Site icon News Gujarat

વાળને ધોતી સમયે આ વસ્તુઓનો કરી લો પ્રયોગ, મળશે સફાઈ અને પોષણ પણ

અનેક વાર એવું બને છે કે જ્યારે તમે શેમ્પૂ કરવાનું વિચારો છો તો તમને યાદ આવે છે કે શેમ્પૂ તો ખતમ થઈ ગયું છે. એવામાં તમે વાળ ધોયા વિના બાથરૂમથી બહાર આવો છો. પણ ક્યારેક તમારી સાથે એવું થયું છે કે તમે શેમ્પૂને બદલે અન્ય ચીજોનો ઉપયોગ પણ વાળ ધોવા માટે કરી શકો. આ ચીજો સફાઈની સાથે તમારા વાળને પણ પોષણ આપે છે. તો જાણો આ ચીજોને વિશે જે તમને શેમ્પૂના બદલે મદદ કરી શકે છે.

લીમડાના પાન

image source

જો શેમ્પૂ ખતમ થઈ ગયું હોય કે પછી તમે શેમ્પૂનો ઉપયોગ કરવા ઈચ્છતા નથી તો તમે વાળને ધોવા માટે લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે લીમડાના પાનને ધોઈને બારીક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને માથા પર અને વાળમાં સારી રીતે લગાવીને તેને થોડી વાર રહેવા દો. આ પછી સાદા પાણીથી વાળને ધોઈ લો. તમારા વાળ સાફ રહેશે અને સાથે જ તેનાથી વાળમાં થતી ખંજવાળ અને ડેન્ડ્રફથી પણ રાહત મળશે.

મુલતાની માટી

image source

વાળને ધોવા માટે શેમ્પૂના બદલે તમે મુલ્તાની માટીનો ઉપયોગ કરી શકો છો, આ માટે મુલ્તાની માટીને 15 મિનિટને માટે થોડા પાણીમાં પલાળીને રાખો. જ્યારે તે પલળી જાય તો તેને માથા પર લગાવી લો અને તેનાથી થોડી વાર મસાજ પણ કરો. હવે વાળને ધોઈ લો. જો તમે વધારે સારું રીઝલ્ટ ઈચ્છો છો તો આ મુલ્તાની માટીમાં મધ અને 2 ચમચી દહીં મિક્સ કરી લો. આ વાળને સાફ રાખશે અને સાથે વાળને પોષણ પણ આપશે.

ઈંડાની સફેદી

image source

ઈંડાનો ઉપયોગ તમે વાળ ધોવા માટે કરી સકો છો. આ માટે 2 ઈંડા લો અને તેના પીળા ભાગને હટાવી લો. તેના સફેદ ભાગને સારી રીતે ફેંટીને સ્કેલ્પ અને વાળ પર લગાવી લો. તેને 10 મિનિટ સુધી એમ જ લગાવીને રાખો અને પછી સારી રીતે વાળ ધોઈ લો. તેનાથી તમારા સ્કેલ્પ પણ સાફ રહેશે અને વાળની સફાઈ પણ થઈ જશે. વાળની સ્કીન પણ સારી રહેશે.

અલોવેરા જેલ

image source

અલોવેરા જેલને વાળને ધોવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. આ માટે 4-5 ચમચી અલોવેરા જેલને લઈને સારી રીતે ફેંટી લો. તેને વાળના મૂળ અને વાળમાં લગાવીને 10 મિનિટ સુધી મસાજ કરો. પછી વાળ ધોઈ લો. તેનાથી વાળમાં ચમક આવશે અને સાથે જ વાળ પણ સાફ રહેશે.

Exit mobile version