ધો. 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષાની તારીખ આવી ગઈ, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થી માટે કરાઈ આ સુવિધા

એક તરફ કોરોના તો એક તરફ સુરતમાં શાળા કોલેજ પણ બંધ કરવામાં આવ્યા. સાથે જ મોલ પણ બંધ કરાયા. અમદાવાદમાં પણ કડક પગલા ભરવામાં આવ્યા. આ બધાની વચ્ચે એક નિર્ણય કરવામાં આવ્યો કે આગામી 19મી માર્ચથી 27 માર્ચ દરમિયાન ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા યોજાઈ રહી છે. આ નિર્ણય ખુદ સરકારે કર્યો છે અને આ સાથે જ કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. જેના મુજબ જો વાત કરીએ તો કોરોનાના કારણે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓની પરીક્ષા શાળા દ્વારા નવા પ્રશ્નપત્રો કાઢીને ફરીથી લેવામાં આવશે એવી વાત કરવામાં આવી રહી છે.

image source

પરિપત્રમાં એવો પણ ઉલ્લેખ છે કે જો કોઈ શાળા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં હોય તો એ કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્ત થયા બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે. જો કે એક વાત તો કોઈ નકારી ન શકે કે કોરોનાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને ઘણી અસર પડી છે, પરંતુ મૂલ્યાંકન માટે પરીક્ષા લેવી જરૂરી હોવાથી સાવચેતી સાથે પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

image source

એવામાં શુક્રવારે 19 માર્ચથી 27 માર્ચ સુધી લેવાનારી પરીક્ષામાં આંતરિક મૂલ્યાંકન અને વર્ગ બઢતીમાં ગણતરી માટે લેવાનો નિર્ણય સરકારે કરી નાંખ્યો છે. આ પરીક્ષા આપવી બાળકોના શૈક્ષણિક હિતમાં છે, પરંતુ કોરોનાને કારણે કોઈ બાળકને અન્યાય ન થાય એ માટે કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં પરીક્ષા ફરીથી યોજવાની જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન. રાજગોર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે.

image source

હાલમાં એક એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે એની જો વાત કરવામાં આવે તો શાળાઓ પોતાની રીતે પ્રથમ સત્ર અને વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે. સાથે જ સારી વાત એ છે કે બોર્ડ દ્વારા ધો.9 થી12માં 30 ટકા અભ્યાસક્રમ ઘટાડી પણ દેવામાં આવ્યો છે, ત્યારે સ્કૂલો બોર્ડ દ્વારા જાહેર કરાયેલા 70 ટકા અભ્યાસક્રમ મુજબ અને નવા પ્રશ્નપત્ર પરિરૂપ મુજબ પરીક્ષા લેવાની રહેશે એવી માહિતી આપી છે.

image source

આ સાથે જ જો પેપર વિશે વાત કરવામાં આવે તો ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નપત્રોના 80 માર્ક્સ રહેશે, જ્યારે પ્રથમ પરીક્ષામાં 50 માર્ક્સ રહેશે તેમજ આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે આ વખતે સ્કૂલ અને કોલેજોમાં સત્ર મોડું શરૂ થયું છે. જેથી અભ્યાસ અને પરીક્ષા પણ મોડી શરૂ થઈ છે. ત્યારે બે દિવસ પહેલાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે. જેમાં વિદ્યાર્થીઓ ઘરેથી અને સ્કૂલે આવીને પરીક્ષા આપી શકે તેમ હતું, પરંતુ કોરોનાના કેસ વધતા મોટા ભાગના વિદ્યાર્થીઓએ ઘરેથી જ પરીક્ષા આપવાનું પસંદ કરી રહ્યા છે અને પરીક્ષા લેવાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!