કાંદા કેપ્સિકમ મસાલા સબ્જી – આ એક બહુ ટેસ્ટી સબ્જી છે, જયારે કાંઈક નવીન ખાવું હોય તો બનાવી દેજો.

કાંદા કેપ્સિકમ મસાલા સબ્જી :::

મજેદાર સુગંધ ધરાવતી આ સબ્જીમાં તીવ્રતા ધરાવતા કાંદા, કેપ્સિકમ તમને પ્રફુલિત તો કરશે, તે ઉપરાંત તેમાં મેળવેલા મસાલાની સુવાસ પણ એટલી જ આનંદદાઇ પૂરવાર થશે.

આમ આ વસ્તુઓ એક સૌમ્ય અને મોજ કરાવે એવી કાંદા અને કેપ્સિકમ મસાલાની સબ્જીનો સ્વાદ માણી શકશો. આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.

અત્યારે સાક ખુબ મોંઘા થઈ ગયા છે અને આપડા ભોજન માં કઈક ટેસ્ટી જોયીએ છે તો સાક બનાવું અને ઘર ના લોકો ને ખુશ કરી દેવા …તો ચલો શીખી લઇએ .

સામગ્રી :

 • – 3 નગ કેપ્સિકમ લાંબા સમારેલા
 • – 2 નગ ડુંગળી લાંબા સમારેલા
 • – 1 નગ બટકું લાંબુ સમારેલું
 • – 1 ચમચી ચણાનો લોટ
 • – 2 નગ ટામેટા ની પયુરી
 • – 2 ચમચી લાલ મરચું પાવડર
 • – પા ચમચી હળદર
 • – 1 ચમચી ઘણા જીરું પાવડર
 • – સ્વાદ મુજબ મીઠું
 • – વધાર માટે જીરું અથવા રાય
 • – 3 ચમચી તેલ

રીત :

1.સૌ પેહલા બધા સાક ને બરાબર ધોઈ લાંબા કટ કરી લેવા …ટામેટા સિવાય ..આપડે ટામેટા ને ક્રશ કરી લેવું …

2..હવે એક કડાઈ માં તેલ લઇ રાય ઉમેરી ગરમ થાય એટલે તેમાં બટેકા ઉમેરવા …બટેકા સંતળાય એટલે તેમાં કેપ્સિકમ,ડુંગળી ઉમેરી ફુલ ગેસ પર સાંતળવું ….

3.બધું સંતળાય જાય પછી મસાલા કરી દેવા જેથી વેજિટેબલે માં ચડી જાય હવે તેમાં ચણાનો લોટ ઉમેરી 2 મિનિટ ચડવા દેવું ..

4.લાસ્ટ માં ટોમેટો પ્યુરી ઉમેરી ..મિક્સ કરવું …જેથી સાક રસબસતુ થાય જાય ..અને બરાબર મિક્સ કરી .ગેસ બંધ કરી રોટલી સાથે સર્વ કરવું …

નોંધ :

 • – ચણાનો લોટ ઉમેરવા થી સાક ખુબ સરસ લાગે છે ..
 • – ટોમેટો પ્યુરી ના ઉમેરવી હોય તો લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો ..
 • – આ સાક ને રસાવાળું પણ કરી શકીયે …પાણી ઉમેરી ને
 • – આ સાક જમવા બેસો તે પહેલા 10 મિનિટ પહેલાજ બનાવું ….


રસોઈની રાણી : દિગના રૂપાવેલ (બરોડા)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.