કીબોર્ડમાં ABCDE ના બદલે QWERTY ફોર્મેટમાં કેમ હોય છે સ્વીચો? જાણો કીબોર્ડના ઇતિહાસ વિષે

કોરોના કાળમાં આઇટી, કોમ્પ્યુટર એન્જીનીયરીંગ, ડિઝાઇનિંગ, મીડિયા, મેનેજમેન્ટ અને એવા અનેક સેક્ટરો છે જે આ સમયમાં વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરેથી કામ કરી રહ્યા છે. દિવસભર કોમ્પ્યુટર કે લેપટોપ પર તમારી આંગળીઓ ખટપટ, ખટપટ કરતી રહે છે. ઓફિસમાં પણ કામ દરમિયાન કીબોર્ડ પર ટકાટક ટકાટક ચાલુ જ હોય છે. કોમ્પ્યુટર કે લેપટોપના કીબોર્ડ પર તમારી આંગળીઓ હવે વ્યવસ્થિત રીતે કામ કરતી હશે અને તેની તમને સારી એવી પ્રેક્ટિસ પણ થઇ ગઈ હશે જેના કારણે તમે ફાસ્ટ ટાઈપિંગ કરતા પણ શીખી ગયા હશો.

image source

કામ દરમિયાન તમે જે ટાઈપ કરવા ઇચ્છતા હોય તમારી આંગળીઓ કીબોર્ડની એ જ સ્વિચોને ક્લિક કરે છે. કીબોર્ડ પર આલ્ફાબેટ લેટર્સ એટલે કે ABCD ….. વગેરે સિરિયલ મુજબ નથી હોતા તેમ છતાં કીબોર્ડ આપણને સુવિધાજનક લાગે છે અને તેમાં ટાઈપ કરવામાં મુશ્કેલી પણ નથી પડતી.

અત્યારે નહિ પણ શરૂઆતના દિવસોમાં તમારા મગજમાં એ વિચાર ચોક્કસ આવ્યો હશે કે કીબોર્ડના બટન આલ્ફાબેટિકલ રીતે એટલે કે ABCDE …. મુજબ લાઈનમાં કેમ નથી હોતા અને તેના બટન Q, W, E, R, T, Y ફોર્મેટમાં કેમ હોય છે.

image source

કોમ્પ્યુટર અને લેપટોપ થી પહેલા ટાઈપરાઈટરમાં અને હવે આપણા સ્માર્ટફોનમાં પણ આ લેટર્સ Q, W, E, R, T, Y ફોર્મેટમાં જ હોય છે. તેના પાછળ કોઈ રોકેટ સાયન્સ છે ? પહેલાના કીબોર્ડ પણ આવા જ હતા ? અને આખરે ક્યારે અને શા માટે Q, W, E, R, T, Y ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું ? ચાલો આ બધા સવાલોના જવાબ આગળ જાણીએ.

કોમ્પ્યુટર અને લેપટોપ પહેલા ટાઈપરાઈટર મશીનમાં પણ આ જ ફોર્મેટ હતું ?

તમે કોઈ ટાઈપરાઈટર મશીન જુઓ, તેમાં QWERTY ફોર્મેટ જ હતું. કોમ્પ્યુટર અને લેપટોપ આવ્યા તે પહેલાથી કીબોર્ડ માં QWERTY ફોર્મેટનું જ ચલણ હતું. આ સ્ટાઇલને તૈયાર કર્યું હતું ક્રિસ્ટોફર લેથમ શોલ્સએ. સૌથી પહેલા 1874 માં આવેલા ટાઈપરાઇટરમાં લેટરનો ઉપયોગ આ જ રીતે થયો હતો. ત્યારે તેને રેમિન્ગટન – 1 ના નામથી ઓળખવામાં આવતું. પરંતુ શું શરૂઆતથી જ આ ફોર્મેટ ચલણમાં હતું કે તેના પહેલા ABCDE … નું ફોર્મેટ હતું ?

QWERTY પહેલા ABCD મોડલ હતું

image source

પહેલા ટાઈપરાઈટર ના કીબોર્ડમાં પણ ABCDE ફોર્મેટ હતું પરંતુ તેના કારણે લખાણ ટાઈપ કરવામાં સ્પીડ નહોતી આવતી અને તે અસુવિધાજનક પણ હતું. અનેક લોકો કે ટાઈપિંગ સ્પીડ વધારવા માટે કઈંક ને કઈંક પ્રયોગ કર્યા પરંતુ તે બધામાં QWERTY નું સ્વરૂપ સામે આવ્યું જે ટાઈપ કરવામાં પણ સરળ રહેતું અને તેમાં ટાઈપ કરવામાં પણ ઝડપ થતી.

ABCD માં QWERTY માં કેમ બદલવામાં આવ્યું ફોર્મેટ

અસલમાં ABCD વાળા કીબોર્ડને કારણે ટાઈપરાઈટર પર ટાઈપ કરવું મુશ્કેલભર્યું રહેતું હતું. એક તો એ કે તેના બટન એકબીજાની ઘણી નજીક હતા જેના કારણે ટાઈપિંગ કરવામાં મુશ્કેલી થતી. બીજું કારણ મોટું હતું અને તે એ કે અંગ્રેજીમાં અમુક મૂળાક્ષરો એવા હતા કે જેનો વધુ ઉપયોગ થતો હતો. જેમ કે E I S M વગેરે અને અમુક શબ્દોની બહુ ઓછી જરૂર પડે છે જેમ કે Z X વગેરે.

વધુ ઉપયોગમાં આવતા આ અક્ષરોને દબાવવા માટે આંગળીને આખા કીબોર્ડ પર ફેરવવી પડતી અને તેના લીધે ટાઈપિંગ સ્પીડ ધીમી થઇ જતી. આ માટે તેને લઈને પ્રયોગો શરુ કરવામાં આવ્યા અને ઘણા પ્રયાસો નિષ્ફળ રહ્યા. અંતે 1870 ના દશકમાં QWERTY ફોર્મેટ આવ્યું. આ ફોર્મેટમાં જરૂરી એટલે કે વધુ ઉપયોગમાં આવતા હોય તેવા અક્ષરોને આંગળીઓ વચ્ચે સેટ કરી દેવામાં આવ્યા.

વચ્ચે એક નવું મોડલ આવ્યું Dvorak

image source

જયારે ટાઈપિંગને સુવિધાજનક બનાવવા પ્રયોગ ચાલી રહ્યા હતા ત્યારે એક ફોર્મેટ આવ્યું હતું Dvorak મોડલ. જો કે આ ફોર્મેટ તેની keys સેટિંગને કારણે લોકપ્રિય નહોતું બની શક્યું. તેને તૈયાર કરનાર August Dvorak ના નામ પરથી આ ફોર્મેટનું નામ આપવામાં આવ્યું હતું. જો કે આ કીબોર્ડ બહુ ચાલ્યું નહિ. આ ન તો અલ્ફાબેટિકલ હતું કે ટાઈપિંગની દ્રષ્ટિએ પણ સરળ નહોતું. લોકોમાં QWERTY મોડલ જ સૌથી વધુ સુવિધાજનક રહ્યું અને તે જ લોકપ્રિય બન્યું.