ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ છે રામબાણ ઇલાજ, જાણો કેવી રીતે કરે છે કંટ્રોલમાં

જાંબુ તુરુ, મધુર અને ખાટુ મોસમી ફળ છે. ઉનાળા ની શરૂઆત થતા જ બજારમાં જાંબુ જોવા મળે છે. જાંબુ ને રાવણા તરીકે પણ ઓળખવામાં આવે છે. જાંબુ સ્વાદની સાથે આરોગ્ય માટે પણ ઘણું ફાયદાકારક છે. આયુર્વેદમાં જાંબુની સાથે તેના ઠળિયા, પાન, છાલ વગેરેનો પણ સ્વાથ્ય માટે ઉપયોગી છે, તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

જાંબુ ખાવા થી સ્વાથ્યને ઘણા ફાયદા થાય છે, જાંબુમાં આયર્ન, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, વિટામીન-C, વિટામીન-A, વિટામીન-B ભરપુર માત્રામાં હોય છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે, જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે.

image source

જે ડાયાબીટીસ ના દર્દીઓ માટે અમૃત સમાન છે માટે જ જાંબુના ઠળિયા ડાયાબીટીસ ના દર્દીઓ માટે ઉપયોગી છે. જાંબુ ખાવાથી ડાયાબીટીસ, એનીમિયા, મોઢાની ચાંદી, દાંત અને પેઢા ની સમસ્યા જેવા અનેક રોગોને દુર કરવા માટે ઉપયોગી બને છે.

image source

જાંબુના વપરાશથી શુગરના દર્દીઓ તેમના ખાંડના સ્તરને સંતુલિત કરી શકે છે. ડાયાબીટીસ ની સમસ્યામાં જાંબુનું સેવન એક જડીબુટ્ટી સમાન માનવામાં આવે છે. જાંબુના ઠળિયામાં જમ્બોલીન નામનું તત્વ હોય છે, જે એક ગ્લુકોસાઈટ પદાર્થ છે. જે ડાયાબીટીસ ના દર્દીઓ માટે અમૃત સમાન છે, માટે જ જાંબુના ઠળિયા ડાયાબીટીસ ના દર્દીઓ માટે ઉત્તમ છે.

image source

જાંબુના ઠળિયા ને બરાબર સુકવ્યા બાદ તેને પીસી ચૂર્ણ બનાવીને સવાર સાજ તેનું સેવન કરવાથી ડાયાબીટીસ ની સમસ્યાથી છુટકારો મળે છે. ત્રીસ ગ્રામ જાંબુ ની કુમળી કુંપળો અને પાંચ ગ્રામ કાળા મરી ને પાણી સાથે વાટીને સેવન કરવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે. જયારે વારવાર પેશાબ માટે જવું પડતું હોય તે દર્દીઓએ જાંબુ ના ઠળિયાનું ચૂર્ણ નિયમિત સવારે ઠંડા પાણી સાથે લેવા થી ફાયદો થાય છે.

image source

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે, જો તમારા શરીરમાં પાણી ની ખામી છે તો, તેને દૂર કરવા માટે જાંબુનુ જ્યુસ બનાવીને પણ પીવુ અનુકુળ સાબિત થઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે પણ જાંબુ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જો તમે સ્વસ્થ રહેવા માગો છો તો, તેનો ઘણા પ્રકાર ને વપરાશ કરી શકો છો. તમે જાંબુને ઠંડા કરી સામાન્ય ફળો ની જેમ જ વપરાશ કરી શકો છો. તે સિવાય જાંબુ માંથી ફ્રૂટ ચાટ અથવા સલાડ બનાવી પણ તેનો ઉપયોગ કરી કરી શકાય છે.

image source

જાંબુમાં ફાયબરનું પ્રમાણ હોવાથી પેટ ની સમસ્યામાં જાંબુનું સેવન ફાયદાકારક છે, જાંબુના રસમાં થોડું મીઠું ઉમેરી ને સેવન કરવાથી પેટ એકદમ સાફ અને સ્વસ્થ રહે છે. જાંબુના સેવન થી ખોરાક ઝડપથી પચી જાય છે. બ્લડપ્રેશર ની સમસ્યામાં પણ જાંબુના પાનનું સેવન ફાયદાકારક છે.