Site icon News Gujarat

હચમચાવી નાંખે એવી પરિસ્થિતિ, હવે ગણતરીના શ્વાસ જ બાકી, ઓક્સિજનની 3 ગણી ડિમાન્ડ વધતાં લોકોના જીવ તાળવે ચોંટ્યાં

હાલમાં આખા રાજ્યમાં અને આખા દેશમાં ઓક્સિજન કોઈને નથી મળતો એવું કહીએ તો ચાલે, કારણ કે જ્યાં જુઓ ત્યાં સોર્ટેજ જ છે. ત્યારે લોકોના જીવ કેમ બચાવવા એ પણ મોટી મુસીબત ઉભી થઈ રહી છે. હવે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમે ચોંકી જશો. કઠવાડાના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટમાં રોજ 700 સિલિન્ડરમાં ઓક્સિજન ભરાતો હતો, પરંતુ હાલ જરૂરિયાત વધતાં ત્રણ શિફ્ટમાં રોજ 2 હજાર સિલિન્ડરમાં ઓક્સિજનનું રિફિલિંગ થાય છે આટલો મોટો તફાવત હોવાના કારણે પ્લાન્ટ બહાર રોજ અંદાજે 300 હોમ ક્વોરન્ટીન દર્દીઓનાં સગાં, 75 જેટલી હોસ્પિટલોના કર્મચારીઓ લાઇનમાં ઊભા રહે છે.

image source

પરંતુ હાલત એીવી છે કે તરત જ સ્ટોક પૂરો થતાં ‘સ્ટોક નથી’ એવા બોર્ડ મારવા પડી રહ્યાં છે. વટવાના પ્લાન્ટમાં પણ રોજનાં 250 સિલિન્ડરની જગ્યાએ હાલ 2 શિફ્ટમાં હજાર સિલિન્ડર રિફિલ કરાય છે એવી નોબત આવીને ઉભી રહી ગઈ છે. કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરી રહેલા ગુજરાતમાં 29 જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે પીએમ કેર્સ ફંડ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. જે એક ખુબ જ સરસ પગલું કહી શકાય. આ પહેલાં પણ 11 પ્લાન્ટ માટે મંજૂરી અપાઈ હતી. હવે 29 જિલ્લાની સરકારી હોસ્પિટલોની પસંદગી કરાઈ છે, જેથી જિલ્લાકક્ષાએથી જ દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડી શકાશે.

image source

જો આ વાત વિશે વિગતે વાત કરવામાં આવે તો 29 જિલ્લા પૈકી ગાંધીનગરમાં કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પ્લાન્ટ કાર્યરત કરી દેવાયો છે. બીજી તરફ, કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડો. મનીષ દોશીએ આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં અત્યારે ઓકિસજનના અભાવે લોકોનાં મોત થઈ રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે જ ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઇન્ડિયાની ચેતવણી ગંભીરતાથી લીધી નહીં એટલે આવી કરુણ સ્થિતિ સર્જાઈ છે. તો સારી વાત એ પણ છે કે અદાણી ગ્રુપે વિશ્વભરના ઓક્સિજન સપ્લાયરો પાસેથી ભારત માટે ઓક્સિજન મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

image source

તો વળી એક રાહતના સમાચાર એ પણ છે કે ભારતીય એરફોર્સે આ પૈકી 6 ટેન્ક ભારતમાં એરલિફટ કરી લીધી છે.. તેમજ હાલ 80 ટન ઓક્સિજનનો પ્રથમ જથ્થો દમામથી મુન્દ્રા પોર્ટ પર આવવા માટે નીકળી ગયો છે. દરમિયાન દુબઈ સરકાર અને ભારતીય એરફોર્સની મદદથી અદાણી ગ્રુપ દ્વારા દુબઈથી લિક્વિડ ઓક્સિજનનાં 12 જેટલા રેડી ટુ યુઝ સિલિન્ડર મેળવવામાં આવ્યાં છે.

image source

આ સંજોગોમાં સાઉદી અરેબિયાના લિન્ડે ખાતેથી લાઇફસેવિંગ મેડિકલ ગ્રેડ ઓક્સિજન 5 હજાર સિલિન્ડરની પણ ગ્રુપ દ્વારા વ્યવસ્થા કરાઈ છે. આ રીતે અલગ અલગ જગ્યાએથી પણ ઓક્સિજન મંગાવવામાં આવી રહ્યો છે અને લોકોને આપવામાં આવી રહ્યો છે જેથી લોકોના મોત થતાં બચી જાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version