બોલિવૂડમાં કોરોનાનો હાહાકાર: પરેશ રાવલ કોરોના સંક્રમિત, જાણો ટ્વીટ કરીને શું કહી મોટી વાત…

કોરોના વાયરસનો કહેર દેશમાં ફરી એક વાર ઝડપથી વધી રહ્યો છે. દેશમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના નવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આવા સમયે બોલિવૂડમાં પણ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. આમિર ખાન અને કાર્તિક આર્યન બાદ તાજેતરમાં જ સચિન તેંદુલકર કોરોના પોઝિટીવ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે હવે બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલ પણ કોરોના પોઝિટીવ થયા હોવાનું સામે આવ્યુ છે. પરેશ રાવલે(Paresh Rawal) ટ્વિટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યથી, હું કોરોના પોઝિટિવ આવ્યો છું.

image source

છેલ્લા 10 દિવસથી મારી સાથે જે કોઈ સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને ટેસ્ટ કરાવે. ” દેશમાં કોરોના વાયરસે (Coronavirus) ફરી માથું ઉંચક્યું છે. કોરોનાનું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેની વચ્ચે બોલિવૂડ એક્ટર અને ભાજપના પૂર્વ સાંસદ પરેશ રાવલ (Paresh Rawal)કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પરેશ રાવલ (Paresh Rawal)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ખુદ ટ્વિટ કરીને જાણકારી આપી હતી. પરેશ રાવલે(Paresh Rawal) ટ્વિટ કરીને કહ્યું કે, દુર્ભાગ્યથી, હું કોરોના પોઝિટિવ આવ્યો છું. છેલ્લા 10 દિવસથી મારી સાથે જે કોઈ સંપર્કમાં આવ્યા છે તેઓ કૃપા કરીને ટેસ્ટ કરાવે. ” બોલિવૂડ ઇન્સ્ટ્રીમાં છેલ્લા ત્રણ દિવસમાં કેટલાક સ્ટાર્સ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.

image source

તેમાંથી આમિરખાન, આર માઘવન અને મિલિંદ સોમણ જેવા સ્ટાર સામેલ છે. હવે અભિનેતા ઘર્મન્દ્રના ઘરમાં કામ કરતા ત્રણ લોકો પણ કોરોના સંક્રમિત થયા છે. ત્યારબાદ ધર્મેન્દ્રના પરિવારે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જો કે બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. રિપોર્ટ નેગેટિવ આવતા ધર્મેન્દ્રએ ભગવાનનો આભાર માન્યો હતો.

9 માર્ચે લીધી હતી વેક્સીન

65 વર્ષીય એક્ટર પરેશ રાવલ (Paresh Rawal) નવ માર્ચે કોવિડ 19 રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમણે વેક્સીન લીધા બાદ પણ પોતના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કરતાં જાણકારી આપી હતી. આમિર ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આમિર ખાનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં પોતોના ઘરે જ હોમ કોરેન્ટાઈન છે અને તમામ નિયમોનું પાલન કરી રહ્યા છે અને તેની તબીયતમાં સુધારો થઈ રહ્યો છે.

image source

જે કોઈપણ વ્યક્તિ હાલમાં તેમના સંપર્કમાં આવ્યા હોય તેને સાવચેતીના ભાગ રીતે પોતાનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમારા બધાની ચિંતાઓ અને શુભેચ્છાઓ માટે આભાર.” ઉલ્લેખનીય છે કે, વિતેલા વર્ષે આમિર ખાનની સાથે કામ કરનાર 7 કર્મચારી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા જેમાં કેટલાક તેમના સુરક્ષાકર્મી, ડ્રાઈવર અને ઘરમાં કામ કરનાર નોકર પણ સામેલ હતા.

આ એક્ટરને થઇ ચૂક્યો છે કોરોના

image source

થોડા દિવસો પહેલાં ઘણા અભિનેતા કોરોનાની ચપેટમાં આવ્યા જેમાં કાર્તિક આર્યન, સિદ્ધાંત ચર્તુવેદી, આર માધવન, આમિર ખાન જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

ગુજરાતમાં સતત વધી રહ્યું છે કોરોના સંક્રમણ

image source

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 2190 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1422 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં અત્યાર સુધી 2,96, 320 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 2,81,707 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 10134 એક્ટિવ કેસ છે, જેમાંથી 83 લોકો વેન્ટિલેટર પર અને 10051 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.07 ટકા પર પહોંચ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!