IPLની શરૂઆત પહેલા જ કોહલીને મોટો ઝટકો, ટીમનો આ સ્ટાર બેટ્સમેન આવ્યો કોરોનાની ઝપેટમાં, જાણો વધુ વિગતો

સમગ્ર દેશમાં તો કોરોનાએ પોતાનો ત્રાસ જેમનો તેમ રાખ્યો જ છે પણ હવે લાગે છે કે કોરોનાની નજર આઇપીએલ પર મંડાઈ છે. આઇપીએલની 14મી સીઝન શરૂ થાય તે પહેલાં ત્રીજો ખેલાડી કોરોના સંક્રમિત થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ઓપનર દેવદત્ત પડિક્કલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ ક્વોરન્ટીનમાં છે. તેને RCBની સ્ક્વોડમાંથી અલગ કરવામાં આવ્યો છે. જો કે, હજી સુધી બેંગલોરની ટીમ કે બીસીસીઆઈ તરફથી આ વિશે કોઈ વિગત બહાર નથી આવી.

image source

કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના એક અધિકારીએ જણાવ્યું કે આ અંગે એક સૂચના મળી છે પરંતુ હજી સુધી કઈ કન્ફર્મ થયું નથી. આ પહેલા પણ દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ અને કોલકાતા નાઈટ રાઈડર્સના નીતીશ રાણા પણ કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.

image source

તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આઇપીએલ સ્ટાફ અને ખેલાડીઓ થઈને કુલ 20 લોકો કોરોના સંક્રમિત થયા છે. શનિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 10 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

દેવદત્ત પડીકકલ કોરોના પોઝિટિવ આવ્યો એ બાદ RCBની મુશ્કેલી વધી ગઈ છે કારણકે RCB ટીમ પોતાની પહેલી મેચ 9 એપ્રિલે મુંબઈ સામે રમશે. એવામાં પડિક્કલ ત્યાં સુધીમાં રિકવર થઈને ફિટ થઈ જાય તેવું તો શક્ય જ નથી.

image source

તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં IPL ડેબ્યુ કરનાર પડિક્કલ ગઈ સીઝનમા ટીમનો મજબૂત ખેલાડી બન્યો હતો. તે બેંગલોર માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો.દેવદત્ત પડિક્કલે આઇપીએલની 13મી સીઝનની 15 મેચમાં 124.80ની સ્ટ્રાઇક રેટથી 473 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત હાલમાં જ વિજય હઝારે ટ્રોફીમાં પણ તેણે સતત ત્રણ સદી મારી હતી. આઇપીએલની 14મી સીઝનમાં દેવદત્ત પડીકકલ વિરાટ કોહલી સાથે ઓપનિંગ કરવાનો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!