાલ- જવાબ:

-વાયરસ શરીરમાં ક્યાં સુધી જીવિત રહે છે?

વાયરસ નોન લિવિંગ હોય છે. એને જીવિત રહેવા માટે એક શરીરની જરૂરિયાત હોય છે. શરીરમાં પહોચ્યા પછી રાઈબોસોમની મદદથી વાયરસના કેટલાક ડુપ્લીકેટ વર્ઝન તૈયાર થઈ જાય છે. આ મનુષ્યના મૃત્યુ પામ્યા પછી પણ વર્ષો સુધી જળવાઈ રહી શકે છે. વાયરસ ઝીરો ટેમ્પરેચરમાં પણ જીવિત રહે છે. હા શરીરની બહાર નીકળી ગયા બાદ વધારેમાં વધારે ૨૪ કલાકમાં જ વાયરસ સમાપ્ત થઈ જશે.

-શું વાયરસ ગંગા નદીમાં સમાપ્ત થઈ શકે છે?

image source

હા, જરૂરથી આ શક્ય છે. આવું એટલા માટે કેમ કે, તમામ સ્ટડીથી આજ ખબર પડી છે કે, ગંગા નદીમાં એંટી બેક્ટેરીયલ પ્રોપર્ટી હોય છે. આ વાયરસ અને બેક્ટેરિયાને ખત્મ કરવાની ક્ષમતા ધરાવે છે. ગંગા નદી હિમાલય માંથી વહીને આવે છે તો એમાં કેટલાક પ્રકારની જડી-બુટ્ટીઓના તત્વ પણ હોય છે. આ કેટલાક સ્ટડીમાં કન્ફર્મ થયું છે.

-સરકારના વૈજ્ઞાનિક સલાહકારનું શું કહેવું છે?

ગંગા- યમુના નદીમાં મળી રહેલ મૃતદેહોથી પાણી દ્વારા કોરોના વાયરસ ફેલાવવાના પ્રશ્ન વિષે ભારત સરકારના પ્રિન્સિપાલ સાઇન્ટીફિક એડવાઈઝર વિજય રાઘવનનું કહેવું છે કે, કોરોના વાયરસનું સંક્રમણ પાણીમાં ફેલાશે નહી. એટલા માટે સંક્રમણના કારણે નહેર, નદીઓને ખતરો છે નહી. નહી જ ત્યાનું પાણી પીવાથી કોઈને કોઈ સમસ્યા થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!