હૈયા ફાટ રૂદન સાથે ગુજરાતના વીર શહીદને અપાયો અગ્નિદાહ, પરિવાર પર તૂટી પડ્યું આભ, કરુણ તસવીરો જોઇને તમે પણ રડી પડશો

માતૃભૂમિની સુરક્ષા કરવા માટે દેશની સરહદે હંમેશા ખડેપગે પોતાની ફરજ નિભાવતા નડીયાદના એક જવાન સૈનિક શહીદ થઈ ગયા છે. CRPFના સૈનિક દિનેશભાઈ મેટકરનું હ્રદય રોગનો હુમલો આવવાના કારણે તેમનું અવસાન થઈ ગયું. ગામના તમામ વ્યક્તિઓની આંખોમાં આંસુથી ભરાઈ આવી. જયારે દિનેશભાઈ સાથે આ દુઃખદ ઘટના ઘટી ત્યારે તેઓ શ્રીનગરના કુપવાડામાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા. દિનેશભાઈ મેટકરને હાર્ટ એટેક આવ્યા પછી તાત્કાલિક તેમને હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જ તેમનું મૃત્યુ થઈ જવાથી તેમના સાથી સૈનિકો પણ શોકમગ્ન થઈ ગયા.

image source

મૂળ નડીયાદના રહેવાસી અને સેન્ટ્રલ રીઝર્વ પોલીસ ફોર્સમાં પોતાની ફરજ બજાવી રહેલ જવાન દિનેશભાઈ મેટકરનું હ્રદય રોગના હુમલાના કારણે અકાળે અવસાન થઈ જવાથી તેમના પરિવાર પર મુશ્કેલીઓનો પહાડ આવી પડ્યો છે. સોમવારના સવારના સમયે દિનેશભાઈ મેટકરને ગાર્ડ ઓફ ઓનરની સાથે અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. દિનેશભાઈ મેટકરની અંતિમયાત્રામાં તમામ ગામના લોકો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની સાથે દેશપ્રેમીઓ પણ જોડાઈ ગયા હતા. ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના જયઘોષની સાથે દિનેશભાઈ મેટકરની અંતિમયાત્રા સમયે દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ હતી.

image source

નડિયાદના કપડવંજ માર્ગ પર આવેલ શુભ લક્ષ્મી સોસાયટીમાં રહેતા દિનેશભાઈ મેટકર CRPFમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. જયારે દિનેશભાઈ મેટકરને હ્રદય રોગનો હુમલો આવ્યો ત્યારે તેઓ જમ્મુ- કશ્મીર રાજ્યની રાજધાની શ્રીનગરમાં ફરજ બજાવી રહ્યા હતા. તે સમય દરમિયાન દિનેશભાઈ મેટકરનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું હતું. જેના લીધે દિનેશભાઈ મેટકરના પરિવારના સભ્યો પર પહાડ તૂટી પડ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

image source

રવિવારના રાતના સમયે દિનેશભાઈના મૃતદેહને અમદાવાદ એરપોર્ટ પર લાવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ મોડી રાતના સમયે દિનેશભાઈના મૃતદેહને તેમના વતન નડીયાદ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં દિનેશભાઈના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર અબ્દ બીજા દિવસે સવારના સમયે CRPF જવાન દિનેશભાઈના પાર્થિવ દેહને તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. જયારે દિનેશભાઈ મેટકરના મૃતદેહને તેમના ઘરે લઈ જવામાં આવે છે ત્યારે દિનેશભાઈની માતા, પત્ની અને બંને દીકરીઓ દિનેશભાઈના મૃતદેહને ભેટીને ખુબ જ રડી રહી હતી. દિનેશભાઈની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળીને પારસ સર્કલની નજીક આવેલ મુક્તિધામએ પહોચી હતી. દિનેશભાઈની અંતિમયાત્રામાં સૌથી આગળ બાઈક ત્યાર બાદ ટ્રેક્ટર અને છેલ્લે પગપાળા ચાલી રહેલ લોકો સામેલ થયા હતા. આ તમામ વ્યક્તિઓ દ્વારા ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘જબ તક સુરજ ચાંદ રહેગા દિનેશભાઈ આપકા નામ રહેગા’ તેવા નારા મુક્તિધામ સુધી પહોચ્યા ત્યાં સુધી લગાવવામાં આવ્યા હતા.

image source

દિનેશભાઈની અંતિમયાત્રામાં સમાજના આગેવાનોની સાથે અગ્રણી નગરજનો પણ સામેલ થયા હતા. દિનેશભાઈના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાનેથી બે કિલોમીટર દુર આવેલ મુક્તિધામમાં લઈ જવામાં આવ્યો જ્યાં તમામ શાસ્ત્રોક્ત વિધિ પૂર્ણ કરી લીધા બાદ દિનેશભાઈની બે દીકરીઓએ સાથે આવીને પિતાના પાર્થિવ દેહને મુખાગ્ની આપી હતી. અકાળે અવસાન થઈ જવાના લીધે દિનેશભાઈના પત્ની અને બે દીકરીઓનો સહારો અચાનક છીનવાઈ ગયો છે. દિનેશભાઈના ઘરમાં તેઓ એક જ દીકરા કમાણી કરતા વ્યક્તિ હતા જેમને ગુમાવી દીધા બાદ દિનેશભાઈના પરિવાર પર મુસીબતો આવી પડી છે.

image source

અંતિમ સંસ્કાર કરવા દરમિયાન મિત્રો અને સોસાયટીના રહેવાસીઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપીને દિનેશભાઈના પરિવારની સાથે ઉભા રહ્યા હતા. દિનેશભાઈની અંતિમયાત્રામાં હાલની ચૂંટણીમાં વ્યસ્ત એવા એક પણ નેતા કે રાજકારણીએ હાજરી આપી હતી નહી જેની નોંધ અંતિમયાત્રામાં હાજર રહેલ લોકો દ્વારા લેવામાં આવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!