Site icon News Gujarat

જેતપુરના આ ખેડૂત પરિવારે કોરોના કાળમાં બતાવી માનવતા, ઘરે બધી સુવિધા આપીને 65 દર્દીને કરી દીધા સાજા

કોરોનાની પહેલી લહેર કરતાં પણ બીજી લહેર વધારે ઘાતક સાબિત થઈ છે. આ વચ્ચે ઘણાં લોકો રોજગાર ખોઈ બેઠાં છે તો બીજી તરફ લોકોએ કરેલી બચત પણ કોરોના કાળમાં ખર્ચાઈ ગઈ છે. ગુજરાતની પ્રજા જરૂર પડે ત્યારે પોતાનું ખમીર બતાવવામાં પીછે હઠ કરતી નથી તેવું કહેવાય છે. આ વાત ખરેખર આજનાં સમયમાં પણ એટલી જ સાચી છે તેવું સાબિત કરતાં દ્રશ્યો જોવા મળ્યાં છે. મળતી માહિતી મુજબ રાજકોટની નજીક જેતપુર ગામના ખેડૂત જેઠસુરભાઈએ આ વાતને સાબિત કરી છે. તેમણે પોતાનું ત્રણ માળનું આખું મકાન જ કોરોનાના દર્દીઓની સેવા માટે સમર્પિત કરી દીધું છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો પ્રથમ માળે દર્દીઓ, બીજા માળે દર્દીના સગાઓ અને ત્રીજા માળે ખેડૂત પરિવાર રહે છે. વાત માત્ર અહી જ પૂરી નથી થતી આ પરિવાર રહેવાની સાથે દર્દીઓને ભોજન અને ઓક્સિજન માટે વ્યવસ્થા કરી આપે છે. તકેદારીના ભાગરૂપે આ પરિવાર માસ્ક પહેરીને દર્દીઓની સેવા કરી રહ્યો છે. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે કે 65 કિલોમીટર દૂર જેતપુરની અમરધામ સોસાયટીમાં 110 વારમાં 3 માળનો બંગલો છે જેની બહારથી નજર કરી તો પાર્કિંગ અને નીચેના હોલમાં 16 જેટલા કોરોના દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યુ હતું.

આને જે તમે પહેલી નજરે જોઈએ તો હોસ્પિટલ શરૂ થઈ હોય તેવુ લાગે પરંતુ તે ખરેખર જેતપુરના જેઠસુરભાઈનું ઘર છે. ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ ન મળતા દર દર ભટકતા કોરોનાના દર્દીઓને તેઓ પોતાના ઘરમાં સાચવી રહ્યા છે. આ સાથે નવાઈની વાત એ છે કે મકાનમાં દર્દીઓની સેવા કરતા આ લોકોએ પીપીઈ કિટ નથી પહેરી આ સિવાય તેઓ ગ્લોવ્ઝનો પણ ઉપયોગ કરી રહ્યાં નથી. અહીં જોઈ શકાય છે કે આ પરિવાર માત્ર માસ્ક પહેરીને સતત દર્દીઓની આસપાસ રહે છે.

image source

આ પછી આગળ જે વાત જાણવા મળી તે ખુબ જ નવાઈ પકડનારી હતી કે કોઇ અશક્ત હોય તો તેમને ટેકો આપી તેને બાથ ભીડીને આ પરિવાર અંદર સુધી લઈ જાય છે. હાલમાં અહીં કોરોના પીડિત 65 દર્દીઓ આ રીતે સારવાર લઈ રહ્યા છે. એક વ્યક્તિ સાથે થયેલી વાતમાં તેણે જણાવ્યું હતું કે 13 દિવસ પહેલાની વાત છે મારા કાકાના દિકરા બાઘાનો મને ફોન આવ્યો તેણે કહ્યું કે ઓક્સિજનનો બાટલો જોઈએ છે. મે અને મિત્રોએ મહેનત કરી ક્યાંય મળ્યો નહિ. મે મારા ગુરૂ ઈન્દ્રભારતીબાપુને ફોન કર્યો કે બાપુ લોકો બહુ તકલીફમાં છે. અત્યારે મદદનો સમય છે.

image source

આ વાત કરતાં જ બાપુએ કહ્યુ સેવા શરૂ કરો પણ તમારૂ પણ ધ્યાન રાખજો. બસ પહેલા નોરતે સેવાનુ અનુષ્ઠાન શરૂ કરવાનો નિર્ણય લીધો અને મારા મિત્ર જગાભાઈ સાગે મળીને ઓક્સિજનના સિલિન્ડરની વ્યવસ્થા કરી. ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી સામાન હટાવી દીધો અને ત્યાં ગાદલા પાથરી દર્દીઓ માટે વ્યવસ્થા કરી દીધી. તેમણે આગળ વાત કરતાં કહ્યું કે અમે જેનુ ઓક્સિજન લેવલ ઓછુ હોય તેની સેવા કરીએ છીએ. ડોક્ટરને બોલાવ્યા સિલિન્ડરનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજી લીધું. અત્યાર સુધીમાં 65 દર્દીઓ અહિ આવ્યા છે તેમાંથી બેના મોત થયા બાકી બધા સ્વસ્થ થઈને ઘરે ગયા છે.

image source

જાણવા મળ્યું છે કે પરિવાર જ દર્દીઓ માટે રસોઈ બનાવે છે. જેઠસુરભાઈ સાથે જ્યારે આ અંગે વાત થઈ તો તેમણે જણાવ્યુ હતુ કે બપોરે અને સાંજે દર્દીઓની માગ મુજબ જમવાની વ્યવસ્થા રાખી છે. મારો પરીવાર જ રસોઈ બનાવે છે. દરરોજ 30થી 35 લોકો જમે છે. આગળ વાત કરતા તેમણે કહ્યું કે વધુ માણસો થઈ જાય તો બહારથી મંગાવી લઇએ છીએ. આ ઉપરાંત મારા મિત્રો પણ જમવાની વ્યવસ્થા કરી અને અમને સહાય આપી રહ્યાં છે.

image source

મળતી માહિતી મુજબ 12 દિવસથી ચાલી રહેલા સેવાના આ સેવાયજ્ઞની સુવાસ સૌરાષ્ટ્રભરમાં પ્રસરી છે. હવે માત્ર આસપાસ જ નહિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ અહિં ઓક્સિજનની સારવાર લેવા આવે છે. હવે આ વાત વાયુ વેગે આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગઈ છે અને અહીં ઘણાં લોકો આવી રહ્યાં છે. આ પરિવાર દ્વારા થઈ રહેલાં સેવાનાં આ કામ માટે લોકો તેમની વાહ વાહ કરી રહ્યાં છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version