આ ખાસ દિવસે તમે પણ આ મહાદેવ પર કરો જીવતા કરચલાનો અભિષેક, તમામ તકલીફોનો આવશે અંત અને મહાદેવ થશે પ્રસન્ન

મિત્રો, મહાદેવ એ એવા દેવગણ છે કે, જે ફક્ત ભાવનાના ભૂખ્યા છે, જો તમે તેમને ખાલી શુદ્ધ જળ અર્પણ કરો તો પણ તે તમારાથી પ્રસન્ન થઇ જાય છે. તેમછતા શાસ્ત્રોમા તેમને અનેકવિધ દ્રવ્યોથી અભિષેક કરવાનો પણ મહિમા વર્ણવેલો છે. આજે આ લેખમા અમે તમને સુરતના ઉમરા ગામમા આવેલ રામનાથઘેલા મહાદેવનું મંદિર અભિષેકની દ્રષ્ટીએ વિશ્વનુ સૌથી અનોખુ અને વિશેષ શિવમંદિર છે. આ એક એવુ મંદિર છે કે, જ્યા દેવાધિદેવ મહાદેવને થાય છે જીવતા કરચલાથી અભિષેક.

image source

અત્રે ઉલ્લેખનિય છે કે, પોષ વદ અગિયારસના અહી ઉત્સવ ઉજવવામા આવે છે અને એ જ દિવસે વર્ષમા એકવાર શ્રદ્ધાળુઓ મહાદેવને જીવિત કરચલા અર્પણ કરે છે. મુખ્યત્વે આપણે શ્રદ્ધાળુઓને શિવમંદિરની બહાર સહજ રીતે પુષ્પ કે બિલ્વપત્રની ખરીદી કરતા જોયા હશે પરંતુ, અહી રામનાથઘેલા મંદિરની બહાર શ્રદ્ધાળુઓ મહાદેવને અર્પણ કરવા માટે જીવતા કરચલાની ખરીદી કરે છે. આ અંગે આપણે આગળ હજુ થોડી માહિતી મેળવીએ.

image source

પોષ વદી એકાદશીના દિવસે અહી શિવલિંગ પર જીવિત કરચલા અર્પણ કરવાની આ પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે. એક માન્યતા મુજબ રામનાથઘેલાને આસ્થા સાથે કરચલા અર્પણ કરવાથી અનેકવિધ સમસ્યાઓથી મુક્તિ મળે છે. અહી મહાદેવને કરચલા શા માટે અર્પણ કરવામા આવે છે, તેની સાથે એક ખુબ જ રોચક દંતકથા જોડાયેલી છે.

image source

પ્રચલિત કથા મુજબ વનવાસે નીકળેલા પ્રભુ શ્રી રામને પિતા દશરથ માટે તર્પણ કરવાની ઈચ્છા થઈ. તેમણે બાણ ચલાવીને જમીનમાંથી શિવલિંગ પ્રગટ કર્યુ. આ અદભુત શિવલિંગ જોઈને પ્રભુ શ્રી રામ ખૂબ જ ઘેલા થઈ ગયા અને એટલે જ મહાદેવનુ આ શિવલિંગ ‘રામનાથઘેલા’ તરીકે પ્રસિદ્ધ થયુ.

image source

એવુ કહેવામા આવે છે કે, સ્વયં સમુદ્રદેવ બ્રાહ્મણનુ રૂપ લઈ અહીં તર્પણવિધિ કરાવવા માટે આવ્યા હતા અને તેમની સાથે દરિયાઈ જીવો અને વિશેષ તો કરચલા પણ શિવલિંગ પર અહી ખેંચાઈ આવ્યા હતા. સમુદ્રદેવે પ્રભુ શ્રી રામને આ જીવોનો ઉદ્ધાર કરવાની પ્રાર્થના કરી.

ત્યારે પ્રભુ શ્રી રામજીએ કહ્યું કે, “જે મનુષ્ય પોષ વદ એકાદશીએ આ કરચલા અહી મહાદેવને અર્પણ કરશે, તેની તમામ તકલીફોનો અંત આવશે. મનુષ્ય અને કરચલા બંન્નેનો ઉદ્ધાર થશે !” અમુક માન્યતા મુજબ પ્રભુ શ્રી રામચંદ્રજી એ પ્રદાન કરેલા તે આશિષને લીધે જ રામનાથઘેલા મહાદેવને કરચલા અર્પણ કરવાનો મહિમા છે.

image source

અહી રામનાથઘેલાને અર્પણ થતા કરચલાઓની સંખ્યામા દર વર્ષે દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, તે ભક્તોની પ્રત્યેની આસ્થાને અભિવ્યક્ત કરે છે. તમે પણ આ જગ્યાની એકવાર મુલાકાત અવશ્યપણે લેજો અને અહી આવીને મહાદેવને કરચલા અવશ્યપણે અર્પણ કરજો, તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થઇ જશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