ગુજરાતમાં આ જગ્યાએ ચાલુ થયો છે ચમકતી આંખોનો નવો ટ્રેન્ડ, જાણો શું છે નવી ટેક્નોલોજી

અત્યાર સુધી તમે પેન, ઘડિયાળ, મોબાઈલ અને શૂઝમાં તમે ડાયમંડની વાત સાંભળી હશે, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે તમે આંખમાં જે કોન્ટેક્ટ લેન્સ પહેરો છો તેમાં પણ ડાયમંડ હોય. નહીંને, તો આજે જાણો આ પ્રકારના કોન્ટેક્ટ લેન્સને વિશે વિગતે. જેમાં ડાયમંડનો ઉપયોગ કરાય છે. ગુજરાતમાં એક નવા લેન્સની એન્ટ્રી થઈ છે. જેમાં ડાયમંડ જડિત કોન્ટેક્ટ લેન્સની એન્ટ્રી થઈ છે. માર્કેટમાં તમારી આંખોને ચમકાવતા લેન્સ આવી ચૂક્યા છે. મહિલા ફેશનિસ્ટોમાં આ પ્રકારના નવા કોન્ટેક્ટ લેન્સની ડિમાન્ડ વધી છે.

image source

ગુજરાતના સુરતમાં ડાયમંડના વેપારીઓને ખાસ ઓર્ડર મળી રહ્યા છે. અહીં ફક્ત ગુજરાતમાંથી નહીં પણ મુંબઈ, બેંગલુરુ અને હૈદરાબાદ સહિત હોંગકોંગ, અમેરિકા અને લંડનથી એટલે કે વિદેશમાંથી પણ ઓર્ડર આવી રહ્યા છે.

શું કહે છે વેપારીઓ

image source

એક વેપારનું કહેવું છે કે ડાયમંડ ટ્રેન્ડ મહિલાઓમાં ફેમસ થઈ રહ્યો છે. ડાયમંડ લેન્સની કિંમત પણ ચોંકાવનારી છે અને સાથે મહિલાઓની આંખોને આ લેન્સ ચમકાવી રહ્યા છે. વેપારીનું કહેવું છે કે આ ડાયમંડ લેન્સની કિંમત 25 હજાર રૂપિયાથી લઈને 60 હજાર રૂપિયા સુધીની હોય છે. જે લોકો ઓર્ડર આપી રહ્યા છે તેમાં મહિલાઓની સંખ્યા વધારે જોવા મળે છે. આ સિવાય હાલમાં આંખોમાં ડાયમંડ લગાવવાનો ક્રેઝ અને ટ્રેન્ડ બંને જોવા મળી રહ્યા છે.

શા માટે સુરત જ

image source

સુરતમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રી છે અને અહીંના હીરા કારીગરો ઉત્તમ ચીજો બનાવવા માટે પણ જાણીતા છે. ફેશનિસ્ટોમાં આ પ્રકારના કોન્ટેક્ટ લેન્સની ડિમાન્ડ વધારે જોવા મળે છે. તમે પણ આ લેન્સની કિંમત જાણીને ચોંકી જાવ તે શક્ય છે. દરેક લેન્સની કિંમત ડાયમંડના આધારે નક્કી કરાય છે.

કેવી રીતે તૈયાર થાય છે ડાયમંડના કોન્ટેક્ટ લેન્સ

image source

સુરતના એક વેપારના જણાવ્યા અનુસાર ડાયમંડના કોન્ટેક્ટ લેન્સ બનાવવા માટે અડધા સેન્ટથી માંડીને દોઢથી 2 સેન્ટના ડાયમંડનો ઉપયોગ કરાય છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર 10 હજાર રૂપિયાથી લઈને 40 હજાર રૂપિયા સુધીના લેન્સ તૈયાર થઈ રહ્યા છે. અત્યાર સુધી ડાયમંડ ફક્ત સેટમાં વપરાતુ હતું પરંતુ હવે તેનો ઉપયોગ આંખના કોન્ટેક્ટ લેન્સ બનાવવા પણ કરાય છે. આ એક પ્રગતિ દર્શાવતું પાસું છે.