રાત દિવસ સતત 72 કલાક દોડીને અમરેલીના ખેડૂતના દીકરાએ બનાવી નાંખ્યો ઈતિહાસ, અત્યાર સુધી કોઈએ નથી કર્યું આવું

મહેનત ક્યારેય એળે નથી જતી. એ પછી પશુ કરે કે માનવી. ત્યારે હાલમાં એક એવો જ કિસ્સો વાયરલ થઈ રહ્યો છે અને જેને લોકો ગુજરાતનો મિલ્કાસિંઘ પણ બોલાવી રહ્યાં છે. તો આવો વાત કરીએ આ શખ્સની. સામાન્ય રીતે એવું હોય કે ફીટ રહેવા માટે અનેક લોકો વહેલી સવારથી વોકિંગ-રનિંગ કરતા હોય છે. પરંતુ આ દોડવીરની તો વાત જ કંઈક અલગ છે. તેમની કહાની સાંભળીને પણ નવાઈ લાગશે. આ શક્સ પર સિદ્ધિ તેને જઈને વળે જે પરસેવે ન્હાય કહેવત પણ લાગુ પડે છે.

image source

સામાન્ય રીતે ગ્રાઉન્ડ પર સતત લોકો દોડતા હોય છે. ત્યારે એક એવો દોડવીર જે સતત 72 કલાક સુધીને ગ્રાઉન્ડમાં દોડીને ફીટ ઇન્ડિયાનો મેસેજ જનતા સુધી પહોચાડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હા મિત્રો આ જ દોડવીર વિશે આજે તમારી સાથે વાત કરવી છે. 72માં પ્રજાસત્તાક દિને 72 કલાકનું રનિંગ કરીને રેકોર્ડ પણ બનાવ્યો એવું પણ આ ગુજરાતના મિલ્કાસિંઘે કરી બતાવ્યું હતું. આ યુવા દોડવીરનું નામ છે ઘનશ્યામ અને 24 વર્ષના આ ઘનશ્યામ સુદાનીએ દેશને ફીટ રહેવાના મેસેજ સાથે 72 કલાકનું નોન સ્ટોપ રનિંગ કરી રહ્યો હતો.

image source

જો વિગતે વાત કરીએ તો ઘનશ્યામ સુદાનીએ રાત-દિવસ એક કરીને સતત રનિંગ કરીને 72માં પ્રજાસતાક દિનની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આ વાત હવે દેશના અલગ અલગ યુવાનો સાથે શેર કરવામાં આવી રહી છે અને લોકો વખાણી તેમજ વધાવી પણ રહ્યાં હતા. જો તેમના સંઘર્ષ વિશે વાત કરીએ તો એક નાના ગામડામાંથી આવેલા ખેડૂત પુત્ર ઘનશ્યામ સુદાની 24 વર્ષની વયે ફીટ ઈન્ડિયાનો મેસેજ લઈને લોક જાગૃતિ ફેલાવી રહ્યો છે. સાથે જ ઘનશ્યામ સુદાનીએ અનેક દોડ કોમ્પિટીશનમાં પણ પહેલો નંબર મેળવ્યો છે. ફીટ ઇન્ડીયાના મેસેજ સાથે દોડ લગાવેલ ખેડૂત પુત્ર ઘનશ્યામ સુદાનીએ સ્પોટ્સ ક્ષેત્રે આગળ વધવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ 72માં પ્રજાસત્તાક પર 72 કલાકની નોન સ્ટોપ દોડ કરીને ફીટ ઈન્ડિયાનો મેસેજ પૂરો પાડી રહ્યો હતો.

image source

પ્રથમવાર થઇ રહેલી પ્રજાસત્તાક દિવસની અનોખી ઉજવણીમાં અનેક દોડવીર ઘનશ્યામને પ્રોત્સાહન આપવા પણ આવ્યા હતા અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી જ્યારે દેશભરમાં થઈ ત્યારે નામાંકિત ક્લબ રાજપથ કલબમાં ઘનશ્યામ જેવા દોડવીરના દ્વારા અનોખા અંદાજમાં 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.

image source

રાત દિવસ દોડી રહેલા ઘનશ્યામની વોચ માટે સતત સીસીટીવી કેમેરા, મેડીકલ ટીમ દ્વારા તપાસ સહીતની તકેદારી પણ રાખવામાં આવી હતી. લોકો પણ આ વાતને એક સરસ મેજેસ સમજીને વાયરલ કરી રહ્યાં હતા. ત્યારે ફરીવાર આ પટેલના દીકરાને લોકો યાદ કરી રહ્યાં છે.