રાષ્ટ્રપતિ જો બાઇડનના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહેલા 150થી વધુ સુરક્ષાકર્મચારીઓ થયા…

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડને સત્તા પર આરુઢ થયાની સાથે જ સૌથી પહેલા કોરોના વાયરસને લઈને આકરા નિર્ણય લેવાની શરુઆત કરી છે. કોરોના જે હવે અમેરિકા માટે પડકાર બની ચુક્યો છે તેના માટે જો બાઈડેને કેટલાક નિર્ણયો લીધા છે. માસ્ક પહેરવું ફરજિયાત કરવાની વાત સાથે તેમણે નિર્ણય કર્યો છે કે અન્ય દેશમાંથી અમેરિકા આવતા લોકોએ વિમાનમાં સવાર થતા પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે. અમેરિકા માટે રવાના થતા પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ પણ અમેરિકા આવીને વ્યક્તિએ એકાંતવાસમાં રહેવું પડશે.

image source

એક તરફ નવા રાષ્ટ્રપતિ કોરોનાને લઈને આંકરા નિર્ણય લઈ રહ્યા છે તો બીજી તરફ અહીં વાયરસનું સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. કોરોના વાયરસથી તાજેતરમાં જ મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ જ સંક્રમિત થયા છે. આ સુરક્ષાકર્મીઓ પણ એવા છે જેઓ રાષ્ટ્રપતિ બાઈડનના રાષ્ટ્રપતિપદ માટેના શપથગ્રહણ સમારંભમા હાજર હતા. જાણવા મળ્યાનુસાર 200 જેટલા નેશનલ ગાર્ડ્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહત્વનું છે કે શપથવિધિમાં 25000 જવાનો તૈનાત હતા તેમાંથી 150થી વધુ કોરોના સંક્રમિત હોવાનું હવે સામે આવ્યું છે.

image source

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદનો કાર્યભાર સંભાળતાની સાથે જ જો બાઈડને કોરોનાને દેશમાંથી નેસ્તોનાબૂદ કરવા માટેની તૈયારીઓ શરુ કરી દીધી છે. રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ સૌથી પહેલા તો જો બાઇડને માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યું હતું. સાથે જ અમેરિકામાં વિદેશથી આવતાં વ્યક્તિઓએ કડક રીતે ક્વોરોન્ટાઈન પીરીયડ ફોલો કરવાના પણ આદેશ આપ્યા છે.

image source

રાષ્ટ્રપતિ બન્યાના પહેલા જ દિવસે તેમણે વ્હાઈટ હાઉસમાં 10 કાર્યકારી આદેશો ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ તકે તેમણે કહયું હતું કે દેશમાં કોરોનાથી થતા મોતના આંકડાઓ આગામી મહિને ચાર લાખથી વધીને પાંચ લાખ થઇ શકે છે. આથી આ સ્થિતિથી છુટકારો મેળવવા કેટલાક નિયમો અનિવાર્ય બન્યા હતા.

image source

બાઈડેને વધુમાં કહયું હતું દેશ રાષ્ટ્રીય કટોકટીમા છે અને તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક કડક અને અગત્યના નિર્ણય લેવામાં આવશે. બાઇડેને કહયું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જનતાએ જે ભરોસો ગુમાવ્યો હતો તે વિશ્વાસ તેઓ ફરીથી લાવવા ઈચ્છે છે.

image source

કોરોનાને લઈને વ્હાઈટ હાઉસના નવા કોવિડ -19 રિસ્પોન્સ કોઓર્ડીનેટર જેફ જાઇન્સે ટ્રમ્પ સરકારે મોટી ભૂલો કરી અને તેને નહી સુધારવા સુધીનો આરોપ કર્યો હતો. રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું હતું કે તેમને એવી સ્થિતિ વારસામાં મળી છે જેની સામે લડવું મુશ્કેલ છે પરંતુ આ કામ અશક્ય નથી તેમ તે સાબિત કરી બતાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત