નફ્ફટ હની સિંહનો ભાંડો ફોડ્યો પત્ની શાલિની તલવારે, એવા અત્યાચાર કરતો કે સાંભળીને ઈન્ટરનેટ ધ્રુજવા લાગ્યું

પ્રખ્યાત રેપર ‘યો યો હની સિંહ’ના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. હની સિંહ સામે ઘરેલુ હિંસાનો કેસ નોંધવામા આવ્યો છે. તેની પત્નીએ હની સિંહ પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ દરમિયાન તેની પત્નીએ તેની દર્દભરી કહાની પણ કહી હતી. હની સિંહે લગ્ન બાદ જ તેની પત્ની શાલિની તલવાર સાથે ગેરવર્તન કરવાનું શરૂ કર્યું હતું. શાલિનીએ 2 મહિના પહેલા સોશિયલ મીડિયા પર પોતાનું આ દુઃખ દર્શાવ્યું હતું. આ પોસ્ટ સામે આવતા હની સિંહનો ભાંડો ફૂટ્યો છે. આ મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

હની સિંહની પત્નીએ કરી ચાર પોસ્ટ:

image source

હની સિંહની પત્ની શાલિની તલવારે છેલ્લા બે મહિનામાં એક -બે નહીં પરંતુ ચાર સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે અને લોકો સાથે પોતાની આ સમસ્યા વ્યક્ત કરી છે. તેણે પતિ હની સિંહના અત્યાચારની આખી કહાણી જણાવી છે. મળતી માહિતી મુજબ તેણે 30 મે 2021ના રોજ પ્રથમ પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં કોઈ લેખકની વાતને જોડતા તેણે લખ્યું છે કે ઈમોશનલ શોષણ વ્યક્તિની ઓળખનો નાશ કરે છે અને તે તેમની મનોવૈજ્ઞાનિક અને ભાવાત્મક વિચારસરણી સાથે ખોટું છે. હવે લોકો સતત આ પોસ્ટ્સ પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેની સમસ્યાઓ વિશે પૂછી રહ્યાં છે.

24 જૂને હિંસાની વાત કરી હતી:

 

View this post on Instagram

 

A post shared by Shalini (@sheenz_t)

હની સિંહની પત્ની શાલિની તલવારે 24 જૂને બીજી પોસ્ટ મૂકી છે. આ સાથે તેણે એક છોકરીની તસવીર પર લખ્યું છે ‘ તે સંસ્કારી હતી જ્યાં સુધી આ બધું સહન કરતી રહી. જ્યારે તે બોલી ત્યારે તે અસભ્ય બની ગઈ. આ સાથે કેપ્શનમાં શાલિનીએ લખ્યું છે કે તમે કયા સમાજમાંથી આવો છો, અમીર કે ગરીબ, શિક્ષિત કે અભણ, તમે ફેમસ છો કે નહીં તેનાથી કઈ જ ફર્ક પડતો નથી. દરેક જગ્યાએ મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. દરેક વર્ગમાં મહિલાઓની દુર્દશા સમાન છે.

 

View this post on Instagram

 

A post shared by Shalini (@sheenz_t)

20 જુલાઈએ ત્રીજી પોસ્ટમાં કરતા શાલિનીએ કહ્યું છે કે કોઈને વારંવાર ખોટું બોલવા બદલ ક્યારેય માફ ન કરો. આ તેની ચારિત્ર્યહીનતા, પ્રામાણિકતા, કપટ અને ખરાબ માનસિકતા દર્શાવે છે.

હની સિંહની પત્નીએ મોડી રાત્રે પોસ્ટ કરી:

 

View this post on Instagram

 

A post shared by Shalini (@sheenz_t)

આ પછી ફરી એકવાર ગઈ રાત્રે એટલે કે 4 ઓગસ્ટ, 2021 ના રોજ શાલિનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને કેટલીક વાતો કહી છે. આ સાથે તેણે લખ્યું છે કે જે લોકો ઘણો બધો ડ્રામા સહન કરે છે તેઓ ક્યારેય સંપૂર્ણ રીતે સ્વસ્થ થતા નથી. જ્યારે આવું થાય છે ત્યારે આપણે સમજવું પડશે કે તે સાચા છે જ્યાં તેઓએ સાચું થવું જોઈએ. બધી સ્થિતિ સુધારવા માટે નથી હોતી નથી હિંમતથી તેની સાથે જોડશો નહીં. કેટલાક લોકોને એટલો ત્રાસ આપવામાં આવે છે કે તેઓ ક્યારેય તેમની ઈચ્છા વ્યક્ત કરી શકતા નથી. આ ઘટનાઓ તેમની પાસેથી બધું છીનવી લે છે અને તેમને સહન કરવાની વધુ હિંમત મળે છે જેની મદદથી તેઓ આગળ વધતા રહે છે. જ્યાં સુધી કોઈને આવું ન થાય ત્યાં સુધી તેઓ સમજી શકતા નથી. આપણે એક કરુણામય સમાજની જરૂર છે. #SURVIVOR