કરીના કપૂર દીકરાનું નામ ‘આ’ રાખે તેવી અટકળો, ખુદ બેબો જ પહેલા જણાવી ચૂકી છે આ નામ

પુત્રના નામ પર ચર્ચા:કરીના કપૂર દીકરાનું નામ ફૈઝ રાખે તેવી અટકળો, એક્ટ્રેસનો જૂનો ઈન્ટરવ્યૂ વાઈરલ

કરીના કપૂરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 21મી ફેબ્રુઆરીના રોજ પુત્રને જન્મ આપ્યો હતો. કરીનાના પુત્રની તસવીર હજી સુધી સામે આવી નથી. જોકે, દીકરાના નામ અંગેની અટકળો સો.મીડિયામાં ચાલી રહી છે. ચર્ચા છે કે કરીના પોતાના બીજા દીકરાનું નામ ફૈઝ રાખી શકે છે. તૈમુરના જન્મ સમયે સૈફ અલી ખાને ફૈઝ નામ સજેસ્ટ કર્યું હતું. જોકે, કરીનાને આ નામ ગમ્યું નહોતું. કરીનાનો એક જૂનો ઈન્ટરવ્યૂ હાલમાં વાઈરલ થયો છે.

ફૈઝનો અર્થ ઉપકાર, ભલાઈ એવો થાય છે. બોલીવૂડની બેબોએ બીજા બાળકને જન્મ આપ્યો છે અને તેના જન્મતાની સાથે શું નામ રખાશે તેની અટકળો લોકો લગાવવા લાગ્યા છે. કરીના અને સૈફને ચારેય તરફથી અભિનંદન આપી રહ્યા છે. ફેન્સ સાથે સેલેબ્સે પણ કપલને બધાઇ આપી છે. ફેન્સ તે વાતને લઇને ઘણા ઉત્સુક છે કે સૈફીના તેમના બાળકનું નામ શું રાખશે. સોશ્યલ મિડીયા પર લોકો અટકળો લગાવવા લાગ્યા છે. તૈમૂરના નામકરણ વખતે સૈફના મનમાં એક બીજુ નામ પણ આવ્યુ હતુ બની શકે કે બંનેના આ દીકરાનું નામ એજ રાખે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

સૈફ-કરીનાના દિકરા તૈમૂરને લઇને સોશ્યલ મિડીયા પર કોન્ટ્રોવર્સી થઇ હતી પરંતુ કરીનાએ પોતાના દિકરાને તૈમૂર નામ જ આપ્યું, તે વખતે સૈફના મનમાં દિકરા માટે બીજુ નામ આવ્યુ હતુ જેનો કરીનાએ જ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો. 2018માં ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા કરીનાએ કહ્યું કે જ્યારે તે હોસ્પિટલ જઇ રહી હતી ત્યારે સૈફે કહ્યું હતુ કે શું તે તૈમૂર નામને લઇને શ્યોર છે? કારણકે સૈફ અલી ખાન તેના દિકરાનું નામ ‘ફૈઝ’ રાખવા ઇચ્છતો હતો.

કરીનાએ કહ્યું હતું, ‘હું ફૌલાદી પુરુષ પેદા કરીશ’

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

2018માં એક મીડિયા હાઉસની કૉનક્લેવમાં કરીનાએ કહ્યું હતું, ‘હોસ્પિટલ જવાના એક દિવસ પહેલાં સૈફે પૂછ્યું હતું, ‘શું દીકરો જન્મશે? તું સાચે જ એવું ઈચ્છે છે આવું થાય? તેનું નામ બદલી નાખીએ અને તેને ફૈઝ કહીને બોલાવીએ. આ બહુ જ રોમેન્ટિક નામ છે. જોકે, મેં તરત જ ના પાડી દીધી હતી. જો દીકરો જન્મે તો હું ઈચ્છીશ કે તે ફાઈટર હોય. તૈમુરનો અર્થ ફૌલાદ થાય છે અને હું ફૌલાદી પુરુષને જન્મ આપીશ.

image source

મને ગર્વ છે કે તેનું નામ તૈમુર છે.’ કરીના તે વાત પર અડી રહી કે જો તેને દિકરો થશે તો તે તેને ફાઇટર બનાવવા માંગે છે અને તૈમૂરનો અર્થ લોખંડ થાય છે. કરીના તૈમૂર નામ પર ગર્વ કરે છે. કરીનાએ તેના બીજા દિકરાનું નામ નથી રાખ્યુ પરંતુ ક્યાસ લગાવી રહ્યાં છે કે તેના દિકરાનું નામ ‘ફૈઝ’ જ રાખશે.

તૈમુર નામ પાડ્યા બાદ વિવાદ થયો હતો

image source

કરીનાના દીકરાનું નામ તૈમુર રાખતા સો.મીડિયામાં ઘણો જ વિરોધ થયો હતો. અનેક સંગઠનો પણ વિરોધમાં આવી ગયા હતા. અનેક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ એક ફારસી નામ છે અને મધ્ય એશિયામાં તૈમુર સામ્રાજ્યની સ્થાપના કરનાર તથા 1398માં ભારતમાં આક્રમણ કરનાર હુમલાખોર તૈમુરથી પ્રેરિત છે. જોકે, સૈફે આ નામનો અર્થ ફૌલાદ કહ્યો હતો.

બીજી ડિલિવરી પહેલાં નામ અંગે વાત કરી હતી

image source

બીજી ડિલિવરી પહેલાં કરીનાએ પોતાના રેડિયો શો ‘વ્હોટ વીમેન વોન્ટ્સ’માં બાળકોના નામ પર ચર્ચા કરી હતી. કરીનાએ કહ્યું હતું, ‘તૈમુર પર થયેલા વિવાદ પછી હું અને સૈફ આ અંગે વિચારી પણ શકતા નથી. અમે છેલ્લી ઘડીએ જ નામ વિચારીશું અને સરપ્રાઈઝ આપીશું.’

સૈફે દીકરીના 25મા જન્મદિવસ પર ચોથીવાર પિતા બનવાની જાહેરાત કરી હતી

સૈફ તથા કરીનાએ 16 ઓક્ટોબર, 2012 મુંબઈમાં લગ્ન કર્યા હતા. કરીનાએ 2016માં દીકરા તૈમુરને જન્મ આપ્યો હતો. 12 ઓગસ્ટ, 2020ના રોજ સારા અલી ખાનના 25મા જન્મદિવસ પર સૈફ-કરીનાએ બીજી પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

કરીનાએ પ્રેગ્નન્સીમાં પણ કામ ચાલુ રાખ્યું

કરીના કપૂરે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈ ડિલિવરીના બે દિવસ પહેલાં સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. આ ઉપરાંત કરીનાએ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

કરીના-સૈફના અપકમિંગ પ્રોજેક્ટ્સ

કરીનાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે આમિર સાથે ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’માં જોવા મળશે. કરીનાએ પ્રેગ્નન્સીમાં આ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. જો વાત સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની કરવામાં આવે તો તે પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં રાવણનો રોલ ભજવતો જોવા મળશે. આ ઉપરાંત તે ‘ભૂત પોલીસ’ તથા ‘બંટી બબલી 2’માં જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!