ઘોર કળિયુગ: દારૂની માથાકૂટમાં ભાઈને ભાઈએ જ પતાવી દીધો, કટર વડે કાપી નાખ્યા આ અંગો અને ફેંકી દીધા જુદા-જુદા સ્થળે

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના થોરીયાળી ડેમમાંથી ગત 27 જાન્યુઆરીના રોજ હાથ, પગ, માથા વગરની લાશ મળી હતી જેની ઓળખ શોધી હત્યાના ગુનાનો ભેદ પોલીસે ઉકેક્યો છે. આ હત્યામાં પરિવારની જ સંડોવણી સામે આવી છે. કોઈને સાંભળીને પણ કંપારી છૂટી જાય તે રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યા કરનાર મદારગઢ ગામના માતા, પિતા, પુત્ર તથા કંસાળા ગામના અન્ય એક ઇસમ એમ કુલ ચાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

image source

આ બનાવની વિગત મુજબ ગત જાન્યુઆરી માસમાં સાયલાના થોરીયાળી ડેમના ચોગાનમાંથી એક અજાણ્યા પુરુષનું ધડ મળ્યું હતું. આ પુરુષની ઉંમર 20થી 25 હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે આ પુરુષના બન્ને હાથ, બન્ને પગ તથા માથુ કાપી નાખ્યા હતા અને લાશ ફેંકી હતી. આ અંગે ગુનો નોંધી પોલીસે તપાસ શરુ કરી હતી. જે તપાસના અંતે હત્યામાં પરિવારની જ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

image source

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સાયલા પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તે વ્યક્તિની ઓળખ 30 વર્ષીય સાગર તરીકે આપવામાં આવી હતી. આ બંને ઘટનાનો તાળો મેળવી પોલીસે બાતમીદારોની મદદથી ગુના વિશે ભાળ મેળવી. પોલીસની આગવી તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે જે ધડ મળ્યું છે તે ગુમ થયેલા સાગરનું જ છે.

ત્યારબાદ તેના ભાઇ, માતા અને પિતાએ અન્ય સાગરિતોની આગવી ઢબે પુછપરછ કરતાં જાણવા મળ્યું કે પરિવારના સભ્યોએ જ સાગરને મોતને ઘાટ ઉતાર્યો હતો. સાગરના હાથ, પગ અને માથુ કાપી ડેમમાં લાશ ફેંકી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ પોલીસે આ દિશામાં તપાસ કરતાં અંતે પરિવારનું પોત પ્રકાશ્યું.

image source

26 જાન્યુઆરીના રોજ વહેલી સવારના સમયે આરોપીઓએ સાથે મળી સાગરને પોતાના જ ઘરમાં તિક્ષ્ણ હથિયારથી શરીરે ગંભીર ઇજા કરી મોત નિપજાવી હતી. જો કે તેની લાશની ઓળખ ન થાય તે માટે લાશના હાથ, પગ, માથું કાપી નાખી અને લાશનો નાશ કરવા માટે તેને થોરીયાળી ડેમમાં ફેંકી દેવાઈ હતી.

ગુનો કર્યા બાદ કંઈ ન થયું હોય તેમ રહેતા પરિવારના સભ્યોની સઘન પુછપરછ કરતાં અંતે આરોપીઓએ કબુલાત આપી હતી કે મૃત્યુ પામનાર સાગર દારૂ પી અવારનવાર પોતાના માતા-પિતા સાથે બોલચાલી કરતો હતો. 26 જાન્યુઆરીના રોજ પણ વહેલી સવારે સાગર પોતાના ઘરે આવી બોલાચાલી કરી મારઝુડ કરતા આરોપીઓએ ઘાતકી કૃત્ય આચર્યું હતું.

સાગરની હત્યા બાદ તેનું માથુ થાન ગામની સીમમાં રાજભા ઝાલાની વાડીમાં બોરમાં ફેંકી દીધું હતું. આ રીતે તેણે હાથ પગ પણ અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. મૃત્યુ પામનારના કપડાં સળગાવી દઇ પુરાવાનો નાશ કરી દીધો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત