કોરોનાએ પરિવાર વિખેર્યો: પુત્રને જન્મ આપ્યા બાદ મહિલાએ આંખ મીચી હંમેશા માટે ભગવાનના ઘરની વાટ પકડી લીધી

કોરોનાની કારમી વ્યથા કઈક એવી છે કે આ કાળમુખા કોરોનાએ કઈ કેટલાય હસતા રમતા ઘરને ભેંકાર કરી દીધા છે. કઈ કેટલાય પરિવારોના માળા પિંખી નાખ્યા છે. કોઈના માથેથી છત્રા છીનવી લીધું તો કોઈના માથેથી જનેતાનો આધાર.

image source

આવો તમારું હૃદય કંપાવી જાય એવી એક ઘટનાગુજરાતના બનાસકાંઠામાં સામે આવી છે. અહીં એક યુવાન ગર્ભવતી સ્ત્રીએએ એના દિકરાને જન્મ આપ્યો ને સદાયને માટે એના આ લાડકા દીકરાને માતા વિનાનો કરી સદાયને માટે ભગવાનના ધામે જતી રહી હતી.

image source

વાત જાણે એમ છે કે કોરોના સંક્રમણથી પીડાતી એક યુવતી માતા બની હતી. તમને જણાવી દઈએ કે આ સ્ત્રી ડિલિવરીના સમયે જ કોરોના સંક્રમિત થઈ હતી. આ બહાદુર સ્ત્રીએ કોરોના સામે જંગ લડીને પોતાના દીકરાને જન્મ આપ્યો હતો. પણ પોતાના દીકરાને નવી દુનિયામાં લાવી આ માતા પોતાની જિંદગી સામેની બાજી હારી ગઈ હતી.

આ અંગે મળેલી માહિતી અનુસાર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામની અને રાજસ્થાનના હડમતીયા ગામે પરણાવેલી સરોજકુંવર કૃપાલસિંહ દેવડા ગર્ભવતી હતી અને પોતાની ગર્ભાવસ્થા દરમિયાન જ એ કોરોનાસંક્રમિત થઈ હતી.

image source

આ સ્ત્રીઓને જ્યારે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સરોજકુંવરને ધારપુર સિવિલ ખસેડાઈ હતી. જ્યાં સરોજે બેહોશ હાલતમાં દીકરાને જન્મ આપ્યો હતો. અને નસીબના ખેલ તો જુઓ સરોજને જ્યારે ભાન આવ્યું અને એને કહેવા આવ્યું કે એને દીકરો જન્મ્યો છે તો એ સાંભળતા જ સરોજકુંવરે અંતિમ શ્વાસ લીધા હતાં.

સરોજ જાણે પોતાના વ્હાલસોયા વિષે જાણવા જ યમરાજ સામે જંગ લડી રહી હોય તેવું લાગી રહ્યું હતું. હજી તો દુનિયાને આંખો ખોલીને સરખી રીતે જોવે એ પહેલાં જ આ નનાકડા બાળકે પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી. સરોજકુંવરનો મૃતદેહ તેમના પરિવારના લોકોને સોંપવામાં આવ્યો હતો.

હજી હમણાં જ જન્મેલા બાળકે એની માની છત્રછાયા ગુમાવી છે ત્યારે આ બાળકને ધારપુર મેડિકલ કોલેજમાં બેબીકેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રખાયું છે.

image source

આ વિશે ડૉક્ટરોનું કહેવું છે કે, સરોજકુંવરનું સિઝેરિયન કરાયું હતું. હાલ બાળક કેર સેન્ટરમાં છે, તેનો કોરોના આર ટીપીસીઆર ટેસ્ટ કરાયો છે, જેનું રિઝલ્ટ એક-બે દિવસમાં આવ્યા બાદ આ બાળકને પરિવારને સોંપવામાં આવશે.

આ કાળમુખો કોરોના હજી કેવા કેવા કપરા દિવસો બતાવશે એ તો ભગવાન જ જાણે, પણ આવી ઘટનાઓ સામે આવતા આંખો ભીંજાયા વગર નથી રહી શકતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!