કાજુ મોદક – કાજુ કતરી તો ખાધી હશે હવે બનાવો કાજુના મોદક…

” કાજુ મોદક “

કેમ છો ફ્રેન્ડસ..જય ગણેશ🙏

આજે હું દુંદાળા ગણેશ જી નાં પ્રસાદ માં લાવી છું કાજુ મોદક..બનાવવા માં પણ સહેલા અને ખાવામાં પણ ટેસ્ટી.. તો તમે પણ આજે પ્રસાદ માં ચોક્કસ થી બનાવજો..

આજે આપણે જોઈ શું ગણેશ જી નાં લગ્ન કોણે અને કેવી રીતે કર્યા હતા? ભગવાનના લગ્ન સાથે એક કથા જોડાયેલી છે. ભગવાન ગણેશનું મોં હાથીનું અને દાંત તુટેલો હતો તેથી તેમના લગ્ન થતા ન હતા. પૌરાણિક કથાઓમાં કહેવામાં આવે છે કે ગણેશજી સાથે લગ્ન કરવા માટે કોઈ કન્યા તૈયાર ન હતી.

પોતાના લગ્ન ન થવાથી ભગવાન ગણેશ ગુસ્સે થવા લાગ્યાં. ભગવાન ગણેશ જ્યારે અન્ય કોઈના લગ્ન જુએ તો તેમનું મન દુખી થઈ જતું. એવું કહેવામાં આવે છે કે પોતાના લગ્ન ન થતા તે વાતથી દુખી ભગવાન અન્ય દેવતાઓના લગ્નમાં વિધ્ન ઊભા કરતા અને આ કામમાં તેની મદદ તેમનું વાહન કરતું. ગણેશજીના કેહવાતી મૂષક અન્ય દેવ દેવીઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતા. તેનાથી અન્ય દેવતાઓના લગ્નમાં અવરોધ ઊભા થતા.

આ કારણે તમામ દેવતાઓ અસ્વસ્થ થઈ ગયા અને શિવજી પાસે તેમની ફરિયાદ કરવા આવ્યા. શિવજી પાસે પણ આ સમસ્યાનું સમાધાન નહોતું તેથી શિવજી અને પાર્વતી દેવી બ્રહ્માજી પાસે ગયા. તેઓ યોગમાં લીન હતા. પરંતુ થોડીવારમાં બે યોગ કન્યા પ્રગટ થઈ. તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ હતું. આ બંને બ્રમ્હાજીની પુત્રી હતી. બંને પુત્રી સાથે બ્રહ્માજી ગણેશજી પાસે પહોંચ્યા. તેમણે બંનેને શિક્ષા આપવા કહ્યું. આ વાત માટે ગણેશજી પણ તૈયાર થઈ ગયા. જ્યારે પણ ગણેશજી પાસે કોઈના વિવાહની સૂચના આવતી તો રિદ્ધિ અને સિદ્ધિ તેમનું ધ્યાન ભટકાવતી અને લગ્ન સુખરુપ પાર પડતા.

એક દિવસ ભગવાન ગણેશ આ બધું જ સમજી ગયા. જ્યારે મૂષકે પણ ભગવાન ગણેશને કહ્યું કે દેવતાઓના લગ્ન અવરોધ વિના પૂર્ણ થયા ત્યારે ગણેશજી ગુસ્સે થયા. તે સમયે બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે પ્રગટ થયા અને તેમની બંને માનસ પુત્રીઓ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ ગણેશજી સમક્ષ મુક્યો. આ રીતે ગણેશજીના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા.

ચાલો ફ્રેન્ડસ.. હવે જોઈ લયીએ

“કાજુ મોદક “

સામગ્રી –

  • 1બાઉલ – કાજુનો પાઉડર
  • 1/2 કપ – પીસેલી ખાંડ
  • 1/2 કપ – પાણી
  • 1 ચમચો – ઘી
  • 3 ચમચી – કેસર પલાળેલી દૂધ

રીત –

સૌ પ્રથમ એક પ્યાંન માં અર્ધો કપ પાણી ગરમ કરવા મૂકવું.હવે પાણી ઉકળે યેટલે તેમાં પીસેલી ખાંડ ઉમેરવી.સરખું હલાવી મિક્સ કરવું .

હવે તેમાં ઘી ઉમેરવું.ઘી ઉમેરી સારીરીતે મિક્સ કરી લેવું. હવે તેમાં કેસર પલાળેલી દૂધ મિક્સ કરવું.2 મિનિટ માટે ઉકળવા દેવું.

હવે તેમાં કાજુ પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી હલાવી લેવું.

હવે એક પ્લેટ માં કાઢી ઠંડુ થવા દેવું.

હવે મોલ્ડ ને ઘી લગાવી પીસેલી ખાંડ થોડી છાટી મિશ્રણ ભરવું.સરખું દાબીને મિશ્રણ ભરવું જેથી શેપ એકદમ પ્રોપ્રર આવશે. આવિરિતે બધા મોદક તૈયાર કરી લેવા.

તો તૈયાર છે ગણપતિ બાપ્પા નાં ભાવતા કાજુ મોદક…

રસોઈની રાણી : નેહા આર. ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.