બોક્સર સતીશ કુમારના ઘરના લોકો રમવાની પાડતા હતા ના, પણ પછી….

ભારતના હેવિવેટ બોક્સર સતીશ કુમારને ટોકિયો ઓલમ્પિકના કવોટર ફાઇનલમાં હાર પછી બહાર થવું પડ્યું પણ એમની ખેલદિલીને બધા સલામ કરી રહ્યા છે. આર્મી મેન સતીશ ચહેરા પર 13 ટાંકા સાથે કોમ્પિટિશનમાં ઉતર્યા હતા અને એમના પરિવારમાં બધા એમને કોમ્પિટિશનમાંથી હટી જવાનું કહી રહ્યા હતા પણ એ આમાં રમવા માંગતા હતા. એમને એના કરણમાં બે ટૂંકા જવાબ આપ્યા અને કહ્યું કે ખિલાડી ક્યારેય હાર નથી માનતો.

image source

સેનાના 32 વર્ષના જવાન સતિશે કહ્યું કે મારો ફોન બંધ નથી થઈ રહ્યો, લોકો શુભકામનાઓ આપી રહ્યા છે જેમ કે હું જીતી ગયો હોય. મારી સારવાર ચાલી રહી છે પણ હું જ જાણું છું કે મારા ચહેરા પર કેટલા ઘા છે. સતીશે પ્રિ કવોટર ફાઈનલ દરમિયાન માથા પર અને ઠોડી પર બે ઊંડા કટ વાગ્યા હતા પણ તેમ છતાં એમને ઉજબેકિસ્તાનના સુપરસ્ટાર બખોદીર જાલોલોવ વિરુદ્ધ રીંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો.

image source

એમને કહ્યું કે મારી દાઢી પર સાત ટાંકા અને માથા પર 6 ટાંકા આવ્યા છે. પણ મરતો માણસ શુ ન કરે? હું જાણતો હતો કે હું લડવા માંગતો હતો. નહિ તો હું પસ્તાવામાં જ જીવતો રહેતો કે જો હું રમતો તો શું થતું. હવે હું શાંત છું અને પોતાની જાતથી સંતુષ્ટ પણ છું કે મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું. બે બાળકોના પિતા સતિશે કહ્યું કે મારી પત્નીએ મને ન લડવા માટે કહ્યું હતું. મારા પિતાએ પણ કહ્યું કે આવી રીતે તને લડતા જોવું પીડાદાયક છે. પરિવાર તમને પીડામાં નથી જોઈ શકતો પણ એ એ પણ જાણે છે મેં હું એવું કરવા માંગતા હતા.

image source

તો શું એમના બાળકો મુકાબલો જોઈ રહ્યા હતા, એમને કહ્યું કે હા મારે એક દીકરો છે અને એક દીકરી જે પહેલા અને બીજા ધોરણમાં છે. બંને જોઈ રહ્યા હતા. મને આશા છે કે એમને ગર્વ મહેસુસ થશે. એ બે વાર એશિયાઈ રમતોમાં બ્રોન્ઝ પદક જીતી ચુક્યા છે. રાષ્ટ્રમંડળ ખેલમાં રજત પદક વિજેતા અને ઘણીવાર રાષ્ટ્રીય ચેમ્પિયન છે. એ ભારતની તરફથી ઓલમ્પિકમાં ક્વોલિફાઈ કરનાર પહેલા સુપર હેવિવેટ મુકકેબાજ પણ બન્યા.

image source

બુલંદશહરના સતીશે કહ્યું કે જોલોલોવ મુકાબલા પછી મારી પાસે આવ્યા અને એમને કહ્યું કે સારો મુકાબલો હતો. એ સાંભળીને સારું લાગ્યું. મારા કોચે પણ કહ્યું કે એમને મારા પર ગર્વ છે કોઈએ પણ મારા અહીંયા સુધી પહોંચવાની આશા નહોતી કરી. પૂર્વ કબડ્ડી ખિલાડી સતીશ સેનાના કોચના જોર આપવા પર મુક્કેબાજીમાં આવ્યા. એમને કહ્યું કે એ ભવિષ્યમાં પણ આ પ્રકારની ઇજા થવા છતાં રીંગમાં ઉતરવામાં નહિ ખચકાય. એમને કહ્યું કે ખિલાડી હોવાનો અર્થ જ એ છે કે તમે હાર ન માનો, ક્યારેય હાર ન માનો.