Site icon News Gujarat

આ દેશમાં પ્રથમ વખત વગાડવામાં આવ્યો 18 હજાર વર્ષ જૂનો શંખ, જાણો શું છે આ શંખની ખાસ વિશેષતા

ફ્રાન્સના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ ઓફ ટોઉલોઉસમાં 18 હજાર વર્ષ જુનો શંખ રાખવામાં આવ્યો છે. તે સૌ પ્રથમ 1931 માં પાઈરેનીસ પર્વતની માર્સૌલાસ ગુફામાં મળી આવ્યો હતો. પછી તેને આ સંગ્રહાલયમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ તેને વગાડવામાં આવ્યો ન હતો. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ તેને લગાડ્યો. તેનો અવાજ સાંભળો. હવે તેના અવાજની સહાયથી, તેઓ 18 હજાર વર્ષ જૂની સંસ્કૃતિના સંગીતનો અંદાજ લગાવી રહ્યા છે.

આ શંખમાં એક વિશેષ પ્રકારનું કોતરકામ છે

image source

આ શંખનું કદ માનવ ખોપરી કરતાં મોટું છે. જ્યારે પુરાતત્ત્વવિદોએ આ શંખનું કાળજીપૂર્વક અવલોકન કર્યું, ત્યારે તેને લાગ્યું કે તે સામાન્ય દરિયાઈ શંખ નથી. આ શંખમાં એક વિશેષ પ્રકારનું કોતરકામ છે જે તેને એક મહાન સંગીતનું સાધન બનાવે છે. પુરાતત્ત્વવિદો માને છે કે આ શંખનો ઉપયોગ ઘણા વર્ષો પહેલા આનંદિક અથવા ધાર્મિક પ્રસંગોએ વગાડીને કરવામાં આવતો હશે.

તેઓ તેમાં ડ્રિંક લેતા હતા

image source

સોરબોન યુનિવર્સિટીમા લેબોરેટરી ઓઉ મોલીક્યુલર એન્ડ સ્ટ્રક્ચરલ આર્કિયોલોજીના નિયામક ફિલિપ વોલ્ટરે જણાવ્યું હતું કે, 90 વર્ષ પહેલાં જ્યારે તે 1931 માં મળ્યો હતો. પછી તેને લવિંગ કપ તરીકે જોવામાં આવ્યો હતો. આ વિશેનો એક અભ્યાસ સાયન્સ એડવાન્સિસ નામના જર્નલમાં પ્રકાશિત પણ થયો હતો. વોલ્ટર કહે છે કે, પહેલાના સમયમાં લોકો ખુશીના પ્રસંગોમાં લવિંગ કપનો ઉપયોગ કરતા હતા. તેઓ તેમાં ડ્રિંક લેતા હતા. પરંતુ આ શંખ જુદો છે. તે ખૂબ કલાત્મક લાગે છે. જ્યારે અમે તેની કાળજીપૂર્વક તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે તે સામાન્ય શંખ નથી. આ એક વિશેષ પ્રકારનું સંગીત સાધન છે.

મનુષ્ય ખૂબ જ સરળ સંગીતનાં સાધનો બનાવતા હતા

પાઈરેનીસ પર્વતોની મર્સૌલાસ ગુફા એ ખૂબ પ્રખ્યાત પુરાતત્વીય સ્થળ છે. આ ગુફાઓ દક્ષિણ પશ્ચિમ યુરોપના ઇતિહાસકારોનું ઘર છે. અહીં હંમેશા ઇતિહાસકારોનો મેળાવડો રહે છે. એવું માનવામાં આવે છે કે 18 હજાર વર્ષ પહેલાં આ ગુફાઓમાં પાઈરેનીસ મેગડેલેનિયસ અહીં રહેતા હતા. તેમના ગયા પછી, આ ગુફાઓમાં તેમની ઘણી કલાકૃતિ, દિવાલો પર પેઈન્ટિંગ, વસ્તુઓ અને શંખ જેવી વસ્તુઓ અહી પડી રહી હતી. પ્રાચીન સમયમાં મનુષ્ય ખૂબ જ સરળ સંગીતનાં સાધનો બનાવતા હતા. જેમ કે પક્ષીઓનાં હાડકાંમાંથી વાંસળી. પરંતુ શંખ વાદ્ય એ વિશ્વનું સૌથી જૂનું સાધન હોઈ શકે છે.

