કઈ કંપની આપે છે સસ્તા કોલિંગ અને ડેટાની ફેસિલિટી, જાણો એરટેલ કે જીઓમાંથી કઇ કંપની છે બેસ્ટ

રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ આ ભારતના બે સૌથી મોટા ટેલિકોમ ઓપરેટર છે. બંને કંપનીઓ વધુ સબસ્ક્રાઇબર્સ ઉમેરવામાં રોકાયેલી હોય છે, અને બજારનો મોટો હિસ્સો લેવા માંગે છે. આ કરવા માટે જિયો અને એરટેલ યુઝર્સ બસ્સો રૂપિયાથી ઓછી કિંમતના લો-કોસ્ટ પ્રીપેડ પ્લાન્સ આપવા માટે તૈયાર રહેતી હોય છે.

image source

જિયોની કંપની બસ્સો રૂપિયાની કેટેગરીમાં બે પ્રીપેડ પ્લાન આપે છે. એક પ્લાનની કિંમત ૧૪૯ રૂપિયા અને બીજા પ્લાનની કિંમત ૧૯૯ રૂપિયા છે.જયારે એરટેલ ૨૦૦ રૂપિયાની કેટેગરીમાં અનેક પ્લાન આપે છે. આ પ્લાન્સના ભાવ ૧૯ રૂપિયાથી શરૂ થઈ ૧૯૯ રૂપિયા સુધીના હોય છે. કઈ કંપની વધુ સારી યોજનાઓ પ્રદાન કરે છે તે જાણવા માટે અમે આ બંને કંપનીઓની યોજનાઓની તુલના કરીશું.

રિલાયન્સ જિયોના સસ્તા પ્રીપેડ પ્લાન

રિલાયન્સ જિયોથી શરૂઆત કરીએ તો તે કંપની આ કેટેગરીમાં બે સસ્તા પ્લાન આપે છે. પહેલો પ્લાન ૧૪૯ રૂપિયામાં આવ્યો છે, જેમાં અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ એક જીબી ડેટા, દરરોજ સો એસએમએસ ઓફર કરવામાં આવ્યા છે. આ યોજનાનો સમયગાળો ૨૪ દિવસનો હોય છે અને બીજો પ્લાન ૧૯૯ રૂપિયાનો હોય છે, તેની વાત કરવામાં આવે તો તે દરરોજ ૧.૫ જીબી ડેટા આપે છે.

image source

આ પ્લાનનો સમયગાળો ૨૮ દિવસનો હોય છે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઇસ કોલ પણ ઉપલબ્ધ છે, દરરોજ સો એસએમએસ. આ ઉપરાંત આ પ્લાનમાં જિયો ટીવી, જિયો સિક્યોરિટી, જિયો સિનેમા, જીઓ ન્યૂઝ, જિયો ક્લાઉડ વગેરે જેવી એપ્લિકેશનોને મફતમાં સબસ્ક્રિપ્શનની ઓફર પણ આપવામાં આવે છે.

ભારતી એરટેલના સસ્તા પ્રીપેડ પ્લાન

image source

ભારતી એરટેલ પણ ઘણા સસ્તા પ્રીપેડ પ્લાન આપે છે. આ પ્લાનની કિંમત ૧૯ રૂપિયા, ૧૨૯ રૂપિયા, ૧૪૯ રૂપિયા, ૧૭૯ રૂપિયા અને ૧૯૯ રૂપિયા છે. એરટેલ ૧૯ રૂપિયાના પ્લાનમાં બે દિવસ માટે ૨૦૦ એમબી ડેટા આપે છે. યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલનો લાભ મળે છે. એરટેલે તેના આ પ્લાનમાં એરટેલ થેંક્સ અને એસએમએસ બેનિફિટનો પણ સમાવેશ કર્યો છે.

૧૨૯ રૂપિયાના પ્લાન વિશે વાત કરીએ તો તેમાં ૨૪ દિવસ માટે એક જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને ૩૦૦ એસએમએસ આ પ્લાનમાં આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૪૯ રૂપિયાના પ્લાનમાં કુલ બે જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ ડેટા અને ૩૦૦ એસએમએસ ૨૮ દિવસના પ્લાન મુજબ આપવામાં આવી રહ્યા છે. ૧૪૯ અને ૧૭૯ રૂપિયાની યોજનાઓ વચ્ચે માત્ર એક જ તફાવત છે.

image source

૧૭૯ રૂપિયાનો પ્લાન રૂ.૨ લાખ ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સનો વીમો લઈને આવ્યો છે. ૧૯૯ રૂપિયાના પ્લાનમાં એક જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ, દરરોજ સો એસએમએસ આપવામાં આવ્યા છે અને તેની વેલિડિટી ૨૪ દિવસની છે. એ નોંધવું પડશે કે ઉપર જણાવેલા તમામ એરટેલ પ્લાન ૧એરટેલ થેંક્સ અને એમેઝોન પ્રાઇમ વીડિયો મોબાઇલ એડિશનનું એક મહિનાનું ફ્રી ટ્રાયલ એક મહિના માટે તેમાં મળી રહે છે.

કઈ કંપની સારા અને સસ્તા પ્લાન આપે છે

જિયો આ બંને કંપનીઓમાં શ્રેષ્ઠ ઓછી કિંમતના પ્લાન પ્રદાન કરે છે. જિયોના ૧૪૯ રૂપિયાના પ્લાનમાં દરરોજ એક જીબી ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને સો એસએમએસ ની ઓફર કરવામાં આવે છે. જ્યારે એરટેલ યુઝર્સે આ ફાયદા માટે ૧૯૯ રૂપિયાનું રિચાર્જ કરવું પડે છે. માટે જીયોની કંપની સસ્તા અને સારા પ્લાન આપે છે.