માંસપેશીમાં સાંધામાં દુખાવા માટે આ પ્રાણાયામ વધારે લાભદાયી સાબિત થઇ શકે છે

માંસપેશીઓ અને સાંધામાં દુખાવો પણ હવે સામાન્ય વાત બની ગઇ છે કારણ કે શારીરિક પ્રવૃતિઓ વગર શરીર સ્ફુર્તીલુ રહેતું નથી. જો કે, સાંધામાં દુખાવો હોવાના બીજા કારણ પણ હોઇ શકે છે. એ વાત અલગ છે કે દવાઓના ઉપયોગથી દુખાવામાં થોડાક સમય માટે રાહત મળે છે પરંતુ તેનો પ્રાકૃતિક ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક સરળ યોગાસનથી દુખાવામાં તુરંત રાહત મળી શકે છે. તો જાણો, દુખાવો દૂર કરવા માટે કયા આસનો લાભદાયી સાબિત થઇ શકે છે. વર્તમાન  યુગમાં ડેસ્ક જોબ અને દરેક કામ માટે આરામદાયક ટેક્નોલોજીનો ઉપયોગ હવે સમાન્ય બાબત બની ગઇ છે.

image source

એવામાં માંસપેશીઓ અને સાંધામાં દુખાવો પણ હવે સામાન્ય વાત બની ગઇ છે કારણ કે શારીરિક પ્રવૃતિઓ વગર શરીર સ્ફુર્તીલુ રહેતું નથી. જો કે, સાંધામાં દુખાવો હોવાના બીજા કારણ પણ હોઇ શકે છે. એ વાત અલગ છે કે દવાઓના ઉપયોગથી દુખાવામાં થોડાક સમય માટે રાહત મળે છે પરંતુ તેનો પ્રાકૃતિક ઉપચાર યોગમાં પણ ઉપલબ્ધ છે. કેટલાક સરળ યોગાસનથી દુખાવામાં તુરંત રાહત મળી શકે છે. તો જાણો, દુખાવો દૂર કરવા માટે કયા આસનો લાભદાયી સાબિત થઇ શકે છે.

પ્રાણાયમ

image source

પ્રાણાયમ કરવા માટે કોઇ ફ્લેટ જગ્યા પર ચટાઇ પાથરીને પલાઠી મારીને બેસી જાઓ. હવે ડાબા નાકને દબાવીને જમણા નાકથી શ્વાસ અંદર લો અને બંને નાકથી શ્વાસને બહાર નિકાળો. સાંધાના દુખાવાથી પીડાતા લોકોને પ્રાણાયામ કરવાથી આરામ મળે છે. સવાર-સવારમાં સાધારણ પ્રાણાયામ કરવાથી આ સમસ્યા ધીમે-ધીમે દૂર થઇ જશે.

સેતુબંધાસન :

સેતુબંધાસન માટે પીઠના બળે સૂઇ જાઓ અને પોતાના બંને હાથ શરીરની બાજુમાં રાખો. હવે હથેળી જમીનને સ્પર્શીને રાખો ઘૂંટણ વાળો જેથી પગના તળિયા જમીનને સ્પર્શે. હવે તમે સેતુબંધાસનની પ્રારંભિક સ્થિતિમાં છે. હવે ધીમે-ધીમે શ્વાસ લેતા પોતાની કમરને જેટલી શક્ય હોય તેટલી ઉપર ઉઠાવો, જેનાથી તમારું શરીર એક સેતુ એટલે કે પુલ આકારમાં આવી જાય. હવે આ જ સ્થિતિમાં સામાન્ય રીતે

image source

શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કરો. 10 થી 30 સેકેન્ડ સુધી આ મુદ્રા જાળવી રાખો. હવે શ્વાસને બહાર કાઢતા કમરને પાછી નીચે લાવી દો. અને આરામ માટે શવાસનની મુદ્રામાં આવી જાઓ.

શવાસન :`

image source

શવ એટલે કે લાશ, શરીરને એક લાશની મુદ્રામાં રહેવા દેવાને કારણે આ આસનને શવાસન કહેવામાં આવે છે. આ આસન કરવા માટે પીઠના બળે સૂઇ જાઓ. બંને પગને આરામથી સીધા જમીનને સ્પર્શીને રહેવા દો. પગના બંને પંજા બહાર અને એડી અંદરની તરફ રાખો. પોતાના બંને હાથને શરીરથી લગભગ 6 ઇન્ચ દૂર રાખો. આ આસન કરતી વખતે પોતાની આંખો બંધ રાખો.