સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને વીડિયોમાં સાથે જોઈ ફેન્સ ન રહી શક્યા કમેન્ટ કર્યા વિના, કહ્યું…

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને બોલીવુડની જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાય અભિનયની સાથે સાથે પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. ઐશ્વર્યા રાયના ચહેરા પર એ નૂર છે કે જોનાર વ્યક્તિ પોતાનો હોશ ખોઈ બેસે છે. આમ તો ઐશ્વર્યા રાય જેવું દેખાવું અશક્ય છે પણ સોશિયલ મીડિયાના જમાનામાં અત્યાર સુધી ઘણા એવા ચહેરા સામે આવી ચુક્યા છે જેમનો ચહેરો ઐશ્વર્યા રાય સાથે ઘણો જ મળતો આવતો હોય. આ લિસ્ટમાં નવું નામ જોડાયું છે આશીતા રાઠોરનું. આશીતાનો ચહેરો પણ ઐશ્વર્યા સાથે ખૂબ જ મળતો આવે છે.

image source

એ ઘણીવાર સોશિયલ મીડિયા પર એમના વિડિયોઝ શેર કરે છે જે લોકોને ઘણા પસંદ આવે છે. સૌથી મજેદાર વાત એ છે કે એ પોતાના આ વિડિયોઝ સલમાન ખાનના હમશકલ વિક્રમ સિંહ રાજપૂત સાથે બનાવે છે. હવે હાલમાં જ એમને એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે જેમાં બન્ને મેને પ્યાર કિયાના ગીત આજા શામ હોને આઈ પર ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. એમના આ વીડિયોને યુઝર્સની જબરદસ્ત પ્રતિક્રિયા મળી રહી છે.

image source

એમના આ વીડિયોને જોઈને એક ફેને લખ્યું છે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને એકસાથે જોવાનું મારુ સપનું પૂરું થઈ ગયું. અન્ય એક યુઝરે લખ્યું છે કે પ્લીઝ હમ દિલ દે ચુકે શનમના ડાયલોગ પર વીડિયો બનાવોને. તો ઘણા યુઝર્સે સલમાન અને ઐશ્વર્યાના હમશકલ્સને જોઈને એમના પર ખૂબ જ પ્રેમ લુટાવ્યો છે અને ખૂબ જ મજેદાર કમેન્ટ કરી રહયા છે.

image source

તમને જણાવી દઈએ કે પહેલા પણ ઐશ્વર્યા રાય અને સલમાન ખાનના ઘણા હમશકલ સામે આવી ચુક્યા છે. આમના ઇમરાન નામની એક પાકિસ્તાની યુવતી એકદમ ઐશ્વર્યા રાય જેવી જ લાગે છે. આમના ઇમરાન વ્યવસાયે એક બ્યુટી બ્લોગર છે. એટલું જ નહીં આમના ખુદને ઐશ્વર્યા રાયની કોપીના નામે જ પ્રમોટ કરે છે. એમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ લખ્યું છે કે ઐશ્વર્યા રાયની કાર્બન કોપી. એક નજરમાં કોઈપણ એમને જોઈને ભૂલુ પડી શકે છે.

image source

ઇરાનની મોડલ મહલાઘા જબેરીને પણ ઐશ્વર્યા રાય બચ્ચનની હમશકલ જ કહેવામાં આવે છે. મહલાઘા જબેરીનો ચહેરો પણ ઐશ્વર્યા રાય સાથે મળતો આવે છે. જબેરીએ ભારતનો પ્રવાસ પણ કર્યો છે. એ વર્ષ 2019માં ભારત આવી હતી. તો અમુઝ અમૃતા નામની ચર્ચા એ સમયે ખૂબ જ થઈ હતી જ્યારે એમના લુકસની સરખામણી ઐશ્વર્યા રાય સાથે થઈ હતી. અમુઝે એક ફિલ્મના સીનને રી ક્રિએટ કર્યો હતો. એ સમયે એ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો અને અમૃતાના ખૂબ જ વખાણ થયા હતા.

image source

સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એક સમયે એકબીજાની ખૂબ જ નજીક હતા એ વાત બધા જાણે છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય એકબીજાને ડેટ કરી રહ્યા હતા પણ અમુક વર્ષો પછી એમના સંબંધમાં અણબનાવ થવા લાગ્યો અને ખૂબ જ ખરાબ રીતે એમનો સંબંધ ખતમ થઈ ગયો. તો ઐશ્વર્યાએ સેમ ખાન સાથે બધા સંબંધ ખતમ કરીને એમની સાથે કયારેય પણ કામ ન કરવાનો નિણર્ય કર્યો.