હે ભગવાન આ શું થવા બેઠું છે? કર્ણાટકની હોસ્પિટલમાં ઓક્સિજન મોડો પહોંચતા 24 કોરોના દર્દીઓનાં તડપી-તડપીને મોત

હવે કોરોના કરતાં વધારે લોકો હોસ્પિટલની લાપરવાહી અને અધુરી વ્યવસ્થાઓના કારણે મરી રહ્યા છે. કારણ કે આ પહેલાં પણ એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે જેમાં જોવા મળ્યું હતું કે ઓક્સિજન મોડું પહોંચવાના કારણે લોકોના ટપોટપ મોત નિપજ્યા હોય. ત્યારે વધારે એક કિસ્સો સામે આવી રહ્યો છે કે કર્ણાટકના ચામરાનગર ડિસ્ટ્રીક્ટની એક હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં 24 લોકોના મોત થયા છે. હોસ્પિટલને બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો. પરંતુ ઓક્સિજન આવતા વાર લાગી હોવાના કારણે આ મોટી ર્દુઘટના થઈ છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો આ ર્દુઘટના પછી મૈસુરથી 250 ઓક્સિજન સિલિન્ડર મોકલવામાં આવ્યા છે. બન્યું એવું કે ચામરાનગર હોસ્પિટલમાં બેલ્લારીથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ અહીં ઓક્સિજન પહોંચવામાં મોડુ થઈ ગયું હતું અને લોકો મોતના મુખમાં ધકેલાયા હતા. માનવામાં આવે છે કે, જીવ ગુમાવનાર મોટા ભાગના લોકો વેન્ટિલેટર પર હતા.

image source

ઓક્સિજન સપ્લાય ખતમ થઈ જતા તે લોકો તડપવા લાગ્યા હતા અને પછી મરી ગયા હતા. આ પહેલાં કાલાબુર્ગીની કેબીએન હોસ્પિટલમાં પણ ઓક્સિજનની અછતના કારણે ચાર દર્દીના મોત થયા હતા. તે જ દિવસે યજદિર સરકારી હોસ્પિટલમાં લાઈટ કટના કારણે એક વેન્ટિલેટર પરના દર્દીનું મોત થયું હતું. છેલ્લા એક સપ્તાહમાં કર્ણાકટની ઘણી હોસ્પિટલમાં ઓએક્સિજનની અછતના કારણે લોકોના મોત થયા છે. અને ત્યારે હવે વધારે એક કિસ્સો સામે આવતા હાહાકાર મચી ગયો છે.


ઉલ્લેખનીય છે કે કોરોના થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓક્સિજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓક્સિજન લેવલ વધારવા માટે બહારથી ઓક્સિજનના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે ઘરે પણ ઓક્સિજનની માત્રા વધારી શકે છે. તો સાથે જ ઓક્સિજનની માત્રા વધારવા માટે હોમિયોપેથીની દવા કારગત નીવડે કે કે કેમ? લોકોના મનમાં મૂંઝવતા અનેક સવાલોનો જવાબ હોમિયોપેથીક તબીબે આપ્યો છે.

image source

વડોદરાના હોમિયોપેથીક તબીબ ડો રાજેશ શાહે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં શરીરમાં ઓક્સિજન લેવલ વધારવાના ઉપાયો પર ગાઈડન્સ આપ્યું. તેમણે જણાવ્યું કે, ઓક્સિજન બોટલ સિવાય પણ કુદરતી રીતે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારી શકાય છે. જેમ કે, યોગ, પ્રાણાયામ અને કસરતથી ઓકિસજન વધારી શકાય છે. આ રીત ઓક્સિજન વધારવાનો એકમાત્ર ઉપાય છે. તો સાથે જ તેમણે કહ્યું કે, ઓક્સિજન વધારવા માટે હોમિયોપેથીકની કોઈ દવા નથી. કોરોનાગ્રસ્ત દર્દી કે સાજા વ્યક્તિ દિવસમાં બે વખત ઊંધા સૂઈ ઊંડો શ્વાસ લે તો પણ ઓકિસજન લેવલ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!