ઉત્તરાખંડનો પ્રલય જુઓ તસવીરોમાં, આ 15 તસવીરો જોઈ તમારા ધબકારા વધી જશે, કુદરત રૂઠી કે શું?

રવિવારે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક ગંભીર અકસ્માત થયો હતો. ગ્લેશિયર ફાટવાના કારણે ધૌલીગાંગા નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે વ્યાપક વિનાશ સર્જાયો હતો. જો કે, આપત્તિ અને મૃત્યુના સાચા આંકડા જાહેર થયા નથી અને હજુ આ માહિતી આવતા સમય લાગી શકે છે. અહીં જુઓ ઘટનાના કેટલાક ફોટોઝ…

image source

આઇટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરજીની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ઋષિગંગા પ્રોજેક્ટને પણ આ અકસ્માતમાં નોંધપાત્ર નુકસાન થયું છે. આ ઘટના અંગે ઉત્તરાખંડના શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વારમાં ચેતવણી આપવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી છે. ચમોલીના વહીવટનું કહેવું છે કે દુર્ઘટનામાં લગભગ 150 લોકો ગુમ છે. તે જ સમયે, કેટલાક લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.

image source

આ સાથે જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે જણાવ્યું કે નંદપ્રયાગથી આગળ અલકાનંદા નદીનો પ્રવાહ સામાન્ય થઈ ગયો છે. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.

તેઓ પોતે ચમોલી રવાના થઈ ચૂક્યા છે. સરકારે હેલ્પલાઈન નંબર 1905, 1070 અને 9557444486 બહાર પાડ્યા છે. સરકારે અપીલ કરી છે કે આ દુર્ઘટનામાં જુના વીડિયો સરક્યુલેટ કરીને અફવા ન ફેલવવામાં આવે.

image source

હાલની પરિસ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ITBPના 200થી વધુ જવાન, SDRFના 10 અને NDRFની ટીમ રેસ્ક્યુ કામમાં લાગી છે. બીજી કેટલીક ટીમો એરફોર્સના હેલિકોપ્ટરથી પહોંચી રહી છે. તો વળી બીજી તરફ હરીદ્વારમાં કુંભ મેળો ચાલી રહ્યો છે. તેના કારણે રાજ્ય સરકારે પણ અહીં હાઈઅલર્ટ આપી દીધી છે. મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે અધિકારીઓ પાસેથી દુર્ધટના અંગેની માહિતી લીધી. તેમણે લોકોને અફવાહ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું સાવધાનીના ભાગરૂપે નદીનું પાણી રોકી દેવામાં આવ્યું છે. અલકાનંદ, શ્રીનગર ડેમ અને ઋષિકેશ ડેમ પ્રભાવિત થયા છે. SDRFની ટીમ અલર્ટ પર છે. હું પોતે ઘટના સ્થળે જઈ રહ્યો છે.

image source

જો જાનહાનીની વાત કરવામાં આવે તો ચમોલીના તપોવન વિસ્તારમાં સ્થિત NPTCના પ્લાન્ટમાંથી 10 મૃતદેહ મળ્યા છે. અહીં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણુ નુકસાન થયું છે. અહીં કામ કરનારા ઘણા મજૂરો હાલ ગુમ છે. નદીના કિનારે વસેલા ઘણા ઘર પાણીમાં વહી ગયા છે. આસપાસના ગામોને ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. ઋષિગંગા સિવાય NTPCના પણ એક પ્રોજેક્ટને નુકસાન થયુ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત