કોડીનારનો CCTV વીડિયો, આખલાએ આતંક મચાવીને કાકાને અડફેટે લીધા, એવા પછાડ્યા કે ગંભીર ઇજા પહોંચી

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એમાં એક આખલાએ જોરદાર આંતક મચાવ્યો છે અને એક કાકાને ભારે તકલીફ પડી ગઈ છે. રસ્તા વચ્ચેનો આ વીડિયો જોઈ લોકોમાં ફફટાડનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. વિગતે વાત કરીએ તો ગીર સોમનાથમાં આખલાના આતંકના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. આખલાએ રાહદારીને જોરદાર અડફેટે લઇને અને હવામાં ઉછાળ્યો હતો. ગીર સોમનાથમાં કોડિનારમાં રખડતા આખલાએ રસ્તા પર જઇ રહેલા રાહદારીને હવામાં ઉછાળ્યો હતો.

image source

આખલાએ હવામાં ઉછાળી રાહદારીને નીચે પટક્યો હતો. જેને લઇને રાહદારીના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થયા છે. કોડિનારમાં ધારાસભ્યની ઓફીસની બહાર જ આ ઘટના બની છે. પાલિકા તંત્ર રખડતા ઢોર પર કાબુ નથી મેળવી શકતું. શું પાલિકા કોઇનો જીવ જશે ત્યારે જ કામગીરી કરશે ? રખડતા ઢોરથી અનેક અકસ્માતોની ઘટનાઓ બની ચૂકી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આખલો ભૂરાયો થાય છે અને રસ્તા વચ્ચે નીકળી પડે છે. તે તેની જ ધૂનમાં જતો હોય છે અને એવામાં એક કાકા પણ એ રસ્તા પર જઈ રહ્યા છે. પછી આખલો કાકાને એવી ટક્કર મારે કે કાકા કાયદેસર હવામાં અધ્ધર ફંગોળાઈ છે અને નીચે પટકાઈ છે.

image source

આ પહેલાંની વાત કરીએ તો અમરેલી જિલ્લાના લાઠીમાં આખલાનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. લાઠી શહેરના અલગ અલગ વિસ્તારમાં આખલાએ 4 લોકોને અડફેટે લીધા હતા. જેમાં 2 લોકોને ગંભીર ઈજા પહોંચતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. આખલાના આતંકના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

લાઠી શહેરના અલગ અલગ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આખલાએ આતંક મચાવ્યો છે. આજે આખલાએ અલગ અળગ વિસ્તારમાં 4 લોકોને અડફેટે ચડાવ્યા હતા. જેમાં 2 વૃદ્ધ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી સ્થાનિકોની મદદથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. લાઠીમાં છેલ્લા ઘણા સમયથી આખલાએ આતંક મચાવ્યો છે. જેથી તેની સાથે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યાં છે. સ્થાનિકોનું કહેવું છે કે રખડતા આખલાના કારણે વાહનચાલકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

image source

એ જ રીત બે મહિના પહેલાની વાત કરવામાં આવે તો બે આખલા યુદ્ધે ચડ્યા હતા. નવસારી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પૂર્વ સ્ટે.ચેરમેન સામે રખડતા પશુઓ પકડવામાં બેદરકારી બદલ ફરિયાદ નોંધાયા બાદ નગરપાલિકા રખડતા ઢોર પકડવા મેદાનમાં ઉતરી છે. શનિવારે અને સોમવારે બે દિવસમાં 18 જેટલા રખડતા પશુને પાલિકાના સ્ટાફે દુધિયા તળાવ અને સાંઢકુવા વિસ્તારમાં ડબ્બે પૂર્યા હતા અને પાંજરાપોળમાં મોકલી દીધા હતા. આગામી દિવસોમાં પણ ઢોર પકડવાની કામગીરી શરૂ રહેશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.

પાલિકાએ પકડેલા 18 ઢોરમાંથી બે પશુના માલિકને પ્રતિ પશુ દીઠ રૂ. 5000 મળી રૂ.10000નો દંડ પાલિકાએ ફટકાર્યો છે. જ્યારે અન્ય 16ના માલિકનો પત્તો ન લાગતા પાંજરાપોળ મોકલી દીધા છે. એકતરફ પાલિકાનું ઢોર પકડો અભિયાન શરૂ છે બીજીતરફ હજુ પણ શહેરમાં આખલા બેકાબૂ બનેલા છે. નવસારીના છાપરા વિસ્તારમાં સોમવારની સાંજે અશોકવન સોસાયટી પાસે બે આખલા લડતા હતા અને આખો રસ્તો બાનમાં લઇ લીધો હતો. આ રસ્તા પરથી કોઈ પણ લોકો કે વાહન ચાલકને પસાર થવા દેવાતા ન હતા.

image source

આખલાની લડાઈમાં એક કાર અને પાર્ક કરેલા સ્કૂટરને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિકોએ આખલા પર પાણી છાંટીને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમ છતાં બંને ભાગ્યા ન હતા. બંને આખલાને લડતા લડતા ઈજા પહોંચી હોવા છતાં લડવાનું છોડ્યું ન હતું. મોડી સાંજે ત્યાંથી નવસારી ફાયર બ્રિગેડની ગાડી જતા લોકોએ તેમને અપીલ કરતા ફાયર બ્રિગેડના જવાનોએ અડધા કલાક પાણીનો મારો ચલાવીને બંને આખલાને એક કલાક લડાઈ બાદ છોડાવવામાં સફળતા મળી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત