સુરતમાં મ્યુકરમાઇકોસિસનો વિચિત્ર કેસ સામે આવતા ડોક્ટરો પણ ડરી ગયા, અને કહ્યું કે…’આવું તો ભાગ્યે જ… ‘

કોરોના વાયરસ જ્યારથી ફેલાયો છે ત્યારથી તેને સંબંધિત અલગ-અલગ સમસ્યાઓ ડોક્ટરોની ચિંતા વધારી રહી છે. શરૂઆતમાં શરદી ઉધરસ ના લક્ષણો હોય તેને કોરોનાા વાયરસ પોઝિટિવ આવ્યા ના કેસ સામે આવતા હતા. પરંતુ ત્યારબાદ લક્ષણો વિનાના કોરોના વાયરસ ના દર્દીઓ સામે આવવા લાગ્યા. આ જ પ્રકારે સુરતમાં મ્યૂકરમાઇકોસિસ નો એક વિચિત્ર કેસ નોંધાયો છે. જેને લઇને ડોક્ટરોને પણ કહેવું પડ્યું છે કે આવી ઘટના તો ભાગ્યે જ જોવા મળે.

image source

મ્યૂકરમાઇકોસિસ એટલે કે બ્લેક ફંગસ માં પણ અગાઉ એવું જોવા મળ્યું હતું કે જે દર્દીને કોરોના ની સારવાર દરમિયાન ઓક્સિજન લેવું પડતું હોય કે જેને વધારે સ્ટીરોઈડ આપવામાં આવ્યા હોય તેને રિકવર થયા બાદ ડાયાબિટીસ અને બ્લેક ફંગસ થવાની શક્યતા વધારે રહેતી હતી પરંતુ સુરતમાં હવે એવું એક કેસ નોંધાયો છે જેમાં દર્દીને આ પ્રકારની કોઇ જ સારવાર લેવી પડી ન હતી તેમ છતાં તેને બ્લેક ફંગસ થઈ છે.

image source

સુરતના વૃદ્ધ કોરોના સંક્રમિત થયા ત્યારે તેમને કોરોના નું એક પણ લક્ષણ ન હતું અને હોસ્પિટલમાં કોઈ પણ પ્રકારની સારવાર પણ લીધી નથી. છતાં તે બ્લેક ફંગસથી સંક્રમિત થયા હતા. સુરત સિવિલમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. આ દર્દી નો જીવ બચાવવા માટે નિષ્ણાંતોએ સર્જરી કરી અને તેમની એક આંખ કાઢવી પડી હતી. જો કે સર્જરી કરનાર ડોક્ટર નું પણ કહેવું છે કે આવું કે આવો કેસ ભાગ્યે જ જોવા મળે છે.

image source

સુરત શહેરમાં બ્લેક ફંગસના દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો શનિવારે મ્યુકરની સારવાર દરમિયાન સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં એક-એક દર્દીનું મોત થયું હતું. જ્યારે ચાર દર્દીઓ નવા નોંધાયા હતા જેમાંથી ત્રણ દર્દી સિવિલ હોસ્પિટલમાં અને એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. સાથે જ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં 133 દર્દી, સ્મીમેર હોસ્પિટલમાં 52 અને અન્ય ખાનગી હોસ્પીટલમાં કુલ 60 દર્દી બ્લેક ફંગસની સારવાર લઇ રહ્યા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં 21 અને સ્મીમેરમાં 13 એમ કુલ 34 દર્દીના આ બીમારીના કારણે મોત થયા છે.

image source

શનિવારના દિવસે સિવિલ હોસ્પિટલમાં 10 અને સ્મીમેરમાં એક દર્દીની સારવાર સર્જરી કરવામાં આવી હતી. સિવિલમાં થયેલી 10 સર્જરીમાંથી સાત સર્જરી મેજર અને ક્રિટીકલ હતી. આ 10માંથી એક 65 વર્ષીય દર્દીની સર્જરી કરી ડોક્ટરોએ પણ આશ્ચર્ય અનુભવ્યું હતું. કારણ કે આ કેસમાં દર્દી ને કોરો નાના એક પણ પ્રકારનાં લક્ષણ ન હતા આ સિવાય દર્દીને હોસ્પીટલમાં સારવાર પણ લીધી ન હતી તેવામાં તેને બ્લેક ફંગસ થતા ડોક્ટરોને પણ આશ્ચર્ય થયું હતું. આ દર્દીને ડાયાબીટીસની તકલીફ હતી અને જ્યારે તેઓ ફંગસ ના લક્ષણો સાથે હોસ્પિટલ આવ્યા ત્યારે તેમનો આરટીપીસીઆર ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો જે નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમનું સીટી સ્કેન કરવામાં આવતા જાણવા મળ્યું કે આ દર્દીને નાક અને આંખ માં ફંગસ ફેલાઈ રહી છે તેથી તેમનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેમની આંખ કાઢવી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!