WhatsAppનો જોરદાર ધમાકો, હવે કરી શકશો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, સાથે જ ઉઠાવી શકશો 30 પ્રકારની સુવિધા

હાલમાં જ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયાને લઈ નવી માર્ગદર્શિકા બહાર પાડી છે અને લોકોથી લઈ એપ્લિકેશનવાળાને પણ વિચારવા મજબૂર કરી દીધા છે. ત્યારે હાલમાં બધાને એક એવો પણ સવાલ છે કે શું હવે વોટ્સઅપ બંધ તો નહીં થઈ જાય ને, કારણ કે સરકારના એક કન્ડિશનમાં વોટ્સએપે કહ્યું કે એ શક્ય નથી. પણ હાલમાં વાત કરવી છે પૈસા રોકાણની. જો તમે પૈસા બચાવવા માટે એસઆઈપી કરાવવા માંગતા હોય, પરંતુ કેવી રીતે શરૂઆત કરવી તે સમજાતું નથી, તો યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તમારા જેવા રોકાણકારો માટે વોટ્સએપ ચેટ સર્વિસ શરૂ કરવામાં આવી છે.

image source

આ ચેટમાં એક કરતાં ઘણા વધારે ફાયદા છે. તમે ચેટથી કનેક્ટ થઈને સેવાઓ વિશે પૂછી શકો છો અને 24 કલાક તમારા રોકાણ પર નજર પણ રાખી શકો છો, રોકાણ વિશેની માહિતી મેળવી શકો છો. મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો UTI Mutual Fundએ એક એડવાન્સ વ્હોટ્સએપ ચેટ સેવા શરૂ કરી છે, જેનો નંબર +91-7208081230 છે. આ સેવા રોકાણકારો સાથે સારા સંપર્ક અને સુવિધા માટે શરૂ કરવામાં આવી છે.

image source

હાલમાં એક સારી માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે કે UTI Mutual Fundનું કહેવું છે કે આ વિશિષ્ટ સેવા તેમના હાલના ગ્રાહકો અને નવા ગ્રાહકો બંને માટે છે. જેથી એ પણ એક સારી વાત કહી શકાય. WhatsApp મેસેજિંગ એપ્લિકેશન રોકાણકારોને ઓટોમેટેડ ઈન્વેસ્ટર સપોર્ટ માટે ખુબ જ સરળ અને સુવિધાજનક રીતે 24X7 માહિતી પ્રદાન કરશે. જેનાથી કંપનીની માર્કેટિંગ અને ઈન્વેસ્ટર સપોર્ટ સર્વિસને પણ મજબૂત બનાવશે. આ સાથે જ વાત કરીએ તો WhatsApp ચેટ સેવા રોકાણકારોને ચેટ દ્વારા અપડેટ્સ આપશે અને સમજ વધારવા માટે માહિતીવાળા ગ્રાફિક્સ પણ પ્રદાન કરશે. જેના દ્વારા રોકાણકારો કંપનીની પ્રોડક્ટમાં તેમની રુચિ બતાવશે અને વધારાની માહિતી માટે પૂછશે.

image source

માત્ર આ સુવિધામાં કોઈ એક જ ફાયદો છે એવું નથી. પણ રોકાણકારો આ સેવામાં 30થી વધુ કામ કરી શકે છે. જેમ કે SIP રોકાણ, SWP, STP, SIP Pause,, મોબાઇલ નંબર અને ઇ-મેઇલ અપડેટ્સ વગેરે. આ સાથેની સુવિધા વિશે પણ જો વાત કરીએ તો શાખામાં ગયા વિના 24X7 લાઈવ ચેટ અસિસ્ટેંટની સુવિધા મળશે,. તમારી વાતચીત સંપૂર્ણ રીતે ઈનક્રિપ્ટેડ રહેશે, એટલે કે ડેટા લીકેજની કોઈ સમસ્યા નહીં. NAV, પોર્ટફોલિયો વિગતો, એકાઉન્ટ અને Capital gains statements, UFS એડ્રેસ જેવી સેવાઓ મળશે, મ્યુચ્યુઅલ ફંડ્સ, એસઆઈપી અને ઇન્ડેક્સ ફંડ્સ વિશેની માહિતી મળશે. મ્યુચ્યુઅલ ફંડ્સ પરના નિષ્ણાતોના લેખો, વીડિયો પણ મળશે, રોકાણ લક્ષ્યો માટે કેલ્ક્યુલેટર, જોખમની સંભાવનાઓ વિશે જાણી શકશો. આ રીકે કંઈ કેટલા ફાયદા હવે તમને મળી શકે છે અને તમે તેનો લાભ ઉઠાવી શકો છો.

image source

હાલમાં વોટ્સએપ બંધ થવા પર પણ સવાલો કરવામાં આવી રહ્યાં છે, કારણ કે વોટ્સએપે પણ ઘણા સમય પહેલા કહ્યું હતું કે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન હોવાને કારણે, આપણે એ શોધી શકતા નથી કે કોણે અને ક્યાંથી મેસેજ મોકલ્યો છે. અગાઉ પણ આવી માંગ સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ વખતે તે માંગ નથી પરંતુ માર્ગદર્શિકા છે. જો વોટ્સએપ આ માર્ગદર્શિકાને અનુસરવાનો ઇનકાર કરશે તો શું થશે? વોટ્સએપ પર પ્રતિબંધ મૂકવામાં આવશે કે કેમ? વોટ્સએપે પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે વોટ્સએપ પર એ શોધી શકાતું નથી કે મૂળ મેસેજ ક્યાંથી આવ્યો. આવી સ્થિતિમાં, જો હવે વોટ્સએપ ગાઇડલાઈન સ્વીકારવામાં નહીં આવે તો? શું ભારતમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવશે?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!