ગોધરામાં સંયમના માર્ગે જતાં પહેલા આ યુવતીએ કર્યું મતદાન, જૈન ધર્મની દીક્ષા લેતાં પહેલાં કર્યો મતાધિકારનો ઉપયોગ

આજે ગુજરાતમાં ઠેર ઠેર મતદાનનો માહોલ હતો અને મતદારોમાં પણ અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અલગ અલગ જગ્યાએથી નવા નવા દાખલા બહાર આવી રહ્યા છે અને ત્યારે વધુ એક દાખલો સામે આવ્યો છે અને જેનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. આ વાત છે પંચમહાલ જિલ્લાના ગોધરાની. કે જ્યાં યુવતી કાંચી શાહે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને લોકોને એક નવું જ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

image source

પણ આ કેસમાં સૌથી રોચક અને મહત્વપૂર્ણ વાત એ છે કે, કાંચી શાહ આગામી 3 માર્ચે સંસારનો ત્યાગ કરીને સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. માત્ર ગણતરીના દિવસો જ પોતાના પરિવારજનો સાથે વિતાવવાની તક છે, ત્યારે આજે લોકશાહીના પર્વને સૌથી મોટો દિવસ એટલે કે મતદાનનો દિવસ છે, એ માટે કાંચી શાહે સમય કાઢી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિગતે વાત કરીએ તો ગોધરાની કાંચી શાહ હાલ ગોધરાના મકનકુવા વિસ્તારમાં રહે છે, તે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલી છે.

ગોધરાની યુવતી આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઇ રહી છે
image source

દિશાએ જાહેરાત કરી દીધી છે કે આગામી 3 માર્ચે જૈન ધર્મની દીક્ષા લેવા જઈ રહી છે. જો કે દીક્ષા લીધા પહેલા તેને મતદાન કરવાની પોતાની ફરજ પૂર્ણ કરી હતી એ સૌથી સારી બાબત છે. મતદાન કરીને ગોધરાની કાંચી શાહે જણાવ્યું હતું કે, મે મારા મતદાનનો ઉપયોગ કર્યો છે, સૌ-કોઇને મારી અપીલ છે કે, તમે પણ તમારા મતદાનનો ઉપયોગ કરજો. ઉલ્લેખનીય છે કે આજે ગુજરાત રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓનું મતદાન રવિવારે સવારે 7થી સાંજે 6 દરમિયાન યોજાયું હતું.

image source

હાલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પાલિકા પંચાયતોની કુલ 8302 બેઠકો માટે 22,116 ઉમેદવારો મેદાનમાં છે. 240 બેઠકો અગાઉ બિનહરીફ જાહેર થયેલી છે. 36,218 મતદાન મથકો પર કુલ 2.97 કરોડ નોંધાયેલા મતદારો હતા. જેમાંથી 60 ટકા મતદારોએ મતદાન કર્યું છે. હવે 2જી માર્ચે મતગણતરી યોજાશે. જો કે મતદાન મામલે સૂસ્ત રહેલા શહેરો કરતા ગામડા ગાજ્યા છે અને 6 વાગ્યા સુધીનું સરેરાશ 60 ટકા મતદાન નોંધાયું હતું. આમ મહાનગર પાલિકાના મતદાન કરતા 15 ટકા જેટલું વધું મતદાન નોંધાયું છે.

image source

આ સિવાય પણ એક દાખલો હાલમાં ચર્ચામાં આવ્યો છે અને એ પણ એક યુવતીનો જ છે. કહેવાય છે કે લગ્ન એ જીવનના સોળ સંસ્કાર પૈકીનો અનોખો અને જીવન બદલનારો સંસ્કાર ગણાય છે. વડોદરા જિલ્લાના પાદરાની અંકિતા ગાંધીના આજે લગ્ન યોજાયા હતા. જેના ભાગરૂપે પીઠી ચોળવાની વિધિ રાખવામાં આવી હતી. ઘર આંગણે મંગળ ગાન શરૂ થઈ ગયું હતું. તેની સાથે આજે પાદરા નગરપાલિકા માટે મતદાન હતું અને અંકિતા એક મતદાર હતી. તેણે પ્રભુતામાં પગલાં પાડતા પહેલાં લોકશાહીની પ્રભુતાને સાચવવાનો સંકલ્પ કર્યો અને લગ્ન વિધિ પહેલા લોકશાહીના પાયાના સંસ્કાર સમાન મતદાન કર્યું હતું. અંકિલાના વડીલોએ પણ તેના આ નિર્ણયને અનુમોદન આપ્યું હતું અને તેઓ પણ તેની સાથે જોડાયા અને મતદાન મથકે આવ્યા હતા. લગ્નની તામઝામમાં મતદાન ભૂલાય નહીં એની કાળજી લીધી હતી. અંકિતા અને વડીલોએ સાથે મતદાન કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્ય ભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!