Site icon News Gujarat

હોવી જોઈએ જીતવાની ધગસ, કે.બી.સી. ૧૨મી સિઝનમાં કેવળ સ્ત્રીઓ જ બની કરોડપતિ

મિત્રો, ટીવીના પ્રખ્યાત શો ‘કોન બનેગા કરોડપતિ’ની દરેક સિઝનને લોકો પ્રત્યે ઘણો પ્રેમ મળી રહે છે પરંતુ, આ વખતની સિઝન એક શાનદાર હેડલાઇન રહી છે. કે.બી.સી.ની બારમી સિઝન આ દિવસો દરમિયાન ચાલી રહી છે. ત્યારે હાલ થોડા સમય બાદ છેલ્લો એપિસોડ ટેલીકાસ્ટ થશે.

image source

જે પછી આ શોના હોસ્ટ અને બોલીવૂડ ફિલ્મજગતના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો શક્તિશાળી અવાજ ‘કોન બનેગા કરોડપતિ-૧૨’ના સ્ટેજ પર સાંભળવા નહીં મળે. જો કે, કે.બી.સી.નો ઇતિહાસ કંઈક અદ્ભુત હતો, જે અગાઉ ક્યારેય બન્યુ નહોતુ. આ વખતે આ શોને એક-બે નહી પરંતુ, ચાર કરોડપતિ મળ્યા હતા.

image source

આ વખતે આશ્ચર્યની વાત એ છે કે, આ ચાર કરોડપતિ પુરુષો નહીં પરંતુ, મહિલાઓ હતી. આવુ કે.બી.સી.ના ઇતિહાસમા અગાઉ ક્યારેય પણ બન્યુ નથી કે, માત્ર મહિલાઓએ જ કરોડપતિ બનવાનુ બિરુદ જીત્યુ હોય. તો ચાલો આજે તમને આ ચાર મહિલા કરોડપતિઓ વિશે જણાવીએ અને તેમના વિશે થોડી માહિતી પણ આપીએ. તો ચાલો જાણીએ.

નાઝિયા નસીમ :

image source

રાંચીમાં રહેતી આ મહિલા આ સિઝનની પ્રથમ કરોડપતિ બની હતી. તેણી દિલ્હીમા તેના પતિ સાથે રહે છે. જ્યા તે રોયલ એનફિલ્ડમા એક ગ્રુપ મેનેજર તરીકે કામ કરી રહી છે. કરોડપતિ બન્યા બાદ આ મહિલાએ પોતાની જીતનો સંપૂર્ણ શ્રેય તેના પતિ અને પરિવારને આપ્યો હતો.

મોહિતા શર્મા :

image source

હિમાચલ પ્રદેશની આ મહિલા આ સિઝનની બીજી કરોડપતિ વિજેતા બની હતી. આ શોમા તેણીએ જણાવ્યુ હતુ કે, તેણે પાંચ વખત આઈ.પી.એસ.ની પરીક્ષા પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો અને આઈ.પી.એસ. અધિકારી બની હતી. આ મહિલા જમ્મુ-કાશ્મીરમા તૈનાત છે અને તેનો પતિ રુશલ ગર્ગ આઈ.એફ.એસ. અધિકારી છે.

અનુપા દાસ :

image source

આ મહિલા છત્તીસગઢના બસ્તરની રહેવાસી છે. તેણે તેને કે.બી.સી. ૧૨ની ત્રીજી કરોડપતિ મહિલા બનવાનુ બિરુદ નામ કર્યુ છે. આ મહિલા બસ્તરની એક શાળામા શિક્ષક તરીકે કામ કરે છે.

નેહા શાહ :

image source

મુંબઈની આ ડોક્ટર એક કરોડ જીતીને કે.બી.સી.ની ચોથી કરોડપતિ મહિલા બની હતી. આ મહિલા સ્વભાવે ખૂબ જ સુખદ અને ઠંડી છે. તેમણે અમિતાભ બચ્ચન સાથે શો પર આકરા પ્રહારો કર્યા હતા. તેણીએ આ શોમા જણાવ્યુ હતુ કે, તે વીસ વર્ષ પહેલા કે.બી.સી. શરૂ થઈ ત્યારથી તેના માટે પ્રયાસ કરી રહી હતી.

તો આ હતી આ સીઝનના કે.બી.સી.ના કરોડપતિ સ્પર્ધકો કે જે પુરુષો નહોતા પરંતુ, મહિલાઓ હતી. ખરેખર આ સીઝન એકદમ અદ્ભુત રહી હતી. હવે આવનાર સમયમા કે.બી.સી.ની સીઝન ક્યારે આવશે? અને તેમા મહાનાયક ફરી આપણને જોવા મળશે કે નહિ, તે તો આવનાર સમય જ જણાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version