વેલિડિટી બાદ 1 વર્ષમાં લાયસન્સને રિન્યૂ નહી કરાવો તો ફરીથી બનાવડાવવું પડશે, જાણો ઓનલાઈન એપ્લાય કરવાની રીત

જો તમારા ડ્રાઈવિંગ લાયસન્સની વેલિડિટી ખતમ થઈ ગઈ છે તો તમે તેને એક વર્ષમાં રીન્યૂ કરાવી લો. તમે આવું નહીં કરો તો તમારે ફરીથી તે પ્રક્રિયાથી પસાર થવાનું રહેશે જે નવા લાયસન્સની હોય છે. અથવા તો તમારે ફરીથી લર્નિંગ લાયસન્સ બનાવવાનું રહે છે.

image source

સડક પર ગાડી ચલાવતી સમયે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું કેટલું જરૂરી છે તે વાત આપણે સૌ જાણીએ છીએ. તેના વિના ગાડી ચલાવવાનું અનેક વાર સારી એવું ખિસ્સું ખાલી કરવા બરોબર છે. તમને ખ્યાલ જ છે કે લાયસન્સની વેલિડીટી 20 વર્ષ સુધીની હોય છે. જો તમે તમારા ડ્રાઈવિંગ લાયસન્સની વેલિડિટી ખતમ કરી ચૂક્યા છો તો તમારી પાસે એક વર્ષનો સમય છે. જો તમે એક વર્ષમાં તમારું લાયસન્સ નહીં બનાવડાવો તો તમારે ફરીથી લર્નિંગ લાયસન્સ બનાવવાનું રહેશે. આ પછી પરમેનન્ટ લાયસન્સ બનશે. એવામાં તમે લાયસન્સની વેલિડિટીને ખતમ થાય તે પહેલાં જ રિન્યૂ કરાવી લો તે જરૂરી છે.

નહીં જવું પડે RTOની ઓફિસે

image source

જો તમારું ડ્રાઈવિંગ લાયસન્સ એકસપાયર થઈ ગયું છે અને તમે તેને કોરોના મહામારીના કારણે રિન્યૂ કરાવવા જવા ઈચ્છતા નથી તો તમારી પાસે ઓનલાઈન રિન્યૂ કરાવવાનો ઓપ્શન પણ છે. ડ્રાઈવિંગ લાયસન્સને રિન્યૂ કરાવવા માટે તમે કઈ રીતે એપ્લાય કરી શકશો તેને વિશે અમે આપને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.

આ રીતે સરળ સ્ટેપ્સથી ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સને રીન્યૂ કરાવવા માટે કરી લો એપ્લાય

ડ્રાઈવિંગ લાયસન્સને માટે એપ્લાય કરવા માટે સૌથી પહેલા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની વેબસાઈટ પર જાઓ.

લેપટોપ કે કમ્પ્યુટર પર તમે Parivahan.Gov.In ટાઈપ કરી લો.

image source

હવે અહીં તમારી પાસે શહેર અને રાજ્યની વિગત માંગવામાં આવશે તેને ભરો.

આ પછી લાયસન્સ રિન્યૂના ઓપ્શન પર ક્લિક કરો.

આટલું કર્યા બાદ તમને એપ્લીકેશન ફોર્મમાં પોતાની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે.

અહીં ઓળખપત્ર, બર્થ સર્ટિફિકેટ, એડ્રેસ પ્રૂફ, ફોટો સાઈનને અપલોડ કરો.

image source

હવે તમારી સામે ફી જમા કરવાનો ઓપ્શન આવશે. અહીં માંગવામાં આવેલી ફી જમા કરી લો.

આ આખી પ્રોસેસ કમ્પ્લીટ કર્યા બાદ રિસિપ્ટને ડાઉનલોડ કરી લો અને પ્રિન્ટ કાઢી લો.