Site icon News Gujarat

રાજ અને શિલ્પાના લગ્નનો ખર્ચ જાણીને કરી જશો કમાલ, જુઓ ખાસ ફોટોઝ

શિલ્પા શેટ્ટી બોલીવુડની ખૂબ જ જાણીતી અભિનેત્રી છે અને તેમને બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે સાત ફેરા લીધા છે. બીજા સેલેબ્સની જેમ શિલ્પા અને રાજના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. આ બન્નેના લગ્ન બોલિવુડના મોંઘા લગ્નો માં સામેલ છે.

image source

.શિલ્પાએ 22 નવેમ્બર 2009ના રોજ રાજ સાથે લગ્ન કર્યા હતા. શિલ્પાએ રાજ સાથે ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા.શિલ્પા શેટ્ટીની મહેંદી સેરેમનિમાં શિલ્પાને મહેંદી આર્ટિસ્ટ વિના નગડાએ મહેંદી મૂકી હતી. વિના બૉલીવુડ અને અન્ય ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓને મહેંદી લગાવવા માટે ઓળખાય છે.

image source

વિના, શિલ્પા શેટ્ટી સિવાય શ્રીદેવી, કરિશ્મા કપૂર, અંબાણી ખાનદાન અને ટ્વીનકલ ખન્નાને પણ મહેંદી લગાવી ચુકી છે

image source

શિલ્પા શેટ્ટીના લગ્નમાં જાણીતા ફેશન ડિઝાઈનર તરુણ તહલીયાનીનો બનાવેલો વેડિંગ આઉટફિટ પહેર્યો હતો. લાલ રંગના લાહેંગામાં શિલ્પા શેટ્ટી ખૂબ જ સુંદર લાગી રહી હતી. રિપોર્ટ અનુસાર શિલ્પા શેટ્ટીના વેડિંગ આઉટફિટની કિંમત 50 લાખ રૂપિયા હતી. આ વેડિંગ આઉટફિટમાં આઠ હજાર સ્વરોસ્કી ક્રિસ્ટલ જડેલા હતા. એ સાથે જ શિલ્પા શેટ્ટીને કુંદન અને હીરા જડેલા ઘરેણાં પહેર્યા હતા.

લગ્નની બધી રસમો પછી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા મીડિયાની સામે આવ્યા અને બધાનો આભાર માન્યો. રાજ કુન્દ્રાના લુકસની વાત કરીએ તો એમને મરૂન અને બ્રાઉન કલરની શેરવાની સાથે લાલ રંગની પાઘડી પહેરી હતી.

image source

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના લગ્નની ચર્ચા ઘણા દિવસો સુધી બોલિવુડના ગલિયારામાં સંભળાઇ હતી. લગ્નના ઠીક એક મહિના પહેલા બંનેની સગાઇ રાજ કુંદ્રાના મુંબઇ વાળા બંગલામાં થઇ હતી. જેમાં તેમના સંબંધી અને નજીકના મિત્રો જ સામેલ થયા હતા. શિલ્પા શેટ્ટીની સગાઈની રીંગની કિંમત 3 કરોડ રૂપિયા હતી.

image source

શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ લગ્ન પહેલા બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બન્નેની મુલાકાત લંડનમાં થઈ હતી. એ સમયે શિલ્પા શેટ્ટી પરફ્યુમ બ્રાન્ડ એસ 2નું પ્રમોશન કરી રહી હતી. રાજે આ બ્રાન્ડના પ્રમોશનમાં શિલ્પાની મદદ કરી હતી. એ દરમિયાન બન્ને એકબીજાની નજીક આવ્યા હતા.

image source

શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે રાજ કુન્દ્રાએ એમને પેરિસમાં પ્રપોઝ કર્યું હતું. રાજે પેરિસની લી ગ્રેન્ડ હોટલનો આખો બેંકવેટ હોલ બુક કરી લીધો હતો. રાજ કુન્દ્રાએ શિલ્પા શેટ્ટીને કોઈ અન્ય બહાને બોલાવી હતી. એ પછી જ્યારે શિલ્પા ત્યાં પહોંચી તો રાજ કુન્દ્રાએ પોતાના ઘૂંટણ પર બેસીને એમને વીંટી સાથે સરપ્રાઈઝ આપ્યું હતું. સાથે મ્યુઝિક પણ વાગી રહ્યું હતું.

image source

શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રાની બીજી પત્ની છે. એ પહેલાં રાજે કવિતા સાથે લગ્ન કર્યા હતા. કવિતાએ શિલ્પા પર લગ્ન તોડવાનો આરોપ લગાવ્યો હતો જ્યારે શિલ્પાનું કહેવું હતું કે એ ક્યારેય કવિતાને મળી જ નથી. જ્યારે એ રાજને મળી ત્યાં સુધી રાજ અને કવિતા અલગ થઈ ચૂક્યા હતા.

image source

લગ્ન પછી શિલ્પા શેટ્ટીએ પોતાના લગ્નનું રિસેપશન મુંબઈમાં આપ્યું. એ દરમિયાન શિલ્પા શેટ્ટીએ ગોલ્ડમ કલરનો ઓફ શોલ્ડર બ્લાઉઝની સાથે ડિઝાઈનર સાડી પહેરી હતી. આ રિસેપશનમાં બોલીવુડની ઘણી હસ્તીઓ સામેલ થઈ હતી.

Exit mobile version