આ શંખ થોડોક તૂટી ગયો છે

image source

ફ્રેન્ચ નેશનલ સેન્ટર ફોર સાયન્ટિફિક રિસર્ચના સંશોધક કેરોલ ફ્રિટ્ઝ કહે છે કે, અમારી જાણકારી મુજબ તે કદાચ અત્યાર સુધીનું સૌથી પ્રાચીન વાદ્ય સાધન હોઈ શકે છે. 90 વર્ષ સુધી તે ફક્ત સાચવેલ હતું. તેને ક્યારેય વગાડવામાં આવ્યું નહોતો, જ્યારે તેને વગાડવામાં આવ્યો ત્યારે તેમાથી ખુબ સુંદર અવાજ આવ્યો હતો. પુરાતત્ત્વવિદો માને છે કે, આ શંખ થોડોક તૂટી ગયો છે, કારણ કે તે ગુફામાં ઘણા હજાર વર્ષોથી પડેલો હતો. પરંતુ તેનુ તળિયુ સૌથી મજબૂત છે. જે હજી સંપૂર્ણરીતે સલામત છે. જ્યારે ફિલિપ્સ વોલ્ટેરે આ શંખનો સીટી સ્કેન કર્યો ત્યારે તેણે તેની અંદર માનવ આર્ટવર્ક જોવા મળ્યું.

બાઇસન પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી હતી

image source

ફિલિપ્સ જણાવે છે કે, આ શંખની ટોચને ઇરાદાપૂર્વક કાપવામાં આવી હતી. શંખના વક્ર ભાગ ખૂબ જીણવટથી રસ્તો બનાવવામાં આવ્યો હતો. એવું માનવામાં આવે છે કે વળાંકવારો રસ્તો બનાવવા માટે મેગડેલેનિયંસ કોઈ ચોટી જાય તેવા ઓર્ગેનિક પદાર્થનો ઉપયોગ કર્યો હશે. તે વેક્સ અથલા ક્લે હોઈ શકે છે.

image source

પરંતુ તે શું હતું, તે ફિલિપ્સની ટીમ શોધી શકી નહીં. ફિલિપ્સ કહે છે કે આ શંખના ઘણા ભાગોમાં લાલ રંગના દ્રવ્યો જોવા મળ્યા છે. એટલે કે, તેને આ જ લાલ રંગના બિંદુઓથી રંગવામાં આવ્યો હશે. તેના પર ઘણા ફિંગરપ્રિન્ટ જેવા નિશાન પણ મળી આવ્યા છે. તેની અંદર એક વિશાળ બાઇસન પેઇન્ટિંગ પણ બનાવવામાં આવી હતી. જે હવે ભૂંસાઈ ગઈ છે પણ તેના ચિન્હ બાકી છે.

શંખને વગાડવા માટે પ્રોફેશનલ હોર્ન પ્લેયરને બોલાવ્યો

image source

ફિલિપ્સે કહ્યું કે, અમે આ શંખને વગાડવા માટે એક પ્રોફેશનલ હોર્ન પ્લેયરને બોલાવ્યો હતો. કારણ કે તેને ડર હતો કે તેને વગાડતી વખતે તેને કોઈ નુકસાન ન થાય. પરંતુ જ્યારે તેને વગાડવામાં આવ્યો ત્યારે તેમાથી જે અવાજ નિકળ્યો તે લાજવાબ હતો. તેમાં ત્રણ નોટેસ સંભળાઇ. સી, સી-શાર્પ અને ડી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version