PFથી જોડાયેલી કોઇ પણ સમસ્યા માટે હવે નહિં ઉભા રહેવું પડે લાઇનમાં, ઘરે બેઠા આ રીતે કરો ઓનલાઇન ફરિયાદ, થઇ જશે તમારું કામ

જો તમારું અકાઉન્ટ પણ EPFO માં છે તો હવે તમારા pf સાથે જોડાયેલ કોઈપણ મુશ્કેલી સંબંધે ફરિયાદ કરવી સરળ બની ગઈ છે. EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ પોતાના સબ્સ્ક્રાઇબર માટે PF બાબતે ફરિયાદ કરવા સારું ઓનલાઇન સુવિધા શરૂ કરી છે.

image source

જો કોઈ EPF ખાતાધારકને EPF નિકાસ, EPF ખાતાનું ટ્રાન્સફર કે કેવાયસી વગેરે કામ સંબંધે ફરિયાદ હોય તો તેઓ ગ્રીવાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ફરિયાદ નોંધાવી શકે છે. એ સિવાય EPFO ના ટ્વિટર હેન્ડલ @socialepfo પર પણ શિકાયત કે સંબંધિત માહિતી પૂછી શકો છો.

આ રીતે કરી શકાય છે ફરિયાદ

  •   https://epfigms.gov.in/ ઓપન કરો
  • ફરિયાદ નોંધાવવા માટે રજિસ્ટર ગ્રીવાન્સ પર ક્લિક કરો.
  • હવે એક નવું વેબ પેજ ઓપન થશે. ત્યાં એ સ્ટેટ્સને પસંદ કરો જે ફરિયાદ નોંધે છે. સ્ટેટ્સનો અર્થ PF મેમ્બર, EPS પેંશનર, એમ્પ્લોયર કે અન્ય છે. અન્યનો વિકલ્પ તો જ પસંદ કરવો જો તમારી પાસે UAN / પેંશન પેમેન્ટ ઓર્ડર PPO ન હોય.
  •  PF અકાઉન્ટ સંબંધી ફરિયાદ કરવા માટે PF મેમ્બરના વિકલ્પને પસંદ કરવું, ત્યારબાદ UAN અને સિક્યુરિટી કોડ નાખી ગેટ ડિટેલ્સ પર ક્લિક કરો.
  •  હવે ગેટ ઓટીપી પર ક્લિક કરો. ત્યારબાદ EPFO ડેટાબેઝમાં તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પર એક OTP આવશે.
  •  OTP એન્ટર કર્યા બાદ એ વેરીફાઈ થશે અને ત્યારબાદ તમારી પર્સનલ વિગત પૂછવામાં આવશે.

    image source
  •  પર્સનલ ડિટેલ નાખ્યા બાદ એ PF નંબર પર ક્લિક કરે જે નંબર અંગે ફરિયાદ કરવાની હોય.
  •  હવે સ્ક્રીન પર એક પૉપ અપ દેખાશે જેમાં રેડિયો બટન ક્લિક કરો જેની સાથે તમારી ફરિયાદ હોય.
  •  ગ્રીવાન્સ કેટેગરીને પસંદ કરીને તમારી વિસ્તૃત ફરિયાદ આપો. જો તમારી પાસે કોઈ પુરાવા હોય તો તે અપલોડ કરી શકો છો.
  •  ફરિયાદ નોંધાઇ ગયા બાદ એડ પર ક્લિક કરો અને સબમિટ પર ક્લિક કરો
  •  ત્યારબાદ તમારી ફરિયાદ નોંધાઇ જશે અને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ અને ઈમેલ આઈડી કમ્પ્લેન રજિસ્ટર નંબર આવશે જે સાચવીને રાખવો.

આ રીતે જાણી શકાય છે ફરિયાદનું સ્ટેટ્સ

image source

EPFO માં ફરિયાદ નોંધાવ્યા બાદ તમે તે ફરિયાદનું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો. જે માટેની પ્રોસેસ નીચે પ્રમાણે છે.

  •  https://epfigms.gov.in/ પર જવું
  •  ત્યાં વ્યુ સ્ટેટ્સ વિકલ્પ પર ક્લિક કરો
  •  કમ્પ્લેન રજિસ્ટર નંબર અને મોબાઈલ નંબર / ઈમેલ આઈડી અને સિક્યુરિટી કોડ નાખીને સબમિટ કરો
  •  હવે કોમ્પ્યુટર સ્ક્રીન પર ફરિયાદનું સ્ટેટ્સ દેખાશે. અને તે પણ દેખાશે કે EPFO ની ક્યા ક્ષેત્રની ઓફિસમાંથી તમારી ફરિયાદ પર કામ થઈ રહ્યું છે અને જે તે અધિકારીનું નામ પણ દેખાશે. જો તમે તમારા સ્થાનિક EPFO ઓફિસનો સંપર્ક કરવા ઇચ્છતા હોય તો સ્ક્રીન પર તેનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ પણ દર્શાવવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!