ભારતમાં ક્રિકેટરોના નામે કોઈ સ્ટેડિયમ નથી પણ નેતાઓના નામે આખા 17 સ્ટેડિયમ છે, આ નેતાના નામે તો 9 છે

હાલમાં એક વિરોધ મોટા પાયે ચાલી રહ્યો છે અને આ વિરોધ એટલે કે મોટેરા સ્ટેડિયમનનું નામ બદલીને નરેન્દ્ર મોદી કરી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દાને લઈ વાતો કરી રહ્યા છે. અમદાવાદ સ્થિત દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્પોર્ટસ સ્ટેડિયમ કરી નાખવામાં આવ્યું ત્યારથી જ ચારેકોર ઉહાપોહ મચી ગયો છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે નવા નામને લઇ સરદાર પટેલનું અપમાન ગણાવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બુધવારે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારે જ આખા ગામને આ વાતની ખબર પડી હતી. ઉદ્ઘાટનનાં સમય સુધી નામકરણને લઇ કોઇને કંઇ જ ખબર પણ ન હતી.

image source

જો કે આ કોઈ પહેલી વાર નથી કે જ્યારે કોઇ ક્રિકેટ સ્ટેડિયમનું નામ કોઇ રાજનેતાના નામે રાખવામાં આવ્યું હોય. ક્રિકેટરોના નામે ભલે દેશમાં કોઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ન હોય પરંતુ નેતા, રમત સંચાલકો અને બ્રિટિશ રાજના અધિકારીઓનું નામ જરૂર છે અને આજે એના જ ઉદાહરણો સાથે તમને વાતો કરવી છે. એકલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુના નામ પર દેશમાં 9 સ્ટેડિયમ છે. તેમાંથી 8માં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મેચ રમવામાં આવી છે – નવી દિલ્હી, ચેન્નાઈ, કોચી, ઈન્દોર, ગુવાહાટી, મરાગો, પૂણે અને ગાઝિયાબાદ.

image source

એ જ રીતે આગળ વાત કરીએ તો હૈદરાબાદના ક્રિકેટ સ્ટેડિયમનું નામ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામ પર રાખવામાં આવ્યું છે જ્યાં પ્રવેશદ્વાર પર પૂર્વ પ્રધાનમંત્રીનું એડમ કટ પોટ્રેટ પણ મૂકવામાં આવ્યું છે. દેશના સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડનું નામ પણ રાજીવ ગાંધીના નામે છે. હૈદરાબાદ, દહેરાદૂન અને કોચિમાં આવેલા એરેનાનું નામ પણ તેમના નામ પરથી લેવામાં આવ્યું છે.

image source

એ જ રીતે પૂર્વ પ્રધાનમંત્રી ઇંદીરા ગાંધીના નામે પણ દેશમાં 3 એરિના છે- ગુવાહાટી, નવી દિલ્હી અને વિજયવાડા. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામે પણ 2 ક્રિકેટ સ્ટેડિયમ છે- એક લખનૌમાં અને બીજું હિમાચલ પ્રદેશના નડાઉનમાં. એ જ રીતે વલસાડમાં એક સ્ટેડિયમ છે જેનું નામ સરદાર વલ્લભભાઇ પટેલના નામ પરથી છે. અમદાવાદનું ક્રિકેટ સ્ટેડિયમ પણ તેમના નામે રાખવામાં આવ્યું હતું. આ જ રીતે 2019 માં નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમનું નામ અરુણ જેટલી સ્ટેડિયમ રાખવામાં આવ્યું. આ મેદાન પર અનિલ કુંબલેએ ટેસ્ટની ઇનિંગ્સમાં તમામ 10 વિકેટ લઇ ઇતિહાસ રચ્યો હતો.

image source

પણ થોડા અફસોસની અને સૌથી મહત્વની વાત એ છે કે, ભારતમાં કોઈ ક્રિકેટરના નામ પર કોઈ ક્રિકેટ સ્ટેડિયમ નથી. જો કે ચેન્નાઇના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, બેંગ્લોરમાં ચિન્નાસ્વામી, મુંબઇના વાનખેડે અને મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમ જેવા ક્રિકેટ સંચાલકોના નામ પર સ્ટેડિયમોનું નામ આપવામાં આવ્યું છે. બ્રિટિશ રાજના અધિકારીઓના નામે પણ આપણા દેશમાં ઘણા ક્રિકેટ સ્ટેડિયમ છે. મુંબઇનું બ્રેબોર્ન સ્ટેડિયમ બોમ્બેના ગવર્નર જનરલ લૉર્ડ બેબ્રોનના નામ પર છે.

image source

આ જ રીતે કોલકાતાનું ઐતિહાસિક ઇડન ગાર્ડનનું નામ બ્રિટિશ ભારતના ગવર્નર જનરલ લૉર્ડ ઑકલેન્ડની બહેન એમિલી ઇડન અને ફૈની ઇડનના નામે છે. ક્રિકેટરોના નામે ભલે સ્ટેડિયમ ના હોય પરંતુ રમતપ્રેમીઓ માટે થોડી સારી વાત એ છે કે, હોકીના બે દિગ્ગજ ખેલાડીઓના નામે ક્રિકેટ સ્ટેડિયમ છે. એક છે લખનઉનું કેડી સિંહ બાબૂ સ્ટેડિયમ અને બીજું ગ્વાલિયરમાં કેપ્ટન રૂપ સિંહ સ્ટેડિયમ. ત્યારે હવે હાલમાં ગુજરાતમાં આ મુદ્દે વિરોધ ચાલી રહ્યો છે કે મોદીના નામે આ રીતે સરદારનું નામ હટાવીને શા માટે રાખવામાં આવ્યું. ત્યારે જોવાનું રહ્યું કે આ નિર્ણય કઈ રીતે આગળ વધે છે અને શું થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!