Site icon News Gujarat

પત્નીએ પતિ સાથે વિવાદ થતાં નવમાં માળેથી કૂદકો માર્યો, પતિ આ રીતે પહોંચ્યો બચાવવા અને પછી થઈ જોવા જેવી

પતિ પત્ની વચ્ચે નાના નાના વિવાદો તો ચાલતાં હોય છે પરંતુ જો આ વિવાદો સતત ચાલતા રહે અને મોટાં વિવાદોમાં પરિણામે તો તેના ખરાબ પરિણામો આવ્યાં હોય છે. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં આ વિવાદોને કારણે એક અણબનાવ બન્યો હતો. આ ઘટનાં સામે આવી છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી. આ સમગ્ર ઘટનાનો એક હૃદયસ્પર્શી વીડિયો પણ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ વિજયનગરમાં ક્રોસિંગ રિપબ્લિક સોવરિન સોસાયટીમાં રહેતી એક મહિલા તેના પતિ સાથેની લડાય બાદ નવમા માળેથી કૂદી પડી હતી.

image source

આ દરમિયાન તેના પતિએ પત્નીને લાંબા સમય સુધી રેલિંગ પર પકડી રાખી હતી. તે ત્રણ મિનિટ સુધી હવામાં ઝૂલતી રહી હતી. આ પછી જ્યારે પતિની પકડ ઢીલી થાય છે મહિલાની ત્યાંથી નીચે પડી ગઈ હતી. જાણવા મળ્યું છે કે તેને ગંભીર ઈજાઓ પણ છે. જો કે અવાજ સાંભળીને ઘટના સ્થળે પહોંચેલા પડોશીઓએ નીચેની તરફ ગાદલા મુકી દીધા હતા જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આ કેસ વિશે પોલીસના જણાવ્યા મુજબ સેવરિયર સોસાયટીના પ્લોટ નંબર -903માં રહેતા ફરાઝ હસનનો તેની પત્ની સાદિયા સાથે વિવાદ થયો હતો.

image source

થોડીવારમાં તો આ મામલો એટલો વધી ગયો હતો કે સાદિયા રેલિંગ તરફ દોડી ગઈ હતી. આ પછી ફરાઝ પણ તેની પાછળ દોડી ગયો હતો. તેણે સાદિયાને રેલિંગ પર પકડી લીધી હતી. તેણે ખુબ પ્રયત્ન કર્યાં કે તે પોતાની પત્નીને બચાવી શકે પણ તે સફળ થયો નહીં. ધીરે ધીરે સાદિયાનો હાથ છૂટતો ગયો અને આખરે હાથ સાવ છૂટી જતા તે નીચે પડી ગઈ હતી. હવે ગંભીર રીતે ઘાયલ સાદિયાને નોઈડાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વીડિયો વાયરલ થયા પછી આ મામલો સ્થાનિક પોલીસના ધ્યાનમાં આવ્યો હતો. હજી સુધી આ મામલે કોઈ અહેવાલ દાખલ કરાયો નથી.

image source

પોલીસનું કહેવું છે કે તેમને હજી સુધી કોઈ ફયસરિયાદ મળી નથી. ત્યાંનાં સેન્ટર અધિકારી કહે છે કે આ સમયે ફ્લેટમાં કોઈ નથી અને તાળા મારી દેવાયા છે જેથી આ મામલે આગળ કઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ અગાઉ યુપીમાં એક મામલો સામે આવ્યો હતો જ્યાં પતિ પત્ની વચ્ચેનાં વિવાદના કારણે આખો પરિવાર ભાંગ્યો હતો. પતિએ પત્નીને મારી મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને પછી પોતે પણ એક ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. બંનેનું આ રીતે એક સાથે મોત થઈ જતાં બાળકો અનાથ બની ગયા હતા.

Exit mobile version