વાહ ભાઈ વાહ, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, હવે ગુજરાતીમાં પણ કરી શકશો એન્જિનિયરિંગ

અત્યાર સુધી એન્જિનિયરિંગ માત્ર અંગ્રેજી ભાષામાં જ થતું હતું. ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી અભ્યાસક્રમ માફક આવતો ન હોવાના કારણે તેઓ એન્જિનિયરિંગથી દૂર ભાગી રહ્યાં હતા એવું પણ કહી શકાય. પરંતુ હવે આવા વિદ્યાર્થીઓને દૂર ભાગવાની કોઈ જરૂર નથી, કારણ કે એક એવો નિર્ણય લેવાયો છે એ પ્રમાણે હવે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ પસંદ કરી શકશે. જેથી અંતરિયાળ ગામડાંનાં વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેથી ગુજરાતી ભાષામાં એન્જીનિયરીંગ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર મળી રહ્યા છે.

image source

જો મળતી વિગત પ્રમાણે વાત કરવામાં આવે તો હાલમાં સમાચાર મળી રહ્યાં છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજો વધી જતાં અને બેઠકો ખાલી રહેતાં વિદ્યાર્થીઓની તંગી દૂર કરવા માટે હવે અંગ્રેજી ઉપરાંત અન્ય 8 જેટલી ભાષાઓમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે. જેમાં ગુજરાતી ભાષાનો પણ સમાવેશ કરાયો એ આપણા સૌ માટે સારા સમાચાર છે. વિગતો મળી રહી છે કે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

image source

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે એ વાતમાં કોઈ બે મત નથી. જેથી નવા શૈક્ષણિક સત્રથી એન્જીનિયરીંગ ક્ષેત્રના અભ્યાસક્રમો વિવિધ ભાષામાં શરૂ કરી શકાશે. કારણ કે આપણા ગુજરાતમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જે માત્ર અંગ્રેજીના કારણે આ ફિલ્ડમાં એડમિશન નહોતા લેતા અને શિક્ષણથી વંચિત રહી જતાં હતા. ત્યારે હવે માહિતી સામે આવી રહી છે કે કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માંગે છે.

image source

ઉલ્લેખનીય છે કે વિદેશોમાં પણ જર્મની, ફ્રાન્સ, જાપાન અને ચીન જેવા દેશો અંગ્રેજી ઉપરાંત તેમની સ્થાનિક ભાષામાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હોય છે. ઉલ્લેખનીય છે કે સરકારના શિક્ષણ વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં એન્જીનિયરીંગ ક્ષેત્રની બેઠકોની સંખ્યા 2019-20માં 73500 જેટલી હતી. પરંતુ તેમાંથી પ્રતિવર્ષ 45થી 55 ટકા બેઠકો દર વર્ષે ખાલી રહેતાં 2020-21માં એન્જીનિયરીંગની બેઠકોની સંખ્યા ઘટીને 63,851 થઇ છે. એવી જ રીતે ધોરણ-10 પછીના ડિપ્લોમાની બેઠકો એક વર્ષમાં 74,715 થી ઘટીને 56,085 થઇ છે.

image source

હવે આ છુટ મળતાં પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છૂટ આપવા પાછળનું કારણ ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ભણી શકે તે છે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધેએ આ નવા નિર્ણય વિશે વાત કરતાં જણાવ્યું છે કે, માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગના પાયાના સિદ્ધાંતો વધુ સારી રીતે અને વધુ સરળતાથી સમજી શકશે. આ કારણથી અભ્યાસક્રમમાં ભાષાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે અને વધારે લોકોને લાભ મળશે. તેમજ દેશને વધારે સારા એન્જિનીયરો મળે એ વાત પણ કહી શકય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!