Site icon News Gujarat

વિરાટ કોહલીએ શેર કર્યા આ ફોટા, ફોટામાં સાદગી જોતા જ તમને થશે કે..

ભારતીય ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી હાલ ઇંગ્લેન્ડમાં છે અને પાંચ મેચોની આગામી ટેસ્ટ સિરીઝ માટે તૈયારીઓમાં લાગેલા છે. એ દરમિયાન એમને રવિવારે એક ફોટો શેર કર્યો જેમાં એમની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા લન જોવા મળી. આ ફોટાની સૌથી ખાસ વાત એ હતી કે બન્ને એકદમ સિમ્પલ લુકમાં છે.

image source

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લોકો દ્વારા સૌથી વધુ ફોલો થનાર કપલ્સમાંથી એક છે. ફેન્સ હમેશા એમના ફોટા અને વીડિયોની રાહ જોતા હોય છે. વિરાટ કોહલીએ જે ફોટો શેર કર્યો છે એ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કર્યો. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા અને એમને એક દીકરી પણ છે જેનું નામ છે વામિકા.

image source

32 વર્ષના વિરાટ કોહલીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એમની પત્ની અને બૉલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટામાં બન્ને એકસાથે બેઠેલા છે અને ટેબલ પર જમવાનું પણ મૂકેલું છે. આ ફોટો અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બંનેની સાદગી વ્યક્ત કરી રહ્યો છે.

image source

વિરાટ કોહલીએ આ ફોટો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કર્યો છે જેમાં એ બંનેની સાદગી દેખાઈ રહી છે.

image source

તમને જણાવી દઈએ કે, 11 ડિસેમ્બર અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના લગ્ન થયા હતા. બંનેએ પસંદગીના થોડા લોકોની હાજરીમાં ઇટાલીમાં લગ્ન કર્યા. લાંબા સમયના અફેર પછી બંનેના લગ્ન થઈ ગયા. જો કે, તેમની વચ્ચે બ્રેકઅપ થયાના સમાચાર પણ હેડલાઇન્સમાં આવ્યા હતા.બંનેના ભવ્ય લગ્ન ઇટાલીના ટસ્કની સ્થિત લક્ઝુરિયસ હોટલ બોર્ગો ફિનોશીઆટોમાં થયાં. વિરાટ અને અનુષ્કાનું આ લગ્ન અંત સુધી સસ્પેન્સથી ભરેલું હતું. લોકો ખરેખર મૂંઝવણમાં હતા કે શું તે ખરેખર લગ્ન કરી રહ્યો છે કે તે માત્ર એક અફવા છે. લોકોની આ મૂંઝવણનો અંત ત્યારે મળ્યો જ્યારે અનુષ્કા અને વિરાટે રાત્રે 9 વાગ્યે તેમના લગ્નની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી.

image source

તમને જણાવી દઈએ કે હાલ અનુષ્કા શર્મા ઇંગ્લેન્ડમાં પોતાના પતિ વિરાટ કોહલી સાથે છે. હાલમાં જ એમને પોતાની દીકરીની સાથે પણ એક ફોટો શેર કર્યો હતો. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે જેની પહેલી મેચ 4 ઓગસ્ટે શરૂ થશે.

Exit mobile version