મોદી સરકારની આ યોજનામાં મળે છે 1.3 લાખનો ફાયદો, કરી લો ફક્ત 1 જ કામ અને જાણો ફાયદા

જો આપે પણ અત્યાર સુધી પ્રધાનમંત્રી જનધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana- PMJDY) હેઠળ એકાઉન્ટ નથી ખોલાવ્યું તો ફટાફટ ખોલાવી લો. કેમ કે, પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલાવવામાં આવેલ ખાતામાં ખાતાધારકને કુલ ૧.૩૦ લાખ રૂપિયાના લાભ આપવામાં આવે છે. આ સરકાર તરફથી શરુ કરવામાં આવેલ સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ માંથી એક છે. જેમાં કેટલાક પ્રકારના અલગ અલગ નાણાકીય લાભ મળે છે. તો ચાલો જાણીશું એના લાભ વિષે…

૧.૩૦ લાખ રૂપિયાના લાભ.

image source

પ્રધાન મંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલ ખાતામાં ખાતાધારકને કુલ ૧.૩૦ લાખ રૂપિયાના લાભ આપવામાં આવે છે. એમાં દુર્ઘટના વીમો પણ આપવામાં આવે છે. એકાઉન્ટ હોલ્ડરને ૧ લાખ રૂપિયાના દુર્ઘટના વીમો અને સાથે જ ૩૦ હજાર રૂપિયાનો જનરલ ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. એવામાં જો ખાતાધારકનો એકસીડન્ટ થઈ જાય છે, તો ૩૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. જો આ એકસીડન્ટમાં ખાતાધારકનું અવસાન થઈ જાય છે તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે, કુલ મળીને ૧.૩૦ લાખ રૂપિયાના ફાયદા મળે છે.

શું છે જન ધન ખાતુ?

image source

પ્રધાનમંત્રી જન- ધન યોજના (PMJDY) સૌથી મહત્વાકાંક્ષી નાણાકીય પ્રોગ્રામ છે. જે બેંકિંગ/બચત તથા જમા ખાતા, વિપ્રેષણ, ઋણ, વીમો, પેંશન સુધી પહોંચવાનું સુનિશ્ચિત કરતા હોય છે. આ ખાતુ કોઈપણ બેંક શાખા અથવા વ્યવસાય પ્રતિનિધિ (બેંક મિત્ર) આઉટલેટમાં ખોલવામાં આવી શકે છે. પીએમજેડીવાય ખાતુ ઝીરો બેલેન્સની સાથે ખોલવામાં આવી રહ્યા છે.

કેવી રીતે ખોલાવો ખાતુ?

પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતા પબ્લિક સેક્ટર બેંકોમાં વધારે ખોલાવવામાં આવે છે. પરંતુ જો આપ ઈચ્છો તો પ્રાઈવેટ બેંકમાં પણ પોતાનું જન ધન એકાઉન્ટ ખોલાવી શકો છો. જો આપની પાસે ઓઈ અન્ય સેવિંગ એકાઉન્ટ છે તો આપ તેને જન ધન ખાતામાં પણ બદલી શકો છો. ભારતમાં રહેનાર કોઈ પણ નાગરિક, જેની ઉમર ૧૦ વર્ષ કે પછી તેના કરતા વધારે છે, જન ધન ખાતુ ખોલાવી શકે છે.

આ ડોક્યુમેન્ટની પડે છે જરૂરિયાત.

image source

જન ધન ખાતુ ખોલાવવા માટે KYC હેઠળ દસ્તાવેજોનું સત્યાપન જરૂરી છે. આ દસ્તાવેજોના ઉપયોગથી જન ધન ખાતુ ખોલાવી શકાય છે. આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડ. જન ધન એકાઉન્ટમાં મળશે આ ફાયદા.

-ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવાની સમસ્યા નથી.

-સેવિંગ એકાઉન્ટ જેટલું મળી રહેશે વ્યાજ.

-મોબાઈલ બેન્કિંગની સુવિધા પણ મળશે ફ્રી.

image source

-દરેક યુઝર્સને ૨ લાખ રૂપિયા સુધીનો દુર્ઘટના વીમા કવર.

-૧૦ હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા.

-કેશ ઉપાડવા અને શોપિંગ માટે રૂપે કાર્ડ મળે છે.