બોલિવૂડથી લઈને ટીવી સુધીની તમામ અભિનેત્રીઓ કેટલીક વખત પોતાના ડ્રેસને કારણે Oops મોમેન્ટનો શિકાર બને છે. કેટલીક વખત તેમના એકદમ ફીટ કપડા સમસ્યા બની જાય છે તો ક્યારેક એવા કિસ્સઓ કે જેમા તેમના ખુલ્લા ડ્રેસને કારણે પણ તેઓ ચર્ચામા આવે છે. હાલમા અભિનેત્રી ઉર્વશી રૌતેલા આવી જ એક સમસ્યાનો શિકાર બની હતી જેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો છે. તેના માટે તેનો ડ્રેસ જ પરેશાની બની ગયો હતો. ઉર્વશી તેના ડ્રેસને કારણે બરાબર બેસી પણ શકતી ન હતી.
વાત કરીએ આ વીડિયો વિશે તો તે એક સેશનમાં બેઠેલી જોવા મળી રહી છે પરંતુ તે દરમિયાન તેનુ ધ્યાન માત્ર તેના કપડા પર જ છે. ઉર્વશીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો ઉર્વશી રૌતેલાના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પર સામે આવ્યો છે. આ વીડિયોમાં ઉર્વશી એક સેશનમાં બેઠેલી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે તે ગ્રીન કલરના વન પીસ ટાઇટ શોર્ટ ડ્રેસ પહેરેલ છે. કદાચ જો આ ડ્રેસમાં અભિનેત્રી ઉભેલી હોત તો એટલી મુશ્કેલી ન હોત પરંતુ તે બેસેલ હોવાના કારણે આ ડ્રેસ વધુ ઉપર તરફ સરકીને જઈ રહ્યો હોય તેવુ લાગતુ હતુ.
આ પછી પણ ઉર્વશી સેશન દરમિયાન ઉપરથી હસતી જ જોવા મળી હતી પરંતુ તેનું ધ્યાન આખા સેશનમાં ફક્ત તેના કપડા પર જ હતુ. આ વીડિયોમાં જોઇ શકાય છે કે ઉર્વશી તેને હાથથી ખેંચીને કરવાનો પ્રયાસ કરે છે.
પરંતુ તે સમયે તે Oops મોમેન્ટનો શિકાર બની જાય છે. જો કે ઘણી વાર પ્રયત્ન કર્યા પછી તેને આખરે તેના પગને એક પગ પર મૂકીને આ પરેશાન પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં સફળતા મેળવી હતી. તેણે ખુબ સારી રીતે સ્થિતિને સંભાળી લીધી હતી.
આ પછી થોડા દિવસો પહેલા જ ઉર્વશી રૌતેલા તેના એક ફોટાને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી હતી. જાણવા મળ્યુ છે કે ઉર્વશીએ એક ફોટો શેર કર્યો હતો જેમાં તે કાદવમા સ્નાન કરતી જોવા મળી હતી. આ તસવીરમાં ઉર્વશીનું આખું શરીર માટીવાળુ જોવા મળ્યું હતું. આ ફોટો જોતાં જ લોકોએ ફિલ્મ ‘નાયક’ ના અનિલ કપૂરને યાદ કર્યા અને લોકો તેને ‘નાયક 2.0’ કહીને ટ્રોલ કરવા લાગ્યા હતા.