Site icon News Gujarat

હની સિંહે કહ્યા પત્નીના આરોપને જુઠા, કાયદા પર દાખવ્યો વિશ્વાસ.

બૉલીવુડ રેપર હની સિંહ હાલમાં જ ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે એમની વાઈફ શાલીની સિંહે એમના પર ડોમેસ્ટિક વાયોલન્સને લઈને ફરિયાદ નોંધાવી છે. એમનો પત્નીએ પરિવાર પર પણ ગંભીર આરોપ લગાવ્યા.એ પછીથી હની સિંહ આ મુદ્દે શાંત હતા અને એમની તરફથી કોઈ પ્રતિક્રિયા નહોતી આવી રહી પણ હવે રેપરે મૌન તોડ્યું છે.

image source

એક સ્ટેટમેન્ટ જાહેર કરીને વાઈફ દ્વારા લગાવાયેલા બધા આરોપને પાયાવિહોના કહ્યા છે અને કહ્યું છે કે હકીકતનો આની સાથે કોઈ સંબંધ નથી.

રેપરે ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટમેન્ટ જાહેર કરી લખ્યું છે કે આ જે મારી પત્ની શાલીની સિંહ દ્વારા મારા પર જુઠા આરોપ લગાવવામાં આવ્યા છે એના પર હું દિલથી ખૂબ જ દુઃખી મહેસુસ કરી રહ્યો છું. આ બધા આરોપ જુઠા છે. મેં પહેલા ક્યારેય પણ કોઈ પબ્લિક સ્ટેટમેન્ટ જાહેર નથી કર્યું. જ્યારે મારા લિરિકસને ક્રિતિસાઈઝ કરવામાં આવ્યા હતા. જ્યારે મારી હેલ્થને લઈને જાત જાતની વાતો કરવામાં આવી હતી, જ્યારે નેગેટિવ મીડિયા કવરેજ કરવામા આવી મેં ક્યારેય પણ સ્ટેટમેન્ટ જાહેર નથી કર્યું. પણ હવે મારુ મૌન એટલે તૂટ્યું છે કારણ કે આરોપ આરોપ મારા પરિવાર પર લગાવવામાં આવ્યા છે. મારા ઘરડા માતા પિતા અને મારી નાની બહેન. આ એ લોકો છે જે મારા મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભા હતા. આ બધા આરોપ એકદમ પાયાવિહોના છે.

બધાને ખબર છે પત્ની સાથે કેવો છે મારો સંબંધ.

image source

હું 15 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલો છું અને મેં ઘણા બધા આર્ટિસ્ટર્સ અને મ્યુઝીશિયન સાથે કામ કર્યું છે. બધાને એ વિશે ખબર છે કે મારી પત્ની સાથે મારી રિલેશનશિપ કેવી છે. હું આ બધા આરોપોને ખારીજ કરું છું. પણ હું આ વિશે હવે આથી વધુ કઈ નહિ કહું કારણ કે કેસ કોર્ટમાં છે. મને દેશની ન્યાયિક વ્યવસથા પર પૂરો વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે જલ્દી જ હકીકત બધાની સામે આવશ

પત્નીએ લગાવ્યા ઘરેલુ હિંસાના આરોપ.

image source

હું આ દરમિયાન પોતાના બધા ફેન્સ અને ઓળખીતાઓને અપીલ કરીશ કે સત્ય જાણ્યા વિના કોઈપણ પ્રકારના નિર્ણય પર ન પહોંચો. ખાસ કરીને ત્યાં સુધી જ્યાં સુધી કોર્ટ કોઈ નિર્ણય ન લઈ લે. મને પૂરો વિશ્વાસ છે કે સત્યની જીત થશે અને સત્ય જ સરવાઈવ કરશે. દર વખતની જેમ મારો સાથ આપવા અને મને આ ખરાબ સમયમાં સ્પોર્ટ કરવા માટે તમારા બધાનો આભાર. યપ યો હની સિંહ. તમને જણાવી દઈએ કે હાલમાં જ હની સિંહની પત્ની શાલીની સિંહે આર્ટિસ્ટ પર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યો છે.

Exit mobile version