બબિતાજીએ કર્યો જેઠાલાલને કોલ, સામેથી એવો જવાબ મળ્યો કે ઉડી ગયા હોંશ, હવે કેવી રીતે અય્યર….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં(Taarak Mehta Ka Ooltah Chashmah) માં જેઠાલાલના માથા પર રહેલુ 50 લાખનું કર્જ ઉતરી ગયું છે. બોગીલાલ પાસેથી જે પૈસા તેમને મળ્યા તે રેમસન કંપનીને આપીને તેમના તેમના ધંધા પર આવેલુ સંકટ ટળી ગયું છે. પણ જેઠાલાલનું ભાગ્ય એવુ ક્યાં છે કે ખુશીઓ તેની સાથે લાંબા સમય સુધી ટકે. જેઠાલાલની પાસે જેવી ખુશી આવે છે તેમની સાથે સાથે મુશ્કેલી પણ જેઠાલાલને ઘેરી લે છે અને હવે જેઠાલાલના જીવનમાં ફરી એકવાર મુશ્કેલીઓ આવવાની છે. કારણ કે ઉત્સાહથી ભરેલા જેઠાલાલે બબીતા જીને વચન આપ્યું છે, પરંતુ તે આ વચન કેવી રીતે પૂર્ણ કરશે તે મોટો સવાલ છે.

બબીતાજીના ઘરે ગેસ સિલિન્ડર પુરો થઈ ગયો

Taarak Mehta Ka Ooltah Chashmah latest episodes How will Jethalal be able to deliver cylinders to Babita ji house
image source

ખરેખર એવું બન્યું કે બબીતાજી ઘરે વિશેષ રાત્રિભોજન બનાવી રહી હતી અને એ એય્યર માટે સ્પેશ્યલ ડીનર. અને પહેલા જ બબીતાજીના ગેસ સિલિન્ડરમાં ગેસ ખતમ થઈ ગયો અને તેઓ આનાથી પરેશાન છે. હવે જેઠાલાલ બબીતા જીને પરેશાન કેવી રીતે જોઈ શકે છે. કારણ કે બબીતાજી પરેશાન થાય તો જેઠાલાલ પણ પરેશના થઈ જાય છે. તેથી, ઉત્સાહમાં આવીને જેઠાલાલે બબીતા જીને વચન આપ્યું છે કે તેઓ તેમના ઘરે સિલિન્ડર પહોંચાડીને જ રહેશે. પરંતુ તેમને વચન આપ્યા બાદ આ મામલાની ગંભીરતા સમજમાં આવી, હવે તેના હોશ ઉડી ગયા છે અને તે મદદની માંગ કરી રહ્યા છે.

છેવટે કોણ કરશે જેઠાલાલની મદદ?

image source

હવે જેઠાલાલન આશા રાખી રહ્યા છે કે કોઈ તેની મદદ કરે, આ માટે પહેલા તેણે બાઘાની મદદ માંગી પરંતુ ત્યા મદદ મળી નહીં અને પછી ડો હાથીનીે વિનંતી કરી. જો કે, ડો. હાથીએ જેઠાલાલને જેઠાલાલના ઘરમાંથી સિલિન્ડર કાઢી આપવામાં મદદ કરી અને એવો આઈડિયા આપ્યો કે જેઠાલાલનું અડધું કામ થઈ ગયું. બસ, હવે એ જોવું રસપ્રદ રહેશે કે જેઠાલાલ બબીતાજીના ઘરે સિલિન્ડર કેવી રીતે પહોંચાડે છે. તે પહોંચાડે છે કે નહીં.

image source

આ ઉપરાંત જેઠાલાલ વધુ એક મુસિબતમાં ફસાઈ ગયા છે. આ સમસ્યા છે રોંગ નંબરની. વાસ્તવમાં કોઈ દુકાને પહોંચેલા જેઠાલાલને વારંવાર ફોન કરીને ચુન્નીલાલ વિશે પૂછે છે અને દર વખતે જેઠાલાલ ચિંતાતુર બની જાય છે.

બબિતાજીએ કોલ કર્યો અને થયો લોચો

image source

વારંવાર કોલ આવવાથી જેઠાલાલ એટલા તંગ આવી ગયા કે હતા કે જ્યારે બીજો કોલ આવ્યો ત્યારે તેમણે સામેથી કોઈનો અવાજ શાંભળ્યા વિના જ કહી દીધુ કે, ચુન્નીલાલ મરી ગયો. પરંતુ જ્યારે સામેથી બબીતાજી બોલ્યા ત્યારે જેઠાલાલના હોશ ઉડી ગયા અને ત્યારબાદ તેણે બબીતા જીને આખી વાત કહીને મામલો સમજાવ્યો. હવે ચાલો તમને જણાવીએ કે બબીતાજીએ જેઠાલાલને કેમ ફોન કર્યો? ખરેખર, બબીતા જીને મિક્સર ગ્રાઇન્ડરની જરૂર છે અને તેમણે જેઠાલાલની દુકાનમાંથી તે જ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

શું ફરી થશે કોઈ ગડબડી

image source

હવે સવાલ એ છે કે શું જેઠાલાલ બબીતા જીના ઘરે મિક્સર ગ્રાઇન્ડર સહી સલામત પહોંચાડી શકશે? આ પ્રશ્ન એટલા માટે છે કે, કારણ કે જ્યારે જ્યારે જેઠાલાલ ખુશ હોય છે, ત્યારે ત્યારે કોઈ ગડબડ થાય છે. હવે આ વખતે શું ગડબડ થશે. અને ગડબડ ન થાય તો સારું છે કારણ કે બબીતા જી અને ઐય્યર માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે, બંને પ્રથમ વખત ડેટ પર ગયા હતા. અને આથી જ બંનેએ આ દિવસને ખાસ રીતે ઉજવવા વિશે વિચાર્યું છે. બબીતા જી ઐયર માટે વેજીટેબલ કરી બનાવવા માંગે છે અને તેથી જ તેમને મિક્સર ગ્રાઇન્ડરની જરૂરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!