ટૂંક સમયમાં આવી રહી છે Mahindra ની XUV700, જાણો તેની કિંમત અને ફીચર્સ વિશે

જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2019 થી પાછળ પડી ગયેલ કોરોના મહામારીએ વિશ્વબજારમાં ભારે ઉથલ પાથલ મચાવી દીધી છે. એક બાજુ લોકોના નાના મોટા ધંધા રોજગારને આ મહામારીને કારણે ભારે નુકશાન વેઠવું પડ્યું છે ત્યારે મોટી મોટી માતબર અને પ્રોડક્ટ પ્રોડક્શન કરતી કંપનીઓએ પણ જ્યાં સુધી નુકશાન સહન થાય ત્યાં સુધી સહન કર્યા બાદ હવે પોતપોતાના પ્રોડક્ટમાં ભાવવધારો કરવા મજબૂર બનવું પડ્યું છે. અને જેમ વર્ષોથી પરંપરા ચાલી આવી રહી છે એ મુજબ આ ભાર પણ અંતે સામાન્ય માણસોના ખભે જ ઉઠાવવાનો આવ્યો છે.

image source

એટલું જ નહીં આ મહામારીને કારણે ઓટોમોબાઇલ ઉદ્યોગને પણ ભારે ફટકો પડયો છે. વિવિધ મોટરસાયકલ અને ફોર વહીલ વાહનો નિર્માણ કરતી કંપનીઓને પણ પોતાના વાહનોના લોન્ચિંગ પાછા ઠેલવવાની ફરજ પડી હતી. જો કે હવે કોરોના મહામારી કઇંક અંશે ધીમી પડતા ફોર વહીલ કંપનીઓ ફરીથી પોતાના વાહનોની લોન્ચિંગ પ્રક્રિયા હાથ ધરવા લાગી છે.

તાજેતરમાં જ Mahindra ની Mahindra XUV700 ની અમુક તસવીરો લીક થઈ છે. નોંધનીય છે કે Mahindra XUV700 કદમાં ઘણી.મોટી ગાડી છે અને XUV500 પર આધારિત છે. XUV700 વધુ પ્રીમિયમ હશે અને તેની કિંમતપન વધુ હશે તેવો અંદાજ છે.

image source

XUV700 ની જે તસવીરો લીક થઈ છે તે કંપનીના પ્લાન્ટમાં રહેલી SUV ની તસવીરો છે. બે તસવીરોમાં XUV700 તેના નવા રૂપમાં દેખાઈ રહી છે. તસ્વીર જોતા એ પણ સ્પષ્ટ થાય છે કે XUV700 કદમાં મોટી છે અને XUV500 પર આધારિત છે. ગાડીના સાઈડમાં એક DRL સાથે મોટા હેડલેમ્પ તેને એક ખાસ લુક આપે છે જ્યારે તેની ગ્રીલ બ્લેક છે.

image source

Mahindra XUV700 માં ક્લેડીંગ અને રુફ રેલ જેવી ચીજો પણ છે. હેડલેમ્પ LED યુનિટ છે જ્યારે રિયર કવર્સ સાથે XUV500 ની સરખામણીએ મોટા ટેલ લેમ્પસ છે. તેમાં એક ઇન્ટિગ્રેટેડ સપોઇલર પણ છે. એક 7 સીટર ગાડી હોવાને કારણે તેમાં ક્વાર્ટર ગ્લાસ મોટો છે અને ત્રીજી રો પણ છે જેમાં સારી એવી જગ્યા પણ આપવામાં આવી છે.

ફિચર્સની વાત કરીએ તો Mahindra XUV700 માં મોટું સનરુફ, ફ્લશ ડોર હેન્ડલ, સ્પીડ સાથે ઓટોમેટિક વોઇસ એલર્ટ સહિત અન્ય સુવિધાઓ પણ જરૂર હશે. ઇન્ટિરિયરમાં 2 મોટી સ્ક્રીન હશે જે પૈકી એક ટચસ્ક્રીન સાથે ડ્યુઅલ જોન ક્લાઈમેટ કન્ટ્રોલ, 360 ડિગ્રી વ્યુ કેમેરો, હવાનું આવન જાવન થાય તેવી સીટો સહિત અન્ય ઘણું હશે. ઓટો બ્રેકીંગ અને એડેપ્ટિવ ક્રુઝ કન્ટ્રોલ જેવી સુવિધાઓ સાથે ઓન બોર્ડ એક એયરપ્યુરીફાયર પણ હશે. XUV700 માં પેટ્રોલ અને ડીઝલ બન્ને સાથે 2.0 લીટર અને 2.2 લીટર યુનિટ સાથે 4WD નો વિકલ્પ મળશે. બન્ને એન્જીન મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિકના વિકલ્પ સાથે આવશે.

image source

એવી આશા રખાઈ રહી છે કે આગામી 15 મી ઓગસ્ટના રોજ તેને સામે લાવવામાં આવશે. XUV700 વધુ પ્રીમિયમ હશે અને તેની કિંમત પણ વધુ હશે જે લગભગ 17 થી 18 લાખથી શરૂ થશે. ટૂંકમાં વાત કરીએ તો આવનારા દિવસોમાં આ SUV વિશે આપણને વધુ જોવા અને જાણવા મળશે.