પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમમાં જમા કરો છો પૈસા? તો ખાસ જાણી લો કઈ સર્વિસ માટે કેટલો વસુલાય છે ચાર્જ

Post Office Savings Account : જો તમે પોસ્ટ ઓફિસ (Post Office) ની સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરતા હોય તો તમને અલગ અલગ સર્વિસના અલગ અલગ ચાર્જ આપવાના રહે છે. નોંધનીય છે કે પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ લોકો માટે ઇન્વેસ્ટનો એક સારો વિકલ્પ મનાય છે. ઘણા ખરા લોકો પોતાની આવકમાંથી અમુક યથાશક્તિ મુજબની રકમ બચાવીને પોસ્ટ ઓફિસમાં બચત કરતા હોય છે. પરંતુ ઘણા ખરા લોકોને એ જાણ નથી હોતી કે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓની સાથે સાથે અમુક સર્વિસ ચાર્જ લાગુ પડે છે. આ ચાર્જ નવી ચેકબુક, અકાઉન્ટને ટ્રાન્સફર કરવા, અકાઉન્ટ સ્ટેટમેન્ટ કઢાવવા વગેરે માટેનો હોય છે. ત્યારે આજના આ ઉપયોગી માહિતી સંબંધિત લેખમાં અમે આપને પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં કયા સર્વિસ ચાર્જ માટે કેટલો ચાર્જ આપવાનો રહેશે તે જાણીશું.

પોસ્ટ ઓફિસની સેવિંગ સ્કીમ

image source

પોસ્ટ ઓફિસમાં રોકાણ માટે 9 સ્મોલ સેવિંગ સ્કીમ ઉપલબ્ધ છે. તેમાં પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ એટલે કે RD, નેશનલ સેવિંગસ ટાઇમ રીકરીંગ ડિપોઝીટ અકાઉન્ટ, નેશનલ મંથલી ઇન્કમ અકાઉન્ટ એટલે કે MIS, સિનિયર સીટીઝન સેવિંગ સ્કીમ એટલે કે SCSS, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPF, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSC, કિસાન વિકાસ પત્ર એટલે કે KVP, સુકન્યા સમૃદ્ધિ યોજના એટલે કે SSY નો સમાવેશ થાય છે. બધી સ્કીમના ફીચર્સ અલગ અલગ હોય છે.

image source

આ સેવિંગ સ્કીમ માટેના ચાર્જ આ મુજબના હોય છે

  •  ડુપ્લીકેટ પાસ બુક કઢાવવા માટે 50 રૂપિયાનો ચાર્જ આપવો પડે છે.
  •  અકાઉન્ટ સ્ટેટમેન્ટ અને ડિપોઝીટ પહોંચ મેળવવા માટે પ્રત્યેક વખતે 20 રૂપિયા ચાર્જ આપવો પડે છે.
  • સર્ટિફિકેટ ખોવાઈ જવું કે ખરાબ થઈ જાય તો પાસબુક કઢાવવા માટે 10 રૂપિયા પ્રતી રજિસ્ટ્રેશન ચાર્જ આપવો પડે છે.
  •  નોમિનેશનને કેન્સલ કરાવવા અથવા તેને બદલવા માટે 50 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે.
  •  અકાઉન્ટ ટ્રાન્સફર કરાવવા માટે 100 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે.

    image source
  •  અકાઉન્ટ પ્લેઝિંગ માટે 100 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે
  •  સેવિંગ બેંક અકાઉન્ટ માટે ચેક બુક કઢાવવા એક કેલેન્ડર વર્ષમાં 10 ચેક સુધી કોઈપણ ચાર્જ લેવામાં આવતો નથી પરંતુ ત્યારબાદ ના ચેક પર 2 રૂપિયા ચાર્જ પ્રતી ચેક લેવામાં આવે છે.
  •  ચેક બાઉન્સ થવાના કિસ્સામાં 100 રૂપિયાનો ચાર્જ આપવાનો રહે છે.
image source

નોંધનીય છે કે આ સર્વિસ ચાર્જ પર ઉપરોક્ત ટેક્સ પણ ભરવાનો રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!