બજેટ ઓછુ છે અને ફરવા જવું છે? તો આ પ્લેસ પર કરી લો એક નજર, પ્રાકૃતિક સુંદરતાથી છે ભરપૂર

હરવા ફરવાનો શોખ આમ તો બધા માણસને હોય છે. જેમની આર્થિક સ્થિતિ સધ્ધર હોય તેઓ તો વિશ્વના ખૂણે ખૂણે ફરવા જઈ શકે છે પરંતુ ઘણા ખરા લોકો એવા પણ હોય છે જેઓ ફરવા જવાની ઈચ્છા તો ધરાવતા હોય છે પણ તેમની પાસે ફરવા જવાનું મોટું બજેટ નથી હોતું. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ભારતમાં જ આવેલા અમુક એવા સ્થાનો વિશે માહિતી આપવાના છીએ જ્યાં તમે નાના બજેટમાં પણ ફરવા જઈ શકો છો.

image source

આ સ્થાનોની પ્રાકૃતિક સુંદરતા મન મોહી લે તેવી છે અને અહીં દર વર્ષે હજારો પર્યટકો ફરવા માટે આવે છે. જો તમે પણ ઓછા ખર્ચે ફરવા જવાની તમારી ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તો અહીં સૂચવેલ અમુક સ્થાનો વિશે જરૂર વિચારજો.

ઓલી

image source

ઉત્તરાખંડના ચમોલી જીલ્લામાં હિમાલયની પહાડીઓ પર આવેલ ઓલી એક ખુબસુરત સ્થાન છે. ગઢવાલીમાં ઓલીને ઔલી બુગ્યાલ એટલે કે ઘાસના મેદાન ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓલીની સુંદરતાને નજરો નજર નિહાળવા અહીં દેશ વિદેશથી પર્યટકો આવે છે. શિયાળાની ઋતુમાં અહીં ખૂબ બરફવર્ષા થાય છે અને ચારે બાજુએ બરફની મનમોહક ચાદર છવાઈ જાય છે જે અહીંની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે અને આ જ કારણ છે કે ઓલી ને ઉત્તર ભારતનું મીની સ્વિત્ઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. દિલ્હીથી ઓલી પહોંચવા માટે અંદાજે 14 કલાકનો સમય લાગે છે. અહીં નાના બજેટમાં પરવડે તેવી હોટલો પણ મળી જાય છે. અહીં તમે 10 હજાર રૂપિયાના બજેટમાં આરામથી હરીફરી શકો છો.

તવાંગ

image source

આ અરુણાચલ પ્રદેશનું એક પ્રાચીન પર્યટન સ્થળ છે ક્યાં પ્રકૃતિના અદભુત રંગ જોવા મળે છે. અહીંના બર્ફીલા શિલાઓ અને પર્વતોને પાર કરતા અને માણવા જેવા વળાંક ધરાવતા પહાડી રસ્તાઓ તમારી યાત્રાને રોમાંચક બનાવી દે છે. તવાંગ સમુદ્રતટથી લગભગ 2669 મીટરની ઊંચાઈ પર સ્થિત છે અને અહીં લગભગ દરેક સમયે પર્યટકોનું આવન જાવન ચાલુ જ હોય છે. અહીં ફરવા આવવા માટે તમારે મોટા બજેટની જરૂર નહીં પડે કારણ કે અહીં ઘણી ખરી જરૂરિયાતો સસ્તામાં ઉપલબ્ધ છે.

મસૂરી

image source

ઉત્તરાખંડમાં સ્થિત આ ખુબસુરત હિલ સ્ટેશનનું નામ તો તમે સાંભળ્યું જ હશે. આ હિલ સ્ટેશનનું એક નામ પર્વતોની રાણી પણ છે. દેહરાદૂનથી લગભગ 35 કિલોમીટરના અંતરે આવેલ મસૂરી ભારતના એ સ્થાનો પૈકી એક ગણાય છે જ્યાં લોકો એક વખત નહીં પણ વારંવાર આવવા ઇચ્છતા હોય. ખાસ કરીને ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આ સ્થાને આહલાદક બરફવર્ષા થાય છે. જો તમારું બજેટ 10 રૂપિયા આસપાસ છે તો તમે આ જગ્યાએ આરામથી હરીફરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!