દર્શકો માટે ખુશખબર, ફરી પેટ પકડીને હસાવવા માટે આવી રહ્યો છે કપિલ શર્મા

જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં ઓફએર થયેલ કપિલ શર્મા શો ટૂંક સમયમાં જ નવી સીઝન સાથે કમબેક કરશે. શોમાં સપનાનો રોલ કરનાર કૃષ્ણા અભિષેકે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે એક વાતચીતમાં કહ્યું, “આ શો મે મહિનામાં ટીવી પર ફરી શરૂ થશે. અમે હજી સુધી કોઈ તારીખ નક્કી કરી નથી. આ વખતે શોમાં ઘણી જુદી જુદી વસ્તુઓ જોવા મળશે. સેટ ફરીથી બનાવશે. અમારી પાસે એક નવો સેટ પણ હશે. સાથે તેમા કેટલીક નવી વસ્તુઓ દેખાશે. અમે તમને જલ્દી સારા સમાચાર આપીશું.

image source

કપિલ શોમાં પાછા ફરવા માટે ઉત્સાહિત છે

એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યુમાં, જ્યારે કૃષ્ણાને પૂછવામાં આવ્યું કે તે પોતાના પાત્ર સપનાને યાદ કરે છે કે નહીં, ત્યારે તેણે કહ્યું, હું આ શોને ખૂબ જ યાદ કરું છું. કારણ કે અમે ત્યાં ખૂબ જ મજાક મસ્તી કરીએ છીએ અને અમને ખ્યાલ નથી રહેતો કે અમારો દિવસ કેટલો ઝડપી પસાર થઈ જાય છે. કપિલ અને હું આ અંગે ફોન પર ખૂબ જ ચર્ચામાં કરીએ છીએ. કેમ કે અમે બંને ઇચ્છીએ છીએ કે આ શો જલ્દીથી ફરી શરૂ થાય. તે નવી સીઝનને લઈને પણ ખૂબ ઉત્સાહિત છે. અમે ઘણી નવી વસ્તુઓ કરીશું.

image source

પહેલા બે મહિનાના બ્રેકની હતી યોજના

મીડિયા સાથેની વાતચીતમાં આ શો સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે, જ્યારે શોએ બ્રેક લેવાનું નક્કી કર્યું ત્યારે તેઓ ફક્ત 2 મહિના માટે જ આ બ્રેક ઇચ્છતા હતા. તે દરમિયાન કપિલ તેની ઓટીટી ડેબ્યૂ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો અને તેની પત્ની ગિન્ની ચતરાથ પણ ગર્ભવતી હતી. કપીલની વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં રાખીને, ચેનલે તેમને 2 મહિનાનો વિરામ લેવાનો અને માર્ચમાં ફરીથી શોમાં પાછા આવવાનું કહ્યું હતું. જોકે હજી સુધી આ યોજના પર કોઈ કામગીરી થઈ નથી.

image source

છેલ્લો એપિસોડ 31 જાન્યુઆરીએ ટેલિકાસ્ટ થયો હતો

સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, કોરોનાના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને સરકાર અનેક નવી માર્ગદર્શિકા બનાવી રહી છે. તેથી કેટલાક મહિનાઓ સુધી લાઈવ ઓડિયન્સ આ શોમાં આવવાની સંભાવના નથી. ફિલ્મો પણ રિલીઝ થતી નથી, તેથી બોલીવુડ કલાકારો પણ કોઈ ફિલ્મના પ્રમોશન માટે આ શો પર નથી આવી રહ્યા. જ્યા સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી નિર્માતાઓ તેના પર કામ કરવાનું શરૂ કરશે નહીં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!