Site icon News Gujarat

આ ફેમસ એક્ટ્રેસના પ્રેમમાં પાગલ હતા કપિલ દેવ, જાણો કેમ ન થઈ શક્યા લગ્ન

ક્રિકેટમાં ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ બોલિવૂડ એક્ટ્રેસ સામે દિલ હારી ચુક્યા છે. આ વાત બહુ ઓછા લોકો જાણતા હશે, પરંતુ આ સમાચાર તે સમયે ખૂબ જ ચર્ચામાં આવ્યા હતા.ભારતના પૂર્વ ક્રિકેટર અને વર્લ્ડ કપ વિજેતા કપિલ દેવનું દિલ તે સમયની જાણીતી અભિનેત્રી પર આવી ગયું હતું

image soucre

કપિલ દેવ સારિકાને પહેલીવાર પાર્ટીમાં મળ્યા હતા. તે સમયે બંનેના પ્રેમની ખૂબ ચર્ચા થઈ હતી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે તે સમયે બંને એકબીજાને લઈને ખૂબ જ ગંભીર હતા. કપિલ દેવ પણ સારિકાનો પરિચય તેના પરિવારના સભ્યો સાથે કરાવવાના હતા, પરંતુ અચાનક કપિલે રોમી ભાટિયા સાથે લગ્ન કરી લીધા અને તેમના પ્રેમની વાર્તા અધૂરી રહી ગઈ. વાસ્તવમાં, કપિલ દેવનો વિચાર બદલાઈ ગયો હતો અને તેણે સારિકાને બદલે તેની ગર્લફ્રેન્ડ રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલ દેવ અને બોલિવૂડ એક્ટ્રેસ સારિકાની પહેલી મુલાકાત બોલિવૂડ એક્ટર મનોજ કુમારની પત્નીએ કરી હતી. બંનેનો સૌપ્રથમ પરિચય મનોજ કુમારની પત્નીએ કરાવ્યો હતો. પછી શું હતું, તે પછી બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને દરેક જગ્યાએ તેમના પ્રેમની ચર્ચાઓ થવા લાગી.

image soucre

બંને વચ્ચે નિકટતા વધતી જતી હતી અને કપિલ દેવ પણ સારિકાને તેના પરિવારના સભ્યો સાથે પરિચય કરાવવા પંજાબ લઈ આવ્યા હતા. પરંતુ થોડા દિવસો પછી બંને અલગ થઈ ગયા. એક તરફ જ્યાં કપિલ દેવે રોમી ભાટિયા સાથે લગ્ન કરી લીધા તો બીજી બાજુ સારીકાએ બોલિવુડ એકટર કમલ હસન સાથે લગ્ન કરી લીધા

image soucre

કપિલ દેવે વર્ષ 1980માં રોમી ભાટિયા સાથે લગ્ન કર્યા, ત્યારપછી વર્ષ 1996માં તેમને અમિયા દેવ નામની પુત્રી પણ થઈ. કપિલ દેવથી અલગ થયા બાદ સારિકાએ પણ 1988માં કમલ હાસન સાથે લગ્ન કર્યા હતા. સારિકા તેના સમયની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક હતી, કમલ હસન જેવા મહાન અભિનેતા પણ સારિકાની સુંદરતા સામે હારી ગયા. કમલ હાસન પરિણીત હોવા છતાં પોતાનું દિલ સારિકાને આપી બેઠા હતા

image soucre

સારિકા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી, જેના કારણે કમલ હાસને તેની પત્નીને છોડીને સારિકા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ વર્ષ 2004માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેઓને શ્રુતિ હાસન નામની પુત્રી પણ છે. કપિલ દેવને તેમના સમયના મહાન ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. તેણે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. કપિલ દેવે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ODIમાં 3000 થી વધુ રન અને ટેસ્ટમાં 5000 રન બનાવ્યા છે અને 1983માં વિશ્વ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ભારત માટે પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો.

Exit mobile version